Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:વૃશ્ચિક-મીન રાશિના જાતકોને અટકેલા પૈસા પાછા મળશે, ધન રાશિના લોકોને મળશે બિઝનેસમાં મોટો ઓર્ડર

    8 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 02 નવેમ્બર 2026, સોમવારના રોજ આસો વદ આઠમ છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. રાહુકાળ સવારે 08:12થી 09:36 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે રચનાત્મક કાર્યોમાં ઉત્તમ સમય પસાર થશે. કોઈ પણ સમસ્યા આવવા પર તમે ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો અને સફળ પણ રહેશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ આસ્થા વધશે. યુવાનોની કોઈ અંગત સમસ્યા દૂર થઈ જશે. નેગેટિવ: સાવધાન રહો, બપોર પછી કોઈ નુકસાન થવા જેવી સ્થિતિ પણ બની રહી છે. આ સમય ધીરજ અને સંયમ રાખવાનો પણ છે. પોતાના નજીકના સંબંધીઓ સાથે સકારાત્મક વાર્તાલાપમાં પણ થોડો સમય ચોક્કસ વિતાવો. વ્યવસાય: વ્યાવસાયિક વ્યવસ્થા અને કાર્યપ્રણાલી બહેતર બનેલી રહેશે. કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાથી બચો, નહિતર ખરાબ રીતે ફસાઈ શકો છો. નોકરીયાત વ્યક્તિઓના ઓફિસની કાર્યપ્રણાલીમાં સકારાત્મક બદલાવ આવશે. પરંતુ ક્લાયન્ટ્સ સાથે બહસાબહસીમાં પડવું નુકસાનદાયી રહેશે. લવ: પારિવારિક વાતાવરણ આનંદિત રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધર સૌને પ્રસન્નતા તથા નવી ઊર્જા પૂરી પાડશે. સ્વાસ્થ્ય: સુસ્તી અને થાક હાવી રહેશે. કોઈ પ્રકારની એલર્જી થવાની પણ આશંકા છે. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: અનુભવી તથા વરિષ્ઠ લોકો સાથે મેળ-મિલાપ રાખો તથા પોતાના વિચારોની આપ-લે પણ કરો. આનાથી તમને તમારી અનેક સમસ્યાઓનો આપોઆપ જ ઉકેલ મળી જશે. તમને સમાજમાં માન-સન્માન અને યશની પણ પ્રાપ્તિ થશે. તમારા પર્સનલ કામ પણ મોટા ભાગે પૂરા થશે. નેગેટિવ: ધ્યાન રાખો કે પડોશીઓ સાથે નોકઝોક થઈ શકે છે. બહેતર રહેશે કે શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો, નહિતર આની અસર માનસિક સુકૂન પર પણ પડશે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કોઈ કર્મચારીની લાપરવાહીથી કોઈ મોટું નુકસાન થવાની આશંકા છે. તેથી બહેતર રહેશે કે મોટા ભાગના નિર્ણયો તમે પોતે જ લો. તમારી દેખરેખ હેઠળ જ ઓર્ડર તૈયાર કરાવો. નોકરીયાત વ્યક્તિઓની ઓફિસના મિત્રો સાથે ગેટ-ટુગેધર કરવાનું આયોજન બનશે. લવ: પારિવારિક વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ વધુ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: શરીરમાં હળવી નબળાઈ અનુભવશો. પરંતુ બેદરકારી ન દાખવો અને તરત જ દવા લો. લકી કલર: કેસરી લકી નંબર: 8 પોઝિટિવ: કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિના સાનિધ્યમાં રહેવાથી તમારી વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. મહિલાઓ માટે દિવસ ખૂબ જ ઉત્તમ પરિણામ આપનારો છે. દરેક પરિસ્થિતિમાં તેમનો સામનો કરવાની હિંમત અને સાહસ રહેશે. નેગેટિવ: કોઈ પણ ખરીદ-વેચાણ કરતી વખતે પાકા બિલનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ નકામા હરવા-ફરવામાં તથા મિત્રો સાથે સમય વિતાવીને પોતાનો સમય બગાડે નહીં. બાળકોની સમસ્યાઓને પણ ઉકેલો. વ્યવસાય: કાર્યસ્થળ પર કામકાજનો બોજ વધશે. તમામ કામ સમયસર પતાવવાનો પ્રયાસ કરો. આ સમયે કોઈ નવી યોજના કે પ્લાનિંગ પર કામ કરવું નુકસાનદાયી રહેશે. સરકારી ઓફિસમાં કોઈની સાથે પણ ગૂંચવાવાને બદલે પરસ્પર સંમતિથી પોતાનું કામ કઢાવો. લવ: દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસંગોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ બનાવી રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય: અતિશય મહેનત અને દોડધામના લીધે થાક અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે. પૂરતો આરામ લો તથા થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વિતાવો. લકી કલર: લીલો લકી નંબર: 1 પોઝિટિવ: આજે પરિવાર અથવા કોઈ સંબંધી સાથે જોડાયેલો મુદ્દો ઉકેલાઈ શકે છે. સંતાન તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી મનમાં સુકૂન રહેશે. તમે તમારા અંગત કાર્યો પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નેગેટિવ: બેદરકારી અને આળસ હાવી રહેશે. કોઈ કિંમતી વસ્તુ અથવા પેપર્સ ખોવાઈ જવાના લીધે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઉતાવળમાં કોઈની સાથે પણ કોઈ વાયદો ન કરો. ધ્યાન રાખો કે ભાવનાઓમાં વહીને લીધેલા કેટલાક નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં અનુભવી લોકો સાથે સંપર્ક બનાવી રાખો. અત્યારે કોઈ નવી યોજના અથવા કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી. તેથી કાર્યક્ષેત્રમાં જેવું ચાલી રહ્યું છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. અડચણો આવવા છતાં તમે તમારી મહેનતના બળે સફળ રહેશો. લવ: પરિવારજનો સાથે પણ કેટલાક મનોરંજન સંબંધી પ્રોગ્રામ બનાવો. આનાથી પરસ્પર નિકટતા વધશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય: કામની અતિશયતાના લીધે થાક અને નબળાઈ રહી શકે છે. યોગ્ય ખાવાપીવા અને આરામ લેવો જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી કોઈ સમસ્યાનો ઉકેલ મળી જશે, જેના લીધે મન ખુશમિજાજ રહેશે. નવા કાર્યોની યોજનાઓ બનશે. પોતાની કોઈ યોજનાને અમલમાં મૂકવા માટે સંપર્ક સૂત્રોનો સહયોગ પણ મળશે. નેગેટિવ: કોઈ પણ કામ કરતા પહેલાં બજેટ ચોક્કસ બનાવો. આર્થિક બાબતોમાં કેટલીક અડચણો આવવાની આશંકા છે. જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ખોટા પડી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટને લઈને પરેશાન રહેશે. વ્યવસાય: મશીનરી તથા કારખાના સાથે સંકળાયેલા વ્યવસાયમાં લાભદાયી ઓર્ડર હાસલ કરશો. પરંતુ કોઈ પણ નિર્ણય લેતી વખતે માત્ર તમારી કાબિલિયત પર જ ભરોસો રાખો, તમારી સાથે ધોખો થઈ શકે છે. નોકરીયાત લોકોને કોઈ મનગમતો કાર્યભાર મળવાથી પ્રસન્નતા રહેશે. લવ: દાંપત્ય જીવનમાં પરસ્પર સામંજસ્યનો અભાવ રહેશે. બહારના લોકોને પોતાના પારિવારિક મામલાઓથી દૂર જ રાખો. લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ રહેશે. આયુર્વેદનો વધુ ઉપયોગ કરો. લકી કલર: પીળો લકી નંબર: 2 પોઝિટિવ: કોઈ પણ કામ કરતા પહેલા પોતાના મનનો અવાજ ચોક્કસ સાંભળો. તમારો અંતરાત્મા તમને સાચા રસ્તે આગળ વધવાની પ્રેરણા આપશે. તમે પોતાને આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવશો. શોપિંગ વગેરેમાં પણ સુખદ સમય પસાર થશે. નેગેટિવ: કોઈ સંબંધી સાથે મનદુઃખની સ્થિતિ બની રહી છે. નકામા વિચાર-વિમર્શની અસર તમારી માનસિક સ્થિતિ પર પડી શકે છે. અનાવશ્યક ખર્ચ પર કાબૂ રાખો. થોડો સમય આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં લગાવો, આનાથી તમને સુકૂન મળશે. વ્યવસાય: કારોબારી બાબતોમાં ખૂબ વધારે વ્યસ્તતા બનેલી રહેશે. કર્મચારીઓ તથા સહયોગીઓ સાથેના સંબંધોને યોગ્ય બનાવી રાખવાથી કાર્યક્ષમતામાં વધારો થશે. નોકરીયાત વ્યક્તિઓની ઓફિસના માહોલમાં કંઈક રાજકારણ ચાલી શકે છે, તેથી સતર્ક રહો. લવ: કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખો. પ્રેમ સંબંધોમાં પણ કોઈ પ્રકારનું અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય: થોડો સમય પોતાના આરામ માટે પણ ચોક્કસ કાઢો. મહેનતના લીધે શારીરિક અને માનસિક થાક રહી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 4 પોઝિટિવ: સંપર્કો તથા અનુભવી લોકોના માધ્યમથી અનેક ઉત્તમ માહિતીઓ મળશે. આ સમયે બાળકો તરફથી પણ સંતોષજનક સમાચાર મળશે. ભાડૂઆત સંબંધી કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો તેનો ઉકેલ મળી શકે છે. સંતોષદાયક સમય પસાર થશે. નેગેટિવ: ઘરના વરિષ્ઠ સભ્યો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો તથા તેમની સંભાળ રાખો. પોતાના સ્વભાવમાં ભાવુકતા અને કોમળતા બનાવી રાખો. ખૂબ વધારે પ્રેક્ટિકલ થઈ જવું એ પરસ્પર સંબંધોમાં અંતર પણ લાવી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્ય પ્રણાલીમાં પરિવર્તન સંબંધી પ્રવૃત્તિઓમાં તમારો સમય પસાર થશે. કોઈ સરકારી કામ કોઈ ઉચ્ચ અધિકારીની મદદથી ઉકેલાઈ શકે છે. નોકરીયાત લોકો અત્યારે વર્તમાન કાર્યો પર જ ધ્યાન આપે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાની ચેષ્ટા ન કરો. લવ: જૂના મિત્રો સાથે વધુ મેળ-મિલાપ રાખવો એ તમારા અંગત જીવનમાં કેટલીક પરેશાનીઓ ઊભી કરી શકે છે, તેથી સાવધાન રહો તથા ઘર-પરિવારનું પણ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય: કોઈ પણ સ્થિતિમાં માનસિક તણાવથી બચવા માટે થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં પણ લગાવો. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: આર્થિક ઉન્નતિની કોઈ તક મળશે તથા મન અને મગજમાં સંતુલન બનાવીને તમે ઉત્તમ રીતે કોઈ પણ નિર્ણય લઈ લેશો. પરસ્પર સંબંધોમાં પણ ફરીથી મધુરતા આવશે. જો કોઈને પૈસા ઉધાર આપેલા હોય, તો આજે તે પાછા મળવાની યોગ્ય તક છે, તેથી પ્રયત્નશીલ રહો. નેગેટિવ: આવકની સરખામણીએ ખર્ચની અતિશયતા રહેશે, જેના કારણે ચિંતા રહી શકે છે. લેવડ-દેવડના મામલાઓમાં સાવચેતી રાખો તથા વિપરીત વિચારધારા ધરાવતા લોકોના સંપર્કમાં ન રહો, નહિતર તમારું માન-સન્માન પણ પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં પોતાના પ્રતિનિધિઓની પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો અને પોતાના વ્યાવસાયિક સ્થળ પર તેમની દખલગીરી પણ ન થવા દો. અજાણ્યા લોકો સાથે ડીલ કરતી વખતે સચેત રહો. કોઈ ઓફિશિયલ યાત્રા તમારા માટે લાભદાયી રહેશે. લવ: ઘર-પરિવાર પ્રત્યે તમારો સહયોગ સંબંધોમાં વધુ મધુરતા લાવશે. મિત્રતામાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો. ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત બનાવી રાખો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય ચોક્કસ વિતાવો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: ધન રાશિના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. તમારો સંતુલિત વ્યવહાર તથા સાચા સમયે સાચો નિર્ણય લેવો તમારી પ્રગતિમાં સહાયક થશે. ઘણા દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઉત્સવભર્યો માહોલ રહેશે. નેગેટિવ: સંબંધોને સંભાળીને રાખો, મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો, એવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેળ-મિલાપ રાખવો તમારા માટે હિતકારી નથી. વ્યવસાય: વ્યવસાય સંબંધી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. કામકાજના વિસ્તરણ સંબંધી કોઈ પણ યોજનાને અમલમાં મૂકતા પહેલાં સારી રીતે વિચાર-વિમર્શ ચોક્કસ કરો. સરકારી કર્મચારીઓ પર વધારાનો કાર્યભાર રહેશે. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખો. લવ: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે તથા તમામ સભ્યોના પરસ્પર સંબંધો સૌહાર્દપૂર્ણ તથા ખુશહાલ રહેશે. સ્વાસ્થ્ય: હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ સમયે પોતાનું ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે યોગ્ય આહાર લો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 7 પોઝિટિવ: આજે તમારું કોઈ અટકેલું કામ ઉકેલાવાનું છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા દિલનો અવાજ સાંભળો. તમારો અંતરાત્મા તમને સાચા રસ્તે આગળ વધવાની ઉત્તમ પ્રેરણા આપશે. ઘરમાં અનુશાસિત માહોલ રહેશે. બાળકો પણ પોતાના અભ્યાસ પર એકાગ્રચિત્ત રહેશે. નેગેટિવ: ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી નીકળતી જાય છે, જોકે આ તમારો વહેમ જ છે. ધીરજ અને સંયમથી તમારી મનોસ્થિતિને સંતુલિત રાખો. અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાના લીધે તમારા અંગત કાર્યો પર વધુ ધ્યાન નહીં આપી શકો. વ્યવસાય: કારોબારમાં કેટલીક નવી યોજનાઓ બનશે. તમારી ફાઈલ કે પેપર સુવ્યવસ્થિત રાખો. કોર્ટ કેસ સંબંધી કામ અત્યારે અટકેલા રહેશે. શેરબજાર, કમોડિટી વગેરેમાં વિચારી-સમજીને રોકાણ કરવું જરૂરી છે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ: પારિવારિક વ્યવસ્થા સુખદ અને અનુશાસિત રહેશે. પ્રેમ સંબંધોમાં મુલાકાતની તક બનશે. સ્વાસ્થ્ય: પ્રદૂષણ અને ભીડભાડમાં જવાથી પોતાનો બચાવ રાખો. ઈન્ફેક્શનની આશંકા છે. યોગ અને મેડિટેશન ચોક્કસ કરો. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: આજે કેટલાક અનુભવી અને ખાસ લોકોનું સાનિધ્ય મળશે અને તેના કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવશે. તેથી તેમના વિચારોને આત્મસાત ચોક્કસ કરો. બીજાના દુઃખ-દર્દ અને તકલીફમાં તેમની સહાયતા કરવી એ તમારો વિશેષ ગુણ રહેશે. નેગેટિવ: સમય અનુસાર પોતાનામાં પણ બદલાવ લાવવો જરૂરી છે. બાળકો પર કડક નિયંત્રણ ન રાખીને તેમને પણ પોતાના મુજબ દિવસ વિતાવવાની આઝાદી આપો, આનાથી તેમની આત્મનિર્ભરતા વધશે. તમારા અહંકાર વ ગુસ્સાના લીધે માહોલ થોડો અસ્ત-વ્યસ્ત થઈ શકે છે, એ વાતનું ધ્યાન રાખો. વ્યવસાય: વ્યાવસાયિક સંપર્ક સૂત્રો સાથે ફોન કે મેળ-મિલાપ દ્વારા કેટલીક સકારાત્મક ચર્ચા થઈ શકે છે, જે ફાયદાકારક સાબિત થશે. ભાગીદારીમાં તમારા સહયોગીઓ સાથે યોગ્ય તાલમેલ બનેલો રહેશે તથા કાર્યસ્થળની વ્યવસ્થા પણ બહેતર બનશે. લવ: જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા વધશે તથા પરિવારમાં પણ સુખ-શાંતિપૂર્ણ માહોલ રહેશે. સ્વાસ્થ્ય: અતિશય વિચાર-વિમર્શથી તણાવ અને માથાના દુખાવાની સમસ્યા વધી શકે છે. થોડો સમય પોતાની મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ લગાવો. લકી કલર: લાલ લકી નંબર: 3 પોઝિટિવ: જો કોઈ પેમેન્ટ વગેરે ફસાયેલું હોય તો આજે તેના માટે ઉઘરાણી કરી શકો છો. ભાવુકતાને બદલે પ્રેક્ટિકલ રીતે પોતાના કાર્યો સંપન્ન કરો. આનાથી તમે સારો રીતે નિર્ણય લઈ શકશો. વિદ્યાર્થીઓની કોઈ વિષયને લઈને ચાલી રહેલી સમસ્યા દૂર થઈ જશે. નેગેટિવ: તમારી માનસિક સ્થિતિને સકારાત્મક બનાવી રાખો. વિચાર્યા વગર ક્યાંય પણ રોકાણ ન કરો. અનાવશ્યક ખર્ચાઓ વધવાથી કોઈ ચિંતાની સ્થિતિ રહી શકે છે. યુવા વર્ગ પ્રેમ પ્રસંગોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે કોઈ પણ સમજૂતી ન કરે. વ્યવસાય: કારોબારને લઈને આ સમય ખૂબ જ મહેનત કરવાનો તથા ચોકન્ના રહેવાનો છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકારી બિલકુલ ન કરો. તમારો જનસંપર્કની લિમિટને વધુ વિસ્તૃત કરો. નોકરીમાં ક્લાયન્ટ પ્રત્યે મધુર વ્યવહાર અને સંયમ રાખવો અતિ આવશ્યક છે. લવ: અચાનક જ કોઈ નજીકના સંબંધીનું આગમન થવાથી વાતાવરણ ખુશહાલ રહેશે. લવ પાર્ટનરના માન-સન્માનની અવહેલના ન કરો. સ્વાસ્થ્ય: ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરશે. અસંતુલિત ખાવાપીવાના લીધે પેટ બગડેલું રહી શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    02 નવેમ્બરનું ટેરો રાશિફળ:મેષ રાશિના લોકોએ ધીરજ રાખવી જરૂરી, કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં ફાયદો થવાની સંભાવના
    Next Article
    Ground Report | માવઠાએ દિવાળી બગાડી! | પાર્ટી, પોલીસ અને સવાલો | Weather Update | Ground Report

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment