Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાના રવિવારની રજામાં ગુજરાતમાં ખરીદીનો ધમધમાટ:છેલ્લી ઘડીની ખરીદી કરવા બજારમાં ગ્રાહકોનું કીડિયારું, ટ્રાફિકજામે પણ લોકોનો જોશ ન ઘટાડ્યો

    19 hours ago

    દિવાળી તહેવાર પહેલા અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદમાં ભદ્ર બજાર, સુરતની ચૌટા બજાર અને વડોદરાની મંગળ બજારમાં ગ્રાહકોનું કિડીયારું ઉભરાયું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડતા બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. ભદ્ર બજારમાં 'બજેટ ફ્રેન્ડલી' સેલના અવાજો સંભળાયા અમદાવાદના ભદ્ર બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે જનસેલાબ ઉમટી પડતા પગ મુકવાની જગ્યા પણ જોવા મળી ન હતી. બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લી ઘડીની ખરીદીનો આનંદ જ કંઈક અલગ હોય છે, કારણ કે વેપારીઓ પણ સ્ટોક ખાલી કરવા માટે આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપતા હોય છે. ભદ્ર બજારના પાથરણાં બજારથી લઈને નાની-મોટી દુકાનો સુધી દરેક જગ્યાએ 'રૂપિયા સો માં ત્રણ' કે 'બજેટ ફ્રેન્ડલી' સેલના પોકારો સંભળાઈ રહ્યા છે.​ છેલ્લા 4 દિવસથી ભીડ જોવા મળી રહી છે બજારમાં ઉમટેલી અભૂતપૂર્વ ભીડને કારણે લાલ દરવાજા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પગ મૂકવાની જગ્યા ન હોવા છતાં લોકો ખરીદીનો આનંદ માણી રહ્યા છે. ​દિવાળીના માહોલને લઈને વેપારી અબ્દુલ રહિમે જણાવ્યું કે ગયા વર્ષ કરતા 60 ટકા ધંધો ઓછો છે. છેલ્લા 4 દિવસથી ખરીદી માટે લોકોની ભીડ જોવા રહી છે. 1000 દુકાનદારો દ્વારા બજારને રોશનીથી શણગાર તો આ તરફ રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરની 50 વર્ષ જૂની બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અહીંના 1000 દુકાનદારો દ્વારા સમગ્ર બજારને રોશનીથી શણગારવામાં આવી છે. દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે અહીં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. જેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મંગળ બજાર, નવા અને સદર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો વડોદરાના માંડવીથી લહેરીપુરા ગેટ તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ લોકો પોતાના વાહનો રસ્તાની આસપાસ આડેધડ પાર્કિંગ કરતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના માંડવી, મંગળ બજાર, નવા બજાર, સદર બજાર અને મદન માર્કેટ સહિત રાવપુરા વિસ્તારમાં લોકો કપડાં સહિત દિવાળીની રોશની અને ઘર ડેકોરેશન સહિતના સામાન ખરીદવા ઉમટી પડ્યા હતા. રવિવાર સુધી બજારમાં આ રીતે ભીડ રહે તેવી આશા બિલાલ મેમણે જણાવ્યું હતું કે દિવાળી નજીક હોવાને કારણે અને રવિવાર હોવાથી બજારમાં ગ્રાહકોની ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે. ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધંધો ખૂબ જ સારો રહ્યો છે. તેઓ સવારના 10 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી વેપાર કરે છે અને આગામી રવિવાર સુધી બજારમાં આ જ પ્રકારની ભીડ અને ઘરાકી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરે છે. સુરતના ચૌટા બજારમાં પણ લોકો ખરીદી માટે ઉમટ્યા સુરતના ચૌટા બજારમાં પણ દિવાળી પહેલા ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. કામદારો અને નોકરીયાતોના પગાર થતાં જ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. નાના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ સુધીના તમામ લોકો નવા કપડાં અને અન્ય વસ્તુઓની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. આગામી એક સપ્તાહ સુધી ચૌટા બજાર ખરીદી માટે સંપૂર્ણપણે ભરચક રહેવાની સંભાવના છે. 'માર્કેટમાં ખૂબ જ સરસ અને આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ' ચૌટા બજારમાં ખરીદી કરવા આવેલા યુક્તિ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટમાં અવનવી ટ્રેન્ડી વસ્તુ આવી છે. એક વસ્તુ જોઈએ તો બીજી ગમી જાય અને બીજી જોઈએ તો ત્રીજી ગમી જાય તેવું કન્ફ્યુઝન છે. મોંઘવારી વધી ગઈ છે છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. તહેવારનો આનંદ માણવા લોકો ભારે ભીડ વચ્ચે પણ ધક્કા ખાઈને ખરીદી કરવા આવી રહ્યા છે. આ વર્ષે માર્કેટમાં ખૂબ જ સરસ અને આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ છે. વેપારી નવઘણ ભાઈએ જણાવ્યું હતું કે, દિવાળીના હિસાબે ગ્રાહકો માટે ખાસ ઓફરો પણ મૂકવામાં આવી છે જેથી ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિવાળીનો માહોલ બહુ સારો છે અને પરંપરાગત તથા નવું કલેક્શન ખૂબ વેચાઈ રહ્યું છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ બજારમાં ભીડ અને સમસ્યાઓ પણ વધી રહી છે. આ વર્ષે ઈયરિંગ્સ અને એસેસરીઝની ચેઈનનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે. શૂઝ અને ફૂટવેરના વેપારી સાકીર પટેલે જણાવ્યું હતું કે, અમારી દુકાને ટ્રેન્ડિંગ કલેક્શન ઉપલબ્ધ છે અને ગ્રાહકો માટે દિવાળીની વિશેષ ઓફરો પણ રાખવામાં આવી છે. ઓનલાઈન ખરીદી કરતા લોકો દુકાને રૂબરૂ આવીને ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અમે પાંચસો રૂપિયામાં બે જોડી ચંપલ જેવી આકર્ષક સ્કીમ પણ મૂકી છે, જેથી ગ્રાહકોનો સારો ધસારો જોવા મળી રહ્યો છે. ગેરકાયદે દબાણો-ખિસ્સા કપાઈ જવાની ગંભીર સમસ્યા વેપારી મુકેશભાઈએ બજારની ગંભીર સમસ્યાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ચૌટા બજારમાં દુકાનોની બહાર દસથી પંદર ફૂટ સુધી ખોટી રીતે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, જેના કારણે આખી બજારમાં ટ્રાફિક અને હાલાકી સર્જાય છે. તાડપત્રીઓ બાંધવાથી બજારમાં હવાની અવરજવર પણ બંધ થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનો આગળ ભાડે જગ્યા આપીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ કોર્પોરેશન આ બાબતે કોઈ નક્કર પગલાં લેતું નથી. વધુમાં મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, બજારમાં ભારે ભીડના કારણે ખરીદી કરવા આવતા લોકોના મોબાઈલ અને પાકીટ ચોરાઈ જવાના એટલે કે ખિસ્સા કપાઈ જવાની ઘટનાઓ પણ વધી રહી છે. અમારી કોર્પોરેશનને નમ્ર અપીલ છે કે આ ગેરકાયદેસર દબાણો વહેલી તકે હટાવવામાં આવે જેથી ગ્રાહકો અને વેપારીઓ બંને સુરક્ષિત રહી શકે. સુરત પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન દિવાળીને કારણે બજારોમાં ભારે ભીડ અને ખરીદીનો માહોલ જોતાં સુરત પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ ડેમો કરવામાં આવ્યા હતા. ખરીદીમાં વ્યસ્ત રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓના પાકીટ અને મોબાઈલ ચોરી થઈ જવાની ઘટનાઓ અટકાવવા માટે મહિલા પોલીસે ખરીદી કરવા આવનાર ગ્રાહકોને માર્ગદર્શન આપ્યું હતું. મહિલા પોલીસકર્મીઓએ લોકોને સૂચના આપી હતી કે ખરીદી કરતી વખતે એકદમ મશગુલ ન રહેતા પોતાના પાકીટ, મોબાઈલ અને રોકડ રકમ પર વિશેષ ધ્યાન રાખવું. આ ઉપરાંત, ભીડભાડવાળા વિસ્તારોમાં ખરીદી કરતી વખતે નાના બાળકો પણ ગુમ થઈ જવાની શક્યતાઓ રહેતી હોવાથી બાળકોની પણ વિશેષ કાળજી રાખવા માટે સુરત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. મોબાઈલ સાચવીને વારંવાર ચેક કરતા રહેવું જોઈએ આ અંગે વાત કરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈને ચૌટા બજારમાં હાલ પોલીસ પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. જે લોકો કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખતા નથી અને ખરીદીમાં વ્યસ્ત રહે છે તેમને અમે જાગૃત કરી રહ્યા છીએ. ભીડ એટલી બધી હોય છે કે લોકો અથડાઈને સામાન લઈને જતા રહે છે અને ખબર પણ રહેતી નથી. બને ત્યાં સુધી કિંમતી ઘરેણાં પહેરીને ન આવવું અને મોબાઈલ સાચવીને વારંવાર ચેક કરતા રહેવું જોઈએ. નાના બાળકોને પણ ઘરે વડીલો પાસે મૂકીને આવવું વધુ હિતાવહ છે. તહેવારની ખરીદી કરવા આવેલા ગ્રાહક ફાલ્ગુનીબેન ગોહિલએ જણાવ્યું હતું કે, હું મારી દીકરી સાથે ચોકલેટ અને અન્ય ખરીદી કરવા આવી હતી. ભારે ભીડના કારણે મારા પર્સમાંથી ફોન ચોવાઈ ગયો છે. પોલીસે અમને ખૂબ જ સારો સંદેશ આપ્યો છે કે બજારમાં ખરીદી કરતી વખતે હંમેશા સાવચેત રહેવું અને પોતાની કિંમતી ચીજવસ્તુઓની જવાબદારી પોતાની જાતે રાખવી જોઈએ. ચૌટા રોડ પર ટ્રાફિકની ભારે સમસ્યા ચૌટા રોડ પર ખરીદી માટે આવતા લોકોની ભારે ભીડના કારણે લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ચૌટા બજાર પહોંચવા માટે લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. ચોક બજારથી ભાગળ સુધીના રસ્તા પર ખૂબ જ લાંબો ટ્રાફિક સર્જાયો છે, જેના કારણે સામાન્ય દિવસોમાં દસ મિનિટનો રસ્તો કાપવામાં લોકોને હાલ અડધો કલાક જેટલો સમય લાગી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ આંદોલનના પાંચમા દિવસે રક્તદાન કર્યું:250થી વધુ કર્મચારીઓ જોડાયા; સુરેન્દ્રનગરના 27 કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું, રાજ્ય કર્મચારી મહામંડળે સમર્થન આપ્યું
    Next Article
    Rahul Gandhi | દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી યોજાઈ | Ramlila Maidan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment