Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ એલ.જે. કોલેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો:અચાનક તમામ કમ્પ્યુટર બંધ થતાં ઉમેદવારો અટવાયા; અધિકારીઓ જવાબ આપ્યા વિના રવાના

    17 hours ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (ક્લાસ-3)ની કમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ (CBRT) દરમિયાન અમદાવાદની જાણીતી ન્યૂ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કેન્દ્ર ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. પરીક્ષા શરૂ થયાના આશરે એક કલાક બાદ કેન્દ્રના તમામ કમ્પ્યુટર્સ અચાનક બંધ થઈ જતાં પરીક્ષા અધવચ્ચે જ ખોરંભાઈ ગઈ હતી. લાંબા સમય સુધી ટેકનિકલ ખામી ન ઉકલતાં અને સમય વેડફાતાં ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. આ દરમિયાન કેન્દ્ર પર હાજર રહેલા જવાબદાર અધિકારીઓ સંતોષકારક ખુલાસો આપ્યા વિના નીકળી ગયા હોવાનો આરોપ મૂકી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. બપોરની બીજી શિફ્ટમાં 4.31 વાગ્યે સર્જાઈ ટેક્નિકલ ખામી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન બે અલગ-અલગ શિફ્ટમાં કરવામાં આવ્યું હતું, જેમાં સવારની શિફ્ટ પૂર્ણ થયા બાદ બપોરની શિફ્ટની પરીક્ષા ચાલી રહી હતી. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, બપોરે 4.31 વાગ્યાના સુમારે અચાનક સમગ્ર કોલેજના તમામ કમ્પ્યુટર્સ એકસાથે બંધ થઈ ગયા હતા. સિસ્ટમ બંધ થઈ જતાં સ્ક્રીન બ્લૅન્ક થઈ ગઈ હતી અને પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ઘણા સમય સુધી કોઈ ઉકેલ ન આવતાં વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર દોડી આવ્યા હતા અને મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ‘અધિકારીઓ જવાબ આપ્યા વગર ભાગી છૂટ્યા, જવાબદારી કોણ લેશે?’ રોષે ભરાયેલા ઉમેદવારોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એકસાથે તમામ કમ્પ્યુટર સિસ્ટમ કઈ રીતે બંધ પડી ગઈ? પરીક્ષા કેન્દ્ર પર હાજર સુપરવાઈઝર્સ કે વહીવટી અધિકારીઓમાંથી કોઈ પણ આ છબરડાની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું. અધિકારીઓ 'સિસ્ટમ અમારા હાથમાં નથી' તેવા ગોળગોળ જવાબો આપી કેન્દ્ર છોડીને રવાના થઈ ગયા હતા. ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે જો મેનેજમેન્ટ જ યોગ્ય ન હોય તો આવી બેદરકારીનો ભોગ મહેનતુ યુવાનોએ કેમ બનવું પડે? 5 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં પાંચ-પાંચ વર્ષથી સરકારી નોકરી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા છે. પરીક્ષામાં આવા અણઘડ આયોજનના કારણે તેમનો કિંમતી સમય અને તક બંને વેડફાઈ જાય છે. આ સમગ્ર છબરડાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અસરગ્રસ્ત ઉમેદવારો માટે નવેસરથી પારદર્શક રીતે પુનઃપરીક્ષા (Re-exam) યોજવામાં આવે તેવી એકસૂર માગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પિતાના અંતિમ સંસ્કાર પછી બાળકો સંસ્કાર ભૂલ્યાં!:સ્મશાનઘાટથી પરત ફરતી વખતે સંજય ગુપ્તાના દીકરા-દીકરીએ પાપારાઝીને મિડલ ફિંગર બતાવી
    Next Article
    વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ આંદોલનના પાંચમા દિવસે રક્તદાન કર્યું:250થી વધુ કર્મચારીઓ જોડાયા; સુરેન્દ્રનગરના 27 કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું, રાજ્ય કર્મચારી મહામંડળે સમર્થન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment