Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીરે કહ્યું- મારી ડિક્શનરીમાં ડર શબ્દ નથી:કેપ્ટન અય્યરે કહ્યું- બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારાની જરૂર; ફિલિપ્સ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો

    16 hours ago

    ભારતે ન્યૂઝીલેન્ડને 5 મેચની T20 સિરીઝમાં 3-2થી હરાવ્યું. સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરએ કહ્યું, મારી ડિક્શનરી અને ડિરેક્ટરીમાં ડર નામનો કોઈ શબ્દ નથી. ગંભીરે પહેલી મેચનું ઉદાહરણ આપીને ખેલાડીઓના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે ટીમે 15 કલાકની લાંબી ફ્લાઇટ બાદ માત્ર એક જ પ્રેક્ટિસ સેશન કર્યું હતું, તેમ છતાં મુકાબલો જીતી લીધો. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે બોલિંગ અને ફિલ્ડિંગ વધુ સારી થઈ શકતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને સિરીઝનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો. તેણે પાંચ મેચમાં 341 રન બનાવ્યા. થાક છતાં જીત મેળવી ગંભીરે કહ્યું કે વિદેશી પરિસ્થિતિઓમાં રમતી વખતે ટીમે મુશ્કેલ પરિસ્થિતિઓથી ગભરાવું જોઈએ નહીં. ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓને લાંબી મુસાફરી અને ઓછી પ્રેટ્કિસનો સામનો કરવો પડ્યો. તેમ છતાં પ્રથમ મેચમાં જીત મેળવવી સરળ નહોતી. ગંભીરે આ પ્રદર્શનને ટીમની માનસિક મજબૂતીનું ઉદાહરણ ગણાવ્યું. સિરીઝની શરૂઆતની ત્રણ મેચમાં ભારતે સતત જીત નોંધાવી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે કમબેક કરતાં છેલ્લી બંને મેચ પોતાના નામે કરી. હવે ધ્યાન વન-ડે સિરીઝ પર- અય્યર અય્યરના જણાવ્યા મુજબ, ન્યૂઝીલેન્ડમાં રમતી વખતે ખેલાડીઓએ અલગ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. તેણે આકાશમાં સ્પષ્ટ પ્રકાશ અને મેદાન પર અંધકાર જેવી સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવી પરિસ્થિતિઓ ભારતમાં સામાન્ય રીતે જોવા મળતી નથી. કેપ્ટને એમ પણ કહ્યું કે ટીમ આ ખામીઓ પર ચર્ચા કરશે. જોકે, હવે તેનું ધ્યાન વન-ડે સિરીઝ પર છે અને ખેલાડીઓ સારા મૂડમાં છે. રિષભ પંતની ઈજા અંગે ગંભીર પાસે અપડેટ નથી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને રિષભ પંતની ઉપલબ્ધતા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે હાલમાં તેમની પાસે પંતની ઈજા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. સિરીઝનું પરિણામ વિપરીત પણ હોઈ શક્યું હોત- સેન્ટનર ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે સ્વીકાર્યું કે સિરીઝ ખૂબ જ કઠિન રહી. તેના અનુસાર, શરૂઆતની બે મેચમાં કેટલીક એવી તકો આવી હતી, જેનો ન્યૂઝીલેન્ડ લાભ ઉઠાવી શક્યું હોત. જો ટીમે તે તકોનો વધુ સારો લાભ લીધો હોત, તો સિરીઝનું પરિણામ ભારતને બદલે ન્યૂઝીલેન્ડની તરફેણમાં પણ આવી શક્યું હોત. સેન્ટનરે બોલિંગની પ્રશંસા કરી. તેણે કહ્યું કે છેલ્લી બે મેચમાં બોલરોએ પરિસ્થિતિ અનુસાર પોતાની વ્યૂહરચના બદલી. ઝડપી બોલરોએ યોર્કર, વાઇડ બોલ અને યોગ્ય લેન્થનો ઉપયોગ કર્યો.
    Click here to Read More
    Previous Article
    CBSE Board Date Sheet 2027 LIVE: 10-12वीं की डेटशीट का PDF ऐसे करें डाउनलोड, आसान है स्टेप्स
    Next Article
    પિતાના અંતિમ સંસ્કાર પછી બાળકો સંસ્કાર ભૂલ્યાં!:સ્મશાનઘાટથી પરત ફરતી વખતે સંજય ગુપ્તાના દીકરા-દીકરીએ પાપારાઝીને મિડલ ફિંગર બતાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment