Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બસસ્ટેશન-ડેપો વર્કશોપમાં સફાઈ અભિયાન:સેવા સંકલ્પ અભિયાનમાં સાંસદ માનસિંહ પરમાર સહિત આગેવાનો-એસટી કર્મચારીઓએ શ્રમદાન કર્યું

    9 hours ago

    રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અને જાહેર સ્થળોની સુઘડતા જાળવવાના હેતુથી શરૂ કરવામાં આવેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન અને એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે સઘન સફાઈ અભિયાન યોજાયું હતું. તારીખ 1 નવેમ્બર, 2026ના રોજ રવિવારે હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં રાજકીય આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ એસ.ટી. ડેપોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રમદાન કર્યું હતું. રાજ્ય સરકારના 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની પહેલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનનીય માનસિંહભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અભિયાન દરમિયાન બસ સ્ટેશનના વિવિધ વિસ્તારો તેમજ ડેપો વર્કશોપમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. એસ.ટી. ડેપોના સ્ટાફે પણ માત્ર ઔપચારિક હાજરી પૂરતી મર્યાદિત ન રહેતા જાતે શ્રમદાન કરીને સફાઈ કામગીરીમાં સહભાગી બન્યા હતા. જાહેર પરિવહન સાથે સંકળાયેલા સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને મુસાફરોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહી છે. બસ સ્ટેશન એ દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર ધરાવતું જાહેર સ્થળ છે. ત્યારે આવા સ્થળોએ નિયમિત સફાઈ, સ્વચ્છતા અને વ્યવસ્થાની જાળવણી કરવી અત્યંત જરૂરી છે. આ અભિયાન દ્વારા કર્મચારીઓ અને નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી આવી સ્વચ્છતા પ્રવૃત્તિઓથી સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા સાથે સામૂહિક જવાબદારી અને શ્રમદાનની ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે. વેરાવળ એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા આ અભિયાનમાં આગેવાનો અને કર્મચારીઓની સહભાગિતાએ સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ BEML પ્લાન્ટમાં શરૂ:ભારતીય પેસેન્જર્સ અને દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને કોચ-સીટની ડિઝાઈન, મુંબઈ-અમદાવાદ વચ્ચે 250 KMની ઝડપે દોડશે
    Next Article
    Rahul Gandhi's 'Protest, Then Shop' Appeal Hits 'Closed' Wall In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment