Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલ્મીકી સમાજ વિરુદ્ધ ટિપ્પણી બદલ યુટ્યુબર સામે ફરિયાદની માંગ:ક્રિષ્ના રાખોલીયા એ વીડિયોમાં કહ્યું મજા આવે તો સાફ-સફાઈ કરવા અવાય, તમે ફ્રીમાં નથી કરતા,અનામત લઈને પૈસાવાળા બનેલો સમાજ છો,અનુ.જાતી સમાજ દ્વારા ફરિયાદની માંગ..

    7 hours ago

    જૂનાગઢ ખાતે સોશિયલ મીડિયાના માધ્યમથી વાલ્મીકી સમાજ વિરુદ્ધ જાતિવાદી, અપમાનજનક અને ભેદભાવ ફેલાવતા નિવેદનો આપવાના વિરોધમાં રોષ જોવા મળ્યો છે. અનુ . જાતિ સમાજ દ્વારા દ્વારા સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ રજૂ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના યુટ્યુબર ક્રિષ્ના રાખોલીયા ઉર્ફે ક્રિષ્ના પટેલે ફેસબુક અને યુટ્યુબ પર વિડિયો પ્રસારિત કરીને વાલ્મીકી સમાજને નીચો દેખાડવા તેમજ સામાજિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો કર્યા છે. આ વિડિયોમાં સફાઈ કામદારો અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વિડીયોમાં યુટ્યુબર ક્રિષ્ના રાખોલીયા એ વાલ્મીકી સમાજ મામલે કથિત નિવેદન કરતા કહ્યું કે, "તમે સફાઈ ફ્રીમાં નથી કરતા તમારામાં નબળાઈ છે અને તમે તેને જ લાયક છો", "તમે સફાઈ કરો છો એ ઉપકાર નથી કરતા વધારે પૈસા લ્યો છો", "તમેં તમારા વાલ્મીકીની સોસાયટી અલગથી બનાવો", "તમો એટ્રોસીટી કરો છો એટલે તમારી સાથે શું કામ રહીએ?", "અમે તમને સાથી રાખી અમારી સોસાયટીમાં ભેળસેળ કરવા નથી માગતા", "અમારા વડવાઓસે તમારાથી દૂર રહેવા જણાવ્યું છે.", "તમારું દૂષણ પરમેનન્ટ ન ઘુસે એટલે તમે દૂર રહો", "મફતની અનામત લઈને બેઠા છો, તો તમારી સોસાયટી નોખી બનાવો". ​આ મામલે બહુજન વિકાસ ફોર્સના અધ્યક્ષ નિખિલ ચૌહાણે જણાવ્યું હતું કે આજરોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે જે ક્રિષ્ના રાખોલિયા યુટ્યુબર છે, એના દ્વારા જે જાહેરમાં વાલ્મીકી સમાજની જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને ઉતારી પાડવામાં આવ્યું હતું, આખા ભારતમાં લોકો સામે એની સામે અમે અત્યારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આવ્યા છીએ. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે આખા ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક નીચ માનસિકતા ધરાવતી વ્યક્તિએ આખા વાલ્મીકી સમાજને હડધૂત કર્યો છે અને સામે વિડિયો પુરાવાઓ હોવા છતાં પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવાના અને મુદ્દો ભટકાવવાના પ્રયત્નો કરી રહી છે. ​જો આજના દિવસમાં એફઆઈઆર નહીં નોંધાય તો અમારે આંદોલન રૂપી ઉગ્ર પગલાં ભરવા પડશે તેવી ચેતવણી આપતા નિખિલ ચૌહાણે ઉમેર્યું હતું કે કદાચ જો આ પોલીસ ફરિયાદ નહીં લે અને પોલીસતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આંદોલન કરવાની સાથે જરૂર પડ્યે જીવનું જોખમ ખેડીને પણ આજની તારીખમાં આ ગુનો દાખલ કરાવીને જ જઈશું. ​આ લેખિત ફરિયાદમાં બંધારણની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989 ની કલમ 3(1)(યુ) હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર બાબતે સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કૂવામાં પડી જતાં આધેડનું મોત:પંચમહાલના વીઝાપુરમાં ગોધરા અને શહેરા ફાયર વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા
    Next Article
    दिल्ली में उमड़ी भारी भीड़, खुली बस में निकलने राहुल अखिलेश, लाइव कवरेज

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment