Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્વાનને પકડીને દૂર ઘા કર્યો:પશુ સાથે ક્રૂરતા આચરનાર જીતુ ગોસ્વામી સાથે પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ ફરિયાદ નોંધાવી

    1 day ago

    સુરત શહેરમાં મૂંગા પશુઓ પર અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક શ્વાન સાથે ક્રૂરતા આચરવામાં આવતા વીડિયો વાઇરલ થયા બાદ પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ધૈર્ય વેલફેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ જીતુ ગોસ્વામી નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શ્વાનને જમીન પર નિર્દયતાથી પટક્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જીતુ ગોસ્વામી નામનો શખ્સ એક શ્વાનને નિર્દયતાથી જમીન પર પટકતો જોવા મળે છે. મૂંગા પશુ સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન સામે આવતાં પશુપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ વીડિયો ધ્યાને આવ્યા બાદ ગૌરાંગ મિશ્રા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે લેખિત રજૂઆત કરી શ્વાન પર ક્રૂરતા આચરનાર શખ્સ સામે કાયદા મુજબ કડક કાર્યવાહીની માગ કરી હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી પશુપ્રેમીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પોલીસ અધિકારીઓએ ગંભીરતાથી સાંભળી હતી. આ મામલે તપાસ કરી જવાબદાર શખ્સ સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. પશુઓને પણ શાંતિથી જીવવાનો અધિકાર છેઃ ફરિયાદી પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારું કાર્ય પશુ સેવાનું અને તેમને બચાવવાનું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જીતુ ગોસ્વામી નામના શખ્સ દ્વારા એક શ્વાનને રોડ પર ખૂબ જ જોરથી પટકવામાં આવ્યો છે, જે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય છે. મારી આમ જનતાને અપીલ છે કે આપણી આસપાસ રહેતા મૂંગા પશુઓ પ્રત્યે દયાભાવ રાખો, કારણ કે તેમને પણ શાંતિથી જીવવાનો પૂરો અધિકાર છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂના વેપલા સામે કાર્યવાહી:વડોદરામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,1.50 લાખની કાર સહિત કુલ રૂ.2.48લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    "Same Pattern": Shreyas Iyer's 1 Big Captaincy Flaw Exposed By Ex-India Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment