Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સગીરા પર દુષ્કર્મના આક્ષેપમાં બે વૃદ્ધો ઝડપાયા:મૃત બાળકના જન્મ બાદ સગીરા સાથે દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો;ડીએનએ રિપોર્ટ અને નિવેદનના આધારે કાર્યવાહી

    8 hours ago

    જામનગરમાં સાડા બાર વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપમાં પોલીસે 65 અને 66 વર્ષના બે વૃદ્ધોની ધરપકડ કરી છે. ડીએનએ રિપોર્ટ અને સગીરાના નિવેદનના આધારે બંનેની સંડોવણી સામે આવી હતી. અદાલતના હુકમથી બંને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. મૃત બાળકના જન્મ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ સગીરા ગર્ભવતી બની હતી. 2 ઓગસ્ટે તેને પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે છ મહિને મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ડીએનએ પરીક્ષણના આધારે પોલીસે તપાસ હાથ ધરી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે સગીરાના નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરી હતી. આરોપીઓ નક્કી કરવા માટે ડીએનએ પરીક્ષણ અર્થે સગીરા, મૃત બાળક અને બંને શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોર્ટના આદેશથી આરોપીઓને જેલમાં મોકલાયા ડીએનએ રિપોર્ટ અને નિવેદનોના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતના આદેશથી તેમને જેલમાં મોકલી દેવાયા હતા. સગીરા માતાના ઘરે અને પોલીસ તપાસ ચાલુ દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા હાલ તેની માતાના ઘરે રહેવા ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ચર્ચાસ્પદ કેસ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ વધુ કાનૂની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી:રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસ રેડ, 30 દંપતી સહિત 76 ઝડપાયા; મોરબી ઉદ્યોગપતિઓની હાજરી, 38 સામે FIR
    Next Article
    Surat News | મિલેનિયમ-2 માર્કેટમાં પેમેન્ટની ઉઘરાણી મુદ્દે વેપારી અને વિવર્સ સામસામે | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment