Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બ્રહ્માકુમારી અને પાટીદાર સમાજનો સંયુક્ત કાર્યક્રમ:રાજયોગિની સુમનદીદીની પરિવાર સાથે સમય વિતાવવા અપીલ;વ્યસ્તતા વચ્ચે મેડિટેશન અને સંતુલન જાળવવા ભાર

    1 day ago

    પાટણમાં લેઉવા પાટીદાર સમાજ અને બ્રહ્માકુમારીઝ દ્વારા સંયુક્ત રીતે ‘સુખ શાંતિનો આધાર એક પિતા એક પરિવાર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માઉન્ટ આબુથી આવેલા મુખ્ય વક્તા રાજયોગિની બ્રહ્માકુમારી સુમનદીદીએ વ્યસ્ત જીવનમાં પણ પરિવાર સાથે સમય વિતાવવા અને મેડિટેશન અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સુમનદીદીએ ઉપસ્થિત સહુ લોકોને કૌટુંબિક મૂલ્યો અને રાજયોગનું મહત્વ સમજાવ્યું હતું. સંબંધો અને માનસિક શાંતિનું મહત્વ સુમનદીદીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં સંબંધો બંધનરૂપ બન્યા છે. જીવનમાં તન, મન, ધન અને જન એ ચાર મુખ્ય આધાર છે. લોકો શરીર અને ધન પ્રત્યે જાગૃત છે, પરંતુ મન અને સંબંધો પર ઓછું ધ્યાન આપે છે. ધન પાછળ દોડવાથી પરિવાર સાથે સંતુલન જળવાતું નથી અને સામાજિક સંબંધો બગડવાથી મન અશાંત બને છે. મોબાઈલનો અતિરેક અને પરિવારનો સહકાર સુવિધાઓ હોવા છતાં લોકો પાસે એકબીજા માટે સમય નથી. સાથે રહેતા લોકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને વડીલોને માર્ગદર્શકને બદલે બોજ માનવાની ભૂલ કરે છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પરિવાર સાથે બેસવું, પરસ્પર હૂંફ આપવી અને રોજિંદા જીવનમાં મેડિટેશન કરવું અત્યંત જરૂરી બન્યું છે. આયોજન અને મહેમાનોનું સ્વાગત કાર્યક્રમની શરૂઆત પરમાત્માની સ્મૃતિ સાથે થઈ હતી. કુમારી કાવ્ય અને જિનયાએ આકર્ષક સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. નિધિ પટેલે સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો. લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ મનોજ પટેલે આયોજન બદલ નીલમદીદીનો આભાર માન્યો હતો અને સંસ્થાની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની મુક્ત મને પ્રશંસા કરી હતી. મેડિટેશનથી સ્વાસ્થ્ય લાભ અંગે અનુભવ ડૉ. આદિત્ય પટેલે કહ્યું કે રાજયોગના અભ્યાસથી મનોબળ મજબૂત બને છે. ડૉ. જય પટેલે સંસ્થા દ્વારા દરેક વર્ગ માટે થતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. મેડિકલ કોલેજના ડૉ. અનિલ પટેલે મેડિટેશનથી શારીરિક બીમારીઓમાં પણ રાહત મળતી હોવાનો પોતાનો અંગત અનુભવ રજૂ કર્યો હતો. દિવ્ય સ્મરણ અને વડીલોનું સન્માન પાટણ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા નીલમદીદીએ જીવનમાં સુખ-શાંતિ માટે પરમાત્માનું સ્મરણ જરૂરી ગણાવી લોકોને મેડિટેશન કરાવ્યું હતું. મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું તથા સંસ્થા સાથે 10 કે તેથી વધુ વર્ષોથી જોડાયેલા પાટીદાર સમાજના વડીલોનું બહુમાન કરાયું હતું. આગેવાનોની ઉપસ્થિતિ અને આભારવિધિ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્ય મગન પટેલ માનસી, જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત પાટણ નાગરિક બેંકના વાઈસ ચેરમેન કેતા પટેલ, મુકેશ પટેલ નવાબ, મહિલા અગ્રણીઓ અને સમાજના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડૉ. આશા પટેલે સર્વેનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    SIR સામે આજે વિપક્ષની રેલી:રામલીલા મેદાનમાં લોકો ભેગા થવા લાગ્યા; સીજેપીએ કહ્યું- ઈન્ડિયા બ્લોકની રેલીમાં સામેલ નહીં થાય
    Next Article
    આજે ખરીદીનો મહાયોગ 'રવિ પુષ્ય નક્ષત્ર':ચોપડા, સોના-ચાંદીની ખરીદી પહેલાં જોઈ લો શુભ મુહૂર્ત; રાશિ પ્રમાણે શું ખરીદશો? દિવાળીથી લઈ લાભ પાંચમ સુધીનાં મુહૂર્ત પણ નોંધી લો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment