Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:તુલા-ધન રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીની કૃપા, મિથુન-વૃશ્ચિક રાશિના લોકો સફળતાનો સ્વાદ ચાખશે

    1 day ago

    01 નવેમ્બર, રવિવારથી 07 નવેમ્બર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ: આ અઠવાડિયે જીવન પ્રત્યે તમારું સકારાત્મક વલણ તમને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનો માર્ગ બતાવશે. તમારી રહેણીકેહણી અને બોલચાલની શૈલી લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. ઘરમાં કોઈ શુભ માંગલિક કાર્ય સંપન્ન થવા જેવી યોજના બનશે. નેગેટિવ: ક્યારેક તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવું તમારા સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. સારું રહેશે કે યોગ્ય આરામ પણ ચોક્કસ લો. જૂની નકારાત્મક વાતોના કારણે વર્તમાન પણ ન બગાડો. પોતાના ખર્ચાઓ પર કાબૂ રાખો. વ્યવસાય: કાર્યક્ષેત્ર પર કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે, તથા કામમાં પણ પ્રગતિ થશે. રોકાણ સંબંધી પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં યોગ્ય સમય વિતાવો. આ સમયે કોઈ નવા કામ પર પૈસા લગાવવા લાભદાયી રહેશે. નોકરીમાં વધારાનો કાર્યભાર રહેશે. લવ: વ્યસ્તતા છતાં પરિવાર માટે પણ સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: વ્યસ્તતાની સાથે-સાથે યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે. થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં પણ લગાવો. લકી કલર: લાલ લકી નંબર: 3 પોઝિટિવ: પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાને નિખારવાનો બહેતર સમય છે. કોઈ મહત્વપૂર્ણ કામ સંપન્ન થવાથી રાહતની સ્થિતિ રહેશે. લોકોની પરવા કર્યા વગર પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું નવી સિદ્ધિ હાસલ કરાવશે. નેગેટિવ: કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો પડકારજનક પણ રહેશે. પોતાની કાબિલિયત અને કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો. અજાણ્યા લોકો પર ભરોસો ન કરો, તમે કોઈ મુસીબતમાં મુકાઈ શકો છો. વ્યવસાય: અઠવાડિયાનો મોટા ભાગનો સમય કાર્યક્ષેત્ર પર જ વિતાવો તથા પોતે જ તમામ નિર્ણયો લો. વ્યાવસાયિક સ્થળે કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા કર્મચારીઓ વચ્ચે ફાટફૂટ પડાવી શકે છે. નોકરીમાં પોતાના ટાર્ગેટને સમયસર પૂરો કરવાથી રાહત મળશે. લવ: પારિવારિક માહોલ ખુશહાલ રહેશે. કોઈ વિપરીત લિંગી મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય: હવામાનની નકારાત્મક અસરથી બચવા માટે દેશી તથા આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: કોઈ પણ કામ કરતા પહેલા તેની યોજના અને બ્લૂપ્રિન્ટ ચોક્કસ બનાવો. આનાથી તમે કોઈ પ્રકારની ભૂલ થવાથી બચી જશો. પારિવારિક તથા અંગત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવા માટે કેટલીક યોજનાઓ બનાવશો અને સફળતા પણ મળશે. નેગેટિવ: પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધી બાબતોમાં પેપર વગેરેની સારી રીતે તપાસ કરી લો. આ સમયે અનુભવી વ્યક્તિઓની સલાહને નજરઅંદાજ ન કરો. રૂપિયા-પૈસાના મામલામાં તમામ નિર્ણયો પોતે જ લો. બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. વ્યવસાય: મોટા ભાગના વ્યાવસાયિક કામ ફોન અને સંપર્કોના માધ્યમથી જ સંપન્ન થતા જશે. આર્થિક સ્થિતિ બહેતર રહેશે. કમિશન અને ફાયનાન્સ સાથે જોડાયેલા કાર્યોમાં વધુ નફાની આશા ન રાખો. નોકરીયાત લોકોને પોતાના પ્રમોશન સાથે સંકળાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ: પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને પરસ્પર સામંજસ્યનો અભાવ રહેશે. સમય અનુસાર પોતાના વ્યવહારમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે ગળામાં ઈન્ફેક્શન અને છાતીને લગતી તકલીફ રહી શકે છે. બેદરકારી ન કરો તથા પોતાનું યોગ્ય ધ્યાન રાખો. લકી કલર: લીલો લકી નંબર: 9 પોઝિટિવ: આ અઠવાડિયે કુદરતના સંકેતોને સમજવાનો પ્રયાસ કરો. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. તમને યોગ્ય સમયે યોગ્ય ઉકેલ મળતો જશે. ધર્મ-કર્મ તથા આધ્યાત્મિક બાબતોમાં પણ રુચિ બનેલી રહેશે, જેનાથી તમને માનસિક સુકૂન મળશે. નેગેટિવ: શાંત મનથી પરિસ્થિતિઓને વ્યવસ્થિત કરો. ખૂબ વધારે અતિ આત્મવિશ્વાસ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વાતચીત કરતી વખતે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સાચા સમયની રાહ જુઓ. વ્યવસાય: આર્થિક સ્થિતિ બહેતર રહેશે. લોન, ટેક્સ વગેરે જેવા મામલાઓમાં કેટલીક ગૂંચવણો આવી શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા સરકારી મામલાઓ ઉકેલાશે. ઓફિસમાં બોસ કે કોઈ ઉચ્ચ અધિકારી સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. લવ: કામની સાથે-સાથે પરિવારની દેખરેખ તથા સહયોગમાં ધ્યાન આપવું જરૂરી છે. આનાથી ઘરનો માહોલ સુખદ બનેલો રહેશે. સ્વાસ્થ્ય: અતિશય કાર્યભારના લીધે તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થશે, જેનાથી તમારો તણાવ વધી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: જો કોઈ સરકારી મામલો અટકેલો હોય તો આ અઠવાડિયે સંપન્ન થઈ શકે છે. પડકારોનો તમે પૂરા આત્મવિશ્વાસ સાથે સામનો કરવામાં સમર્થ રહેશો. અનુભવી લોકોના માર્ગદર્શન પર અમલ કરવો તમારા માટે લાભદાયી સાબિત થશે. નેગેટિવ: કેટલીક આર્થિક પરેશાનીઓ આવી શકે છે, તેથી ખૂબ જ વિચારી-સમજીને ખર્ચ કરો. કોઈ નજીકના સંબંધી સાથે મામૂલી વાતને લઈને બોલાચાલી થવાની આશંકા છે, જેના લીધે સંબંધો પણ બગડશે. બાળકો પોતાના અભ્યાસ સંબંધી કોઈ તકલીફ આવવા પર તણાવમાં રહેશે. વ્યવસાય: કારોબાર સંબંધી તમામ કાર્યો વ્યવસ્થિત રૂપે સંચાલિત થતા જશે. સ્ટાફ સાથે સંકળાયેલી નાની-નાની પરેશાનીઓ આવી શકે છે, પરંતુ સમય રહેતા તેમનું નિરાકરણ પણ થઈ જશે. બહારના લોકોની દખલગીરી પોતાના અંગત કાર્યો પર ન થવા દો. ઓફિસમાં તમારું કામ નિયત સમય પર પૂરું કરો. લવ: વિપરીત લિંગી લોકો સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદિત રહો, નહિતર આનાથી તમારા વૈવાહિક જીવનમાં કલેશ ઊભો થઈ શકે છે, એ વાતનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે ગળામાં ઈન્ફેક્શન અને શરદી, ઉધરસની સમસ્યા રહી શકે છે. બેદરકારી બિલકુલ ન દાખવો, યોગ્ય સારવાર લો. લકી કલર: પિંક લકી નંબર: 6 પોઝિટિવ: ક્યાંય મૂડી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આ અઠવાડિયે તરત જ અમલ કરી દો. કોઈ મહત્વપૂર્ણ કાર્યનો પાયો નાખવા માટે આ અઠવાડિયાની ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી કોઈ ચિંતા અને તણાવમાંથી થોડી રાહત મળશે. નેગેટિવ: પોતાની ખામીઓ પર વિચાર કરો અને કોશિશ કરો કે ફરીથી એવી ભૂલ ન થાય, આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈ સમસ્યા આવવા પર કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે વિચાર-વિમર્શ ચોક્કસ કરો, આનાથી તમને યોગ્ય ઉકેલ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે અન્ય વિષયો પર પણ ધ્યાન આપે. વ્યવસાય: મોટા ભાગના વ્યાવસાયિક કાર્યો નિર્વિઘ્ને પૂરા થતા જશે અને સફળતા પણ મળશે. પરંતુ પોતાની કોઈ પણ માહિતી બીજા સાથે શેર ન કરો, નહિતર કોઈ આનો ફાયદો ઉઠાવી શકે છે. સરકારી નોકરીમાં કઈંક વધારાનો કાર્યભાર આવી શકે છે. લવ: ઘરમાં સુખદ અને સકારાત્મક વાતાવરણ બનેલું રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય: વર્તમાન વાતાવરણને નજરઅંદાજ ન કરો. બફારા વાળા હવામાનના લીધે કેટલીક સમસ્યા રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સુરક્ષા પોતે જ રાખવી જરૂરી છે. લકી કલર: કાળો લકી નંબર: 4 પોઝિટિવ: જો કોઈ પેમેન્ટ વગેરે રોકાયેલું હોય, તો આ અઠવાડિયે ઉઘરાણી કરવા પર ટુકડાઓમાં મળી શકે છે. પરંતુ આનાથી આર્થિક સ્થિતિ થોડી બહેતર બનશે. સામાજિક પ્રવૃત્તિઓમાં બદલાવ લાવવા અર્થે કોઈ સંસ્થા પ્રત્યે તમારો વિશેષ સહયોગ રહેશે. તમારી ત્યાં હાજરી વિશેષ રૂપે સન્માનજનક રહેશે. નેગેટિવ: કોઈ મિત્ર અથવા સંબંધી સાથે ચાલી રહેલા વાદ-વિવાદનો ઉકેલ ખૂબ જ વ્યાવહારિક અને કુશળ રીતે લાવો. ગુસ્સો અને આવેશ જેવી આદતોમાં સુધારો લાવો, નહિતર આની નકારાત્મક અસર તમારા પર પણ પડશે. વ્યવસાય: વ્યવસાયમાં ભાગ્ય પૂરી રીતે તમારા પક્ષમાં છે. અનાયાસ જ તમારા કામ બનતા જશે. પરંતુ ઉતાવળ ન કરીને ધીરજપૂર્વક કાર્યોને સંપન્ન કરો. નોકરીયાત વ્યક્તિઓને કોઈ વિશેષ કાર્યભાર મળવાથી જવાબદારીઓ વધશે. લવ: પારિવારિક જવાબદારીઓને તમે ખૂબ સારી રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. પરસ્પર સંબંધોમાં પણ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય: તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ઉત્તમ રહેણીકેહણી તમને સ્વસ્થ રાખશે. ઈમ્યુન સિસ્ટમ પણ ઉત્તમ રહેશે. લકી કલર: ક્રીમ લકી નંબર: 8 પોઝિટિવ: યુવા વર્ગ પોતાના કરિયર સાથે સંકળાયેલા કોઈ સારા સમાચાર મળવાથી રાહત અનુભવશે. પરંતુ કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરતા પહેલા પોતાના પારિવારિક સભ્યોની સલાહ ચોક્કસ લો. પોતાનો વિકાસ કરવા માટે થોડું સ્વાર્થી બનવું જરૂરી છે. નેગેટિવ: સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો. કોઈ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલવામાં તમારા પોતાના કામ અડધા-અધૂરા રહી શકે છે. યુવા વર્ગ નકામા પ્રેમ સંબંધો અને મોજ-મસ્તીમાં પડીને પોતાનો સમય અને કરિયર સાથે સમજૂતી ન કરે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સંબંધી કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય, તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. ગંભીરતાથી પોતાના આ મહત્વપૂર્ણ કાર્યોને અંજામ આપો. નોકરીયાત વ્યક્તિઓ પોતાના કાર્યો પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરે. લવ: પરિવારમાં સુખદ અને ખુશહાલ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજો ઉત્પન્ન થઈ શકે છે, સમય રહેતા તેને ઉકેલી લો. સ્વાસ્થ્ય: સર્વાઈકલ અને સ્નાયુઓનો દુખાવો વધી શકે છે. હવામાનથી પોતાનો બચાવ ચોક્કસ રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: આ અઠવાડિયું ખૂબ જ સંતોષજનક પસાર થશે. નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે મેળ-મિલાપ અને વાતચીતનો દોર બનેલો રહેશે. ભેટ-સોગાદોની પણ આપ-લે રહેશે. કોઈની સલાહ પર વિશ્વાસ કરવાને બદલે પોતાના નિર્ણયો લેવા વધુ ફાયદાકારક સાબિત થશે. નેગેટિવ: અનુભવી લોકો તથા પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય ચોક્કસ વિતાવો, આનાથી તમને સુકૂન મળશે. જોકે સખત મહેનત છતાં યોગ્ય પરિણામો નહીં મળી શકે. કોઈ પણ વાદ-વિવાદ જેવી પરિસ્થિતિથી દૂર રહો. વ્યવસાય: કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે વ્યાવસાયિક રૂપે જોડાવાની નીતિ સફળ રહેશે. તમારો કોઈ ટાર્ગેટ પૂરો થવાથી આર્થિક સ્થિતિ વધુ બહેતર બનવાની છે. માત્ર પોતાના પ્રયાસોને વધુ બળ આપવાની જરૂર છે. ઓફિસમાં સુકૂનભર્યો માહોલ રહેશે. લવ: પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે. પરંતુ લગ્નેતર સંબંધો ઘરની સુખ-શાંતિ ભંગ કરી શકે છે, તેથી તેનાથી દૂર રહો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર વર્તમાન વાતાવરણથી પોતાનો બચાવ રાખવો આવશ્યક છે. લકી કલર: પીળો લકી નંબર: 7 પોઝિટિવ: તમારા પ્રયાસોથી મોટા ભાગના કામ યોજનાબદ્ધ રીતે પૂરા થતા જશે. પોતાના લોકોનો સાથ અને સમયની અનુકૂળતા તમારા આત્મવિશ્વાસને વધુ વધારશે. થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવવાથી માનસિક અને આત્મિક સુકૂન બનેલું રહેશે. નેગેટિવ: ક્યારેક તમારા સ્વભાવમાં શંકા અને વહેમ જેવી સ્થિતિ ઉત્પન્ન થવી એ તમારા પોતાના માટે જ પરેશાનીનું કારણ બની જાય છે. સમય અનુસાર પોતાના વ્યવહારમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. કોઈ પડોશી કે મિત્ર સાથે બોલાચાલી થવાની પણ આશંકા બની રહી છે. વ્યવસાય: પ્રોપર્ટી સંબંધી કોઈ પણ ડીલ ન કરો, નુકસાન થઈ શકે છે. યાત્રા કરતી વખતે અજાણી વ્યક્તિઓ સાથે સંપર્ક ન બનાવો, કોઈ તમારો ભાવનાત્મક રૂપે ઉપયોગ કરી શકે છે. માર્કેટિંગ સંબંધી પ્રવૃત્તિઓ અને લેવડ-દેવડના મામલાઓમાં તમને સફળતા મળશે. લવ: પારિવારિક સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. લગ્નેતર પ્રેમ સંબંધો તમારી મુશ્કેલીઓને વધુ વધારી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન વાતાવરણના લીધે બેદરકારી બિલકુલ ન દાખવો. પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 1 પોઝિટિવ: આ અઠવાડિયે અનુકૂળ ગ્રહ સ્થિતિ બનેલી છે. પરંતુ સમયનો યોગ્ય સદુપયોગ કરવો એ તમારી યોગ્યતા પર પણ નિર્ભર છે. તમને તમારી મહેનતના નિશ્ચિત જ ઉત્તમ પરિણામો મળશે. ઘર અને વ્યવસાય બંને જગ્યાએ ખૂબ જ વિચારી-સમજીને નિર્ણયો લેશો. નેગેટિવ: જો લોન અથવા કરજ લેવાનું આયોજન બની રહ્યું હોય, તો પહેલા સારી રીતે વિચાર-વિમર્શ ચોક્કસ કરો. કાનૂની મામલાઓમાં ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે, બહેતર રહેશે કે મુલતવી જ રાખો. વિદ્યાર્થીઓને પોતાના કોઈ વિષયને લઈને સમસ્યા રહી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં ખૂબ જ વધારે કાર્યભાર બનેલો રહેશે, પરંતુ આના પરિણામો બહેતર મળશે. તમારી પ્રતિભા વ યોગ્યતા મુજબ માર્કેટમાં વટ રહેશે. નવા કરાર પણ મળવાની સંભાવના છે. નોકરીમાં બદલીની સ્થિતિ બની શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે જેનાથી ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી કોઈ જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવો અને તરત જ સારવાર લો. લકી કલર: લીલો લકી નંબર: 3 પોઝિટિવ: મીડિયા અથવા સંપર્ક સૂત્રો દ્વારા નવી-નવી માહિતીઓ મળશે, જે ફાયદાકારક સાબિત થશે. તમે તમારી ચતુરાઈ વ સમજદારી દ્વારા કોઈ પણ પરેશાનીમાંથી બહાર નીકળી જશો. થોડો સમય યોગ અને મેડિટેશન માટે પણ ચોક્કસ કાઢો. આનાથી માનસિક સુકૂન બનેલું રહેશે. નેગેટિવ: પરંતુ આર્થિક પરેશાનીઓ પણ આવશે. પરિવારમાં પરસ્પર સામંજસ્યની કમીના લીધે કંઈક નકારાત્મક વાતાવરણ બની શકે છે, જેની અસર સૌની કાર્યક્ષમતા પર પણ પડશે તેથી યોગ્ય વ્યવસ્થા બનાવી રાખવી જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં વિસ્તરણ સંબંધી યોજનાઓને અમલમાં મૂકતા પહેલાં હજુ વધુ માહિતી મેળવી લો. કોઈ વ્યાવસાયિક ડીલ ફાઈનલ કરતી વખતે ખૂબ જ વધારે સમજદારી અને સૂઝબૂઝની જરૂર છે. દૂર-દૂરની પાર્ટીઓ સાથે સંપર્ક સ્થાપિત થશે. લવ: જીવનસાથીની કોઈ સમસ્યા દૂર કરવામાં તમારો યોગ્ય સહયોગ આપવો જરૂરી છે. આનાથી પરસ્પર સંબંધોમાં નિકટતા આવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય: એલર્જી તથા પેટ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ રહી શકે છે. કસરત અને યોગ વગેરે પોતાની દિનચર્યામાં સામેલ કરવા જરૂરી છે. લકી કલર: પીળો લકી નંબર: 6
    Click here to Read More
    Previous Article
    આજે ખરીદીનો મહાયોગ - 'રવિ પુષ્ય નક્ષત્ર':રાશિ પ્રમાણે કરો વસ્તુઓની ખરીદી; સોનું-ચાંદી, ઘર, વાહનની ખરીદી તથા લાભ પાંચમ સુધીનાં શુભ મુહૂર્ત નોંધી લો
    Next Article
    તમામ રાશિ માટે નવેમ્બર મહિનો કેવો રહેશે?:વૃષભ, સિંહ સહિત 5 રાશિઓનું 'કિસ્મત કનેક્શન'; મિથુન-મકર સહિત 7 રાશિઓ પર થશે ધનવર્ષા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment