Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં દૂધધારા ડેરીથી આત્મીય હોલ સુધી એકતા રેલી યોજાઈ:રાજ્યમંત્રી પાનસેરિયાએ લીલીઝંડી આપી; સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ

    7 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા વહીવટી તંત્રે એકતા રેલી યોજી હતી. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપી રેલીને રવાના કરી હતી. દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી આત્મીય હોલ પહોંચી હતી. તેમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. આત્મીય હોલમાં રેલીના સમાપન પછી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત લોકોએ એકતાનગર (કેવડિયા)માં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાંને એક તાંતણે બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમની જન્મજયંતિએ દેશ તેમના યોગદાન અને કાર્યોને યાદ કરી રહ્યો છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સુરક્ષા જવાનોની પરેડ દેશ માટે ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકતાના તાંતણે બંધાઈને આગળ વધી રહ્યો છે. સરદાર પટેલે અખંડ ભારત માટે જોયેલું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા અને દૂધધારા ડેરીના સાગર પટેલ હાજર રહ્યા હતા. જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની અખંડિતતા, એકતા અને સામૂહિક સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    IISc के निदेशक प्रो. रंगराजन ने अडानी यूनिवर्सिटी के तीसरे दीक्षांत समारोह में AI की संभावनाओं और खतरों पर बात की
    Next Article
    Ahmedabad Crime News | 25.64 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો | ACB | Police | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment