Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય એકતા દિવસે 'એકતા રેલી' અને વિવિધ કાર્યક્રમો યોજાયા:અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા રેલી યોજાય,કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું.

    8 hours ago

    ​જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપુતના અધ્યક્ષસ્થાને 'એકતા રેલી' યોજાઈ હતી. આ રેલી સરદાર ચોક જીમખાનાથી પ્રસ્થાન થઈ કાળવા ચોક અને એમ.જી. રોડ થઈને એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી, જ્યાં દેશભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કેવડિયા કોલોનીથી યોજાયેલી એકતા પરેડ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદ્બોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ​યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપુતે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશને એકસૂત્રમાં બાંધ્યો હતો તેમ યોગ પણ તન, મન અને આત્માને જોડે છે. તેમણે 'યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો'નો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આરઝી હકૂમતની લડાઈ અને રજવાડાઓના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરી તેમની સાદગી અને પ્રમાણિકતાના પ્રેરક દ્રષ્ટાંતો આપ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જૂનાગઢના ઇતિહાસ અને સરદાર સાહેબની કુનેહથી થયેલા વિલીનીકરણ વિશે વિગતવાર માહિતી આપી હતી. ​રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કલા, પર્યાવરણ સંરક્ષણ, વનીકરણ, રમતગમત, સમાજસેવા, સ્વચ્છતા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પદ્મશ્રી હાજીભાઈ કાસમભાઈ સહિતના અનેક નાગરિકો અને સંસ્થાઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વંદે માતરમનું સામૂહિક ગાન અને એકતાના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રભારી સચિવ દિલીપ રાણા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર અને પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નકસલવાદનો સફાયો કરાયો, માનસિક નક્સલી સામે લડીશું:એકતા દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન
    Next Article
    दिल्ली बना हिरासत कैपिटल, पुलिस के पहरे में लोगों ने लहराया तिरंगा, किया प्रदर्शन

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment