Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભુવાને આજીવન કેદ:કેશોદના મેસવાણ ગામે તાંત્રિક વિધિથી પૈસા વરસાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે મુખ્ય ભુવાને ફટકારી આજીવન કેદની સજા

    17 hours ago

    કેશોદ માં 10 ડિસેમ્બર,2023 બનેલી એક ઘટનામાં કેટરિંગ સર્વિસમાં કામ કરતી એક યુવતીને તાંત્રિક વિધિથી રાતોરાત માલામાલ થવાની એટલે કે પૈસાનો વરસાદ થવાની ખોટી લાલચ આપવામાં આવી હતી. અંધશ્રદ્ધા અને લોભના ચક્કરમાં ફસાઈને યુવતી આ સમગ્ર પ્રપંચમાં સામેલ થઈ હતી. આરોપીઓએ એક યોજનાબદ્ધ રીતે યુવતીને કેશોદ બસ સ્ટેશને બોલાવી હતી અને ત્યાંથી તેને જુદા જુદા વાહનો તેમજ ફોર-વ્હીલ કારમાં બેસાડીને ટીનમસ તથા મેસવાણ ગામની સીમમાં આવેલી વાડીઓમાં લઈ જવામાં આવી હતી. ​આ કેસની વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે ટીનમસ ગામની વાડીએ પહોંચ્યા બાદ મુખ્ય આરોપી એવા સાગર ભુવાજીએ તાંત્રિક વિધિના નામે યુવતીના શરીર સાથે અડપલાં કર્યા હતા. ત્યારબાદ મામલો વધુ ગંભીર બનતા આરોપીઓ તેને મેસવાણ ગામની સીમમાં આવેલી બીજી એક વાડીએ લઈ ગયા હતા. ત્યાં એક બંધ રૂમમાં ખાટલા પર અગરબત્તીનો ધૂપ કરી તથા વિધિના બહાને મુખ્ય આરોપીએ યુવતીની ઇચ્છા વિરુદ્ધ જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જાતિ પ્રત્યે હડધૂત પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને કેશોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, એટ્રોસિટી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ​આ મામલે સેશન્સ કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ અને સુનાવણી ચાલી હતી. સરકારી પક્ષ દ્વારા કોર્ટમાં પીડિત યુવતીની મજબૂત અને સાચી ગણાય તેવી જુબાની તેમજ મેડિકલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તમામ પુરાવાઓ અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરી હતી. કોર્ટે પોતાના અત્યંત મહત્ત્વપૂર્ણ અને ન્યાયિક ચુકાદામાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ભુવાજીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની કઠોર સજા તેમજ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ​આ કેસમાં કુલ 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી, જેમાં સાગર ભુવાજી ઉપરાંત ફેજલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહીર, સિકંદર દેખૈયા, જીતેન્દ્રભાઈ બજાણીયા, હરસુખભાઈ દેલવાડીયા અને અબ્દુશા રફાઈનો સમાવેશ થતો હતો. અદાલતે મુખ્ય આરોપી સિવાયના બાકીના સાત આરોપીઓ સામે ગુનાહિત કાવતરું કે અગાઉથી જાણકારી હોવાની બાબત નિઃશંકપણે સાબિત થઈ શકી ન હોવાના કારણે તેઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ ઘટનાથી સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને અંધશ્રદ્ધાના નામે આચરવામાં આવતા આવા અપરાધો સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    अक्टूबर में गर्मी ने तोड़ा 125 साल का रिकॉर्ड, अब बारिश और ठंड कर रही परेशान, नया साइक्लोन भी आ रहा
    Next Article
    દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ:ગોંડલમાં ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા; માવઠાએ ખેડૂતોની રહીસહી આશાઓ પર પાણી ફેરવી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment