Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માવઠાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયા જેવી સ્થિતિ:જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે મુશ્કેલીમાં, મગફળી અને સોયાબીનના પાથરા પલળી જતાં ખેડૂતોની હાલત કફોળી

    7 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં ગઈકાલે વાતાવરણમાં મોટો ફેરફાર થવાને કારણે અચાનક માવઠું સર્જાયું હતું. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના મોઢે આવેલો તૈયાર કોળિયો છીનવાઈ ગયો છે, કારણ કે ખેતરમાં કાપણી કરીને મુકેલા મગફળી અને સોયાબીનના પાથરા વરસાદમાં સંપૂર્ણપણે પલળી ગયા હતા. આ આફતના કારણે આગામી દિવાળીનો પવિત્ર તહેવાર મનાવવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે અને આ કમોસમી માવઠાના કારણે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ​આ સમગ્ર કફોડી સ્થિતિ અંગે મેંદરડા પંથકના ખેડૂત પરષોત્તમભાઈ ડોબરિયાએ વિગતવાર જણાવતાં કહ્યું હતું કે, મેંદરડા પંથકમાં ત્રણક મહિના પહેલા વાવણી સારી એવી થઈ હતી અને ખેડૂતોએ હોંશે-હોંશે મગફળી તેમજ સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ આ ત્રણ મહિનાની અંદર એક પણ વરસાદનો છાટો આવ્યો ન હતો, તેમ છતાં ખેડૂતોએ હિંમત હાર્યા વગર કુવા અને બોરમાંથી પીએત આપીને મગફળી અને સોયાબીનને નાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા હતા. એક બાજુ ઈયળો અને રોગનો ભારે ઉપદ્રવ હતો, છતાં પણ ખેડૂતોએ આર્થિક ખર્ચો કરીને પાક તૈયાર કર્યો હતો. અત્યારે પાક સાવ તૈયાર થઈ ગયો હતો અને ખેડૂતોએ કાપણી કરીને ખેતરમાં પાથરા પણ કરી લીધા હતા, જેથી સારો એવો પાક મેળવી શકાય તેમ હતો. પરંતુ કાલ રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા ખેતરમાં રહેલો આ તૈયાર પાક પલળી ગયો છે. જેના કારણે મગફળીના દાણા અને સોયાબીન પલળી જવાથી બગડી ગયા છે, તેની ગુણવત્તા નબળી પડી ગઈ છે અને તેલ સહીતનો માલ નીકળે તેમ નથી. ડબલ માર સહન કરી રહેલા આ ખેડૂતો પાસે હાલ કોઈ જ આશરો બચ્યો નથી, અને ઘરના દીકરા-દીકરીના લગ્ન કે અન્ય પ્રસંગો ટાણે જ આવી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય નુકસાની સહાય આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. ​આ જ મુદ્દે વધુ રોષ વ્યક્ત કરતા ભાવિન ગાજીપરાએ જણાવ્યું હતું કે, ગઇકાલ રાતના તેમના વિસ્તારમાં માવઠું થયેલું છે. ત્રણ મહિના પહેલા થયેલી વાવણી વખતે સારો વરસાદ થવાથી ખેડૂતોએ મગફળી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. થોડી ઘણી આર્થિક અને કુદરતી મુશ્કેલીઓ છતાં ખેડૂતોએ રાત-દિવસ એક કરીને આ પાક તૈયાર કર્યો હતો જેથી પાકનો ખર્ચો નીકળી જાય અને પશુઓ માટે સારો ચારો મળી રહે. પરંતુ કાલ રાત્રે અચાનક આવેલા ભારે પવન સાથેના માવઠાને કારણે પાથરેલો પાક પલળી ગયો છે અને માંડવી તથા સોયાબીનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ પલળેલા પાકના દાણા એકદમાળા પડી ગયા છે અને ખાવા લાયક રહેવાથી પશુઓ પણ તેને ખાવા માટે તૈયાર નથી. અગાઉ લાંબો સમય ચાલેલી દુષ્કાળ જેવી સ્થિતિ અને હવે આ અચાનક આવેલ કમોસમી વરસાદની બેવડી મારને કારણે ખેડૂત આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગયો છે. વર્તમાન સમયમાં ખેડૂતોને બેંકનું પાક ધિરાણ ભરવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ અને આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત પેકેજ આપીને બચાવી લેવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના આકાશમાં એરફોર્સની 'સૂર્યકિરણ' ટીમના દિલધડક કરતબ:રિહર્સલ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, રવિવારે સવારે બોરતળાવ ખાતે યોજાશે ફાઈનલ શો
    Next Article
    'कर्ज़ बहुत हो गया है, इसलिए बेटा स्कूल नहीं जा पा रहा' Workers|Migrant workers | Embroidery Workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment