Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લા જેલમાં એકતા દિવસની ઉજવણી:અધિકારીઓ અને કર્મચારીઓએ એક કિલોમીટરની ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો

    8 hours ago

    સરદાર વલ્લભ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચ જિલ્લા જેલમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા તેને વધુ મજબૂત બનાવવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપવા ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. તેમાં એક કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી. જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમાં ભાગ લીધો હતો. પ્રયાસ સંસ્થા, ભરૂચના આશિષ બારોટ અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચના પરેશ મેવાડા તેમની ટીમ સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સરદાર વલ્લભ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના આદર્શો અપનાવવા તેમજ દેશની એકતા, બંધુત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત કરવાનો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળો આજથી શરૂ:રાષ્ટ્રપતિ મુર્મુએ ધ્વજસ્તંભનું પૂજન અને ધ્વજારોહણ કર્યું; 22 મહિના સુધી ચાલશે
    Next Article
    ભાવનગરના આકાશમાં એરફોર્સની 'સૂર્યકિરણ' ટીમના દિલધડક કરતબ:રિહર્સલ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, રવિવારે સવારે બોરતળાવ ખાતે યોજાશે ફાઈનલ શો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment