Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકાશ ચોપરાએ વૈભવને ન રમાડવા પર સવાલ ઉઠાવ્યો:કહ્યું- શું તે માત્ર ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ જ રમશે? ડોમેસ્ટિક ક્રિકેટમાં મોકલવાની સલાહ

    23 hours ago

    પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને બહાર રાખવા પર સવાલ ઉઠાવ્યો છે. ચોપરાએ પૂછ્યું કે, ‘શું તમે વૈભવ સૂર્યવંશીને માત્ર ત્યારે જ રમાડશો, જ્યારે કોઈ ઈજાગ્રસ્ત હોય? અથવા જ્યારે કોઈ ઉપલબ્ધ ન હોય?’ ઈશાન કિશન ફિટ થઈને પરત ફર્યા બાદ સૂર્યવંશીને ચોથી મેચની પ્લેઇંગ-11માંથી બહાર કર્યો હતો. ઈજાગ્રસ્ત ઈશાનની ગેરહાજરીમાં તે બીજી અને ત્રીજી T20Iમાં રમ્યો હતો. ચોપરાએ યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કર્યો ચોપરાએ સૂર્યવંશીની ભૂમિકા અંગે રોડમેપ જણાવવાની માગ કરી ચોપરાએ ટીમ મેનેજમેન્ટ પાસે સૂર્યવંશીની ભૂમિકા અંગે પોતાની યોજના અને લાંબા ગાળાનું વિઝન સ્પષ્ટ કરવાની માગ કરી છે. તેમણે યુવા ખેલાડીને બહાર કરવામાં આવવા અને ટીમમાં તેની ભૂમિકા સ્પષ્ટ ન હોવા બદલ નિરાશા વ્યક્ત કરી છે. ચોપરાએ કહ્યું, ‘ટીમે સામે આવીને જણાવવું જોઈએ કે તેનો રોડમેપ અને વિચાર શું છે. શક્ય છે કે તેમણે આ અંગે પહેલેથી જ વિચારી લીધું હોય અને યોજના પણ બનાવી હોય. પરંતુ તેણે કોઈને જણાવ્યું નથી.’ ઈશાન ઝીરો પર આઉટ, ભારત 87 રનથી હાર્યું ઈજામાંથી પરત ફરી રહેલો ઈશાન કિશન ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેને જેકબ ડફીએ પોતાની જ બોલિંગ પર કેચ કર્યો હતો. આ મુકાબલામાં ભારતીય ટીમ 87 રનથી હારી ગઈ હતી. જોકે, ટીમ 5 મેચની સિરીઝમાં 3-1થી આગળ છે. સિરીઝની છેલ્લી મેચ 1 નવેમ્બરે રમાશે. ------------------------------------------------ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસના આ સમાચાર પણ વાંચો… ભારતની T20માં ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી હાર: 260 ચેઝ કરી રહેલી ટીમ 87 રનથી હારી, ડફીને 4 વિકેટ, ફિલિપ્સની સેન્ચુરી ન્યૂઝીલેન્ડે ચોથા T20 મુકાબલામાં ભારતીય ટીમને 87 રનોથી હરાવી દીધું છે. T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની આ સૌથી મોટી હાર છે. આના પહેલાં સૌથી મોટો પરાજય 80 રનનો હતો, જે 2019માં વેલિંગ્ટનમાં નોંધાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Live: पीएम मोदी ने गुजरात में 400 करोड़ के प्रोजेक्ट किए लॉन्च, सरदार पटेल को दी श्रद्धांजलि
    Next Article
    INDIA બ્લોકનું આજે ‘સડક પર સંસદ’ કાર્યક્રમ:જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ લાવશે; વેપારીઓની ફરી વિપક્ષના નેતાઓને રેલી ટાળવાની અપીલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment