Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં ખરીદીનો મહાયોગઃ 'રવિ પુષ્ય નક્ષત્ર':રાશિ પ્રમાણે શું ખરીદવું લાભદાયી રહેશે; સોનું-ચાંદી, ઘર, વાહનની ખરીદી તથા લાભ પાંચમ સુધીનાં શુભ મુહૂર્ત નોંધી લો

    1 day ago

    8 નવેમ્બરના રોજ દિવાળી છે અને તે પહેલાં રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ ખરીદી અને નવા કામની શરૂઆત કરવાનો શુભ યોગ 'રવિ પુષ્ય નક્ષત્ર' છે. રવિ પુષ્ય નક્ષત્ર ત્યારે થાય છે, જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી, વાહન, પ્લોટ, ઘર અને વેપાર સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં વેપારીઓ નવા ચોપડા (વહીખાતું) શરૂ કરે છે, જ્યારે સામાન્ય લોકો લક્ષ્મી-ગણેશજીની પૂજા કરે છે. કેમ ખાસ છે રવિ પુષ્ય નક્ષત્ર? જ્યોતિષમાં સૂર્યને રવિવારનો સ્વામી માનવામાં આવે છે. સૂર્ય માન-સન્માન, પ્રતિષ્ઠા, નેતૃત્વ અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે, જ્યારે પુષ્ય નક્ષત્ર સ્થિરતા, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે. આ કારણે રવિ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલા શુભ કાર્યો માન-સન્માન, પ્રસિદ્ધિ અને લાભ અપાવનારા હોય છે. રવિ પુષ્ય નક્ષત્ર પર કરો સૂર્યદેવની પૂજા આ દિવસે પુષ્ય નક્ષત્રની સાથે જ સપ્તમી તિથિ પણ છે. આ તિથિ પર સૂર્યદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. સૂર્ય પૂજા કરવા માટે તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે 'ॐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો. પૂજા-પાઠની સાથે જ ભોજન, વસ્ત્ર અને ધનનું દાન કરી શકો છો. આ દિવસે ઘર કે દુકાનમાં લક્ષ્મી-ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ. દિવાળી પર્વના શુભ મુહૂર્ત જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર નવા વર્ષના ચોપડા કે અન્ય શુભ ખરીદી રવિવારે તા. 1 નવેમ્બર 2026ના રોજ રવિ પુષ્યમૃત યોગમાં કરવી શુભ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Travis Hunter Opens Up About $14K NFL Fine After Helmet Celebration Against Houston Texans
    Next Article
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું:ISROના 'સ્માર્ટ બોય'નો નવો રેકોર્ડ, શક્તિશાળી NVS-03 સેટેલાઇટ લોન્ચ; સેનાને સરહદથી 1500 કિમી દૂર લોકેશનની જાણકારી આપશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment