Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પરનો પ્રતિબંધ યથાવત:સિંગલ જજની બેન્ચે જાહેરનામું રદ કર્યું, થોડી વાર પછી ડબલ જજની બેન્ચે યથાવત રાખ્યું

    1 day ago

    સોમનાથના 06 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહીં વેચવાના 10 ઓગસ્ટના જાહેરનામાને રદ્દ કરી દેવાયું હતું. જો કે સરકારે તત્કાલિક સિંગલ જજના હુકમ સામે એક્ટિંગ ચીફ જજની ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરતા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા 10 ઓગસ્ટના જાહેરનામાને અત્યારે યથાવત રાખ્યું છે. વધુ સુનવણી 26 નવેમ્બરે યોજાશે. ત્યાં સુધી સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ વેચી શકાશે નહીં. એડવોકેટ જનરલે વૃંદાવન, હરિદ્વાર, કુંભ મેળા જેવા સ્થળોના ઉદાહરણ આપ્યા હતા. તેમજ કહ્યું કે, દિવાળી ગુજરાતીઓનું નવું વર્ષ હોવાથી લાખો લોકો આ સમયગાળામાં સોમનાથ મંદિરની મુલાકાત લે છે. બંને પક્ષોને સાંભળ્યા છે. કોર્ટ સમક્ષ જુદા જુદા ચુકાદા મૂકાયા હતા. આ પહેલા બપોરે રાજ્ય સરકારે સિંગલ જજ સમક્ષ અપીલમાં જવા 7 દિવસનો સ્ટે માંગ્યો હતો. જેના માટે કોર્ટે ના કહેતા, 02 દિવસનો સ્ટે માંગવામાં આવ્યો હતો. જો કે આ માંગણી પણ ફગાવતા કોર્ટે કહ્યું કે આ અરજદારોની રોજીનો પ્રશ્ન છે. સિંગલ જજના હુકમ સામે સરકારી વકીલ તાત્કાલિક ચીફ જજની બેન્ચ સમક્ષ પહોંચ્યા હતા. તેઓએ ડબલ જજની બેંચ સમક્ષ સિંગલ જજના ઓર્ડરને પડકારવા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જે સ્વીકારીને સુનાવણી કરવામાં આવી હતી. નોનવેજ પરનો પ્રતિબંધ બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે: અરજદારના વકીલ મૂળ અરજી મુજબ અરજદાર રેસ્ટોરન્ટ્સ એવા માર્ગ પર આવેલા છે, જે સરકારે ઓગસ્ટ મહિનામાં ઈશ્યૂ કરેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા 06 પ્રતિબંધિત વિસ્તારોમાંથી એકમાં આવે છે. આ જાહેરનામા દ્વારા માંસાહારી ખાદ્ય પદાર્થો પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અરજદારોના એડવોકેટ અસરા૨ મન્સૂરીએ એવી દલીલ કરી હતી કે આ નિર્ણય બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને અધિકારીઓ કોઈ વાજબી કારણ વગર વ્યક્તિને કોઈપણ વેપાર કે આજીવિકા મેળવતા રોકી શકે નહીં. ‘સત્તાવાળાઓએ હોટેલો બંધ કરવા મજબૂર કર્યા, અધિકારીઓ હેરાન કરતા’ સરકારે ખાસ કરીને સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં તેમજ અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે તેવા 06 વિસ્તારોમાં યાત્રાળુઓની ધાર્મિક ભાવોનાઓને ઠેસ ન પહોંચે તે હેતુથી માસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂક્યો છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે સત્તાવાળાઓએ તેમને તેમની હોટેલો બંધ કરવા મજબૂર કર્યા હતા અને અધિકારીઓ સતત તેમને હેરાન કરી રહ્યા છે. સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા છે અને તમામ યાત્રાળુઓને નોનવેજ ખાદ્યપદાર્થોનો સામનો કરવો પડે છે. અરજદારના જણાવ્યા અનુસાર જ્યારે 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ હતી, ત્યારે મામલતદારે આ 06 અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે સરકારને સવાલ પણ કર્યો હતો કે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી ?
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફાર્મસી કોલેજનું કનુ દેસાઈએ લોકાર્પણ કર્યું:કેમ્પસની જૂની યાદો વાગોળતાં ભાવુક થયા; કિશન દેસાઈના પરિવારે કોલેજ માટે સહયોગ આપ્યો
    Next Article
    North Korea Linked To $6.3 Billion Binance Hack In Biggest Crypto Heist Ever

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment