Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખા દુષ્કાળની અસર શરૂ, પાક નિષ્ફળ જતા વાડીએ ફાંસો ખાધો:જામનગરમાં મંડળીનું દેવું અને પરિવારના ભરણપોષણથી ચિંતામાં હતો; બળદ ગૌશાળામાં મૂકવા પડ્યા'તા

    10 hours ago

    ગુજરાત સરકારે 4 દિવસ પહેલાં જ રાજ્યના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, ત્યારે જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે 47 વર્ષીય ખેડૂત હેમંત મકવાણાએ પાક નિષ્ફળ જતાં અને આર્થિક ભીંસથી કંટાળી વાડીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાલુ વર્ષે નબળા ચોમાસાના લીધે મગફળીનો પાક નિષ્ફળ જતાં અને મંડળીના ધિરાણના દેવાના તણાવમાં તેમણે આ પગલું ભર્યું હતું. પશુઓ માટે નીરણ ન હોવાથી તેમણે અગાઉ પોતાના બળદ પણ આશ્રમમાં મુકવા પડ્યા હતા. મંડળીનું દેવું અને પરિવારના ભરણપોષણની ચિંતામાં આત્મહત્યા મૃતક ખેડૂત હેમંતભાઈના માથે મંડળીના ધિરાણનું દેવું હતું અને બીજી તરફ પરિવાર તેમજ નાના સંતાનોના ભરણપોષણની સતત ચિંતા તેમને સતાવી રહી હતી. ખેતરમાં કશું ન પાકતા પશુઓને નીરણ પૂરું પાડવાના પણ ફાંફા ઊભા થયા હતા. આ પરિસ્થિતિના કારણે તેમણે થોડા સમય પહેલાં પોતાના બે બળદ સદ્ભાવના આશ્રમ ખાતે મૂકી આવવા પડ્યા હતા. આમ સતત વધતી આર્થિક ભીંસ અને માનસિક તણાવ સહન ન થતાં અંતે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. મગફળી બગડી જતાં ભાઈ સતત ગંભીર ચિંતામાં રહેતા : મૃતકના ભાઈ આ દુઃખદ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને આખું વર્ષ કેમ પૂરું કરવું તેની વિમાસણમાં મારા ભાઈએ 29 ઓક્ટોબરની રાત્રે વાડીએ જઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. સરપંચે કરી સરકારી સહાયની માગ વાવડી ગામના સરપંચ ભાવેશ મકવાણાએ આ અંગે ઊંડો આઘાત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માઠું વર્ષ પડવા છતાં ખેડૂતોને પૂરતી સરકારી સહાય કે ધિરાણ માફીનો લાભ મળ્યો નથી. સરકારે ખેડૂતોની આ વેદના સમજી તાત્કાલિક યોગ્ય સરકારી પગલાં ભરવા જોઈએ. વાહલા બળદ વિખૂટા પડતાં ખેડૂતના અશ્રુપાત સૌરાષ્ટ્રમાં ચોમાસાની ખેંચથી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતો ભારે આર્થિક અને માનસિક સંકટનો સામનો કરી રહ્યા છે. 20 વર્ષથી પુત્રની જેમ સાચવેલા બળદોને નિભાવવા માટે ચારો કે પાણી ન હોવાથી ખેડૂત લાચાર બન્યો છે. ભારે હૈયે પોતાના વાહલા બળદને સદ્ભાવના આશ્રમમાં મુકવા આવેલા ખેડૂતનું હૃદય ધ્રૂજી ઊઠ્યું હતું અને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. બળદ આશ્રમમાં મુકતી વખતે વિખૂટા પડવાની વેદનાથી ખેડૂત ભાંગી પડ્યા હતા લગભગ એકાદ મહિના પહેલાં ખેડૂત હેમંતભાઈ પોતાના વાહલા બળદોને સદ્ભાવના બળદ આશ્રમ ખાતે મુકવા ગયા તે સમયે ભારે કરૂણ દૃશ્યો સર્જાયા હતા. દાયકાઓ સુધી જે બળદો સાથે ખેતરમાં પરસેવો પાડ્યો તેમને વિખૂટા કરતી વખતે તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આ માત્ર એક ખેડૂતની મજબૂરી નહીં, પરંતુ કુદરતની કોપ સામે લાચાર બની મૂંગા પશુઓથી વિખૂટા પડતા ખેડૂતની ઊંડી વેદના હતી. આ પણ વાંચો: રાજકોટનો આશ્રમ 20 દિવસમાં બળદોથી હાઉસફૂલ, રડતા ખેડૂતોની લાઈનો લાગી 15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત ગુજરાતમાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાય જાહેર કરી છે. જોકે આ 4 જિલ્લાઓ ઉપરાંત રાજ્યમાં 15 જિલ્લાના 45 તાલુકા એવા છે, જેમાં 40%થી લઈને 70% સુધી વરસાદની ઘટ છે છતાં સરકાર દ્વારા આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 70.12% વરસાદની ઘટ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    પાટણના 1.88 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સહાય જમા:24મા હપ્તામાં કુલ ₹37.70 કરોડ ચૂકવાયા; શાકભાજી માર્કેટ યાર્ડમાં ઉત્સવ દિવસ યોજાયો
    Next Article
    Opinion: Opinion | The Global Right Had A Problem. Israel And Brazil Just Made It Bigger

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment