Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુન્દ્રામાં બાઈક દીવાલ સાથે અથડાતાં યુવાનનું મોત:સાડાઉ-ગુંદાલા રોડ પર અકસ્માત; પોલીસ તપાસ શરૂ

    2 days ago

    કચ્છના મુન્દ્રા તાલુકામાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટના સામે આવી છે. સાડાઉ-ગુંદાલા રોડ નજીક બાઈક પર સવાર થઈને પસાર થઈ રહેલા એક યુવાનને અકસ્માત નડતાં તેનું મોત નીપજ્યું હતું. બાઈક પરથી કાબૂ ગુમાવ્યા બાદ વાહન રસ્તા પાસે આવેલી દીવાલ સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, મુન્દ્રા તાલુકાના સાડાઉ-ગુંદાલા માર્ગ પરથી એક યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કોઈ કારણોસર અચાનક બાઈક સ્લીપ થઈ જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલું બાઈક માર્ગ નજીક આવેલી દીવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માાતની જાણ થતાં આસપાસના લોકો અને ત્યાંથી પસાર થઈ રહેલા જાગૃત યુવાનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. માનવતાના ધોરણે યુવાનોએ સમય ગુમાવ્યા વિના ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, મુન્દ્રા ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જોકે, અકસ્માતની ગંભીરતાને કારણે યુવાનનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સ્વજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, બાઈક સ્લીપ થવા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના માલકનેશ ગામમાં ઘરમાં સિંહ ઘૂસ્યો:પશુનું મારણ કર્યા બાદ કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો; વનવિભાગ દ્વારા ટ્રાન્ક્વીલાઈઝ કરી રેસ્ક્યુ કરાયું
    Next Article
    PM Modi Holds Roadshow In Gujarat During Two-Day State Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment