Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીરજા ગુપ્તાએ સરકારી ખર્ચે માનીતાને બેંગકોક-ટોક્યો મોકલ્યા:મંજૂરી વિના પોતે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં ઉડ્યા, હોટેલ તાજથી માંડીને એમ્બેસેડરમાં ભોગવ્યો ઠાઠ

    18 hours ago

    20 એપ્રિલ, 2026ની મધરાત્રે 1 વાગીને 5 મિનિટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઇ એરવેઝની એક ફ્લાઇટે ઉડાન ભરી. જેમાં બેંગકોક જવા એક ખાસ વ્યક્તિ રવાના થયા. 24 તારીખ સુધી આ વ્યક્તિએ ન જાણે બેંગકોકમાં શું-શું કર્યું! પણ ચાર દિવસ બાદ ત્યાંથી બીજી ફ્લાઇટ લીધી અને જાપાનના ટોક્યો શહેર પહોંચી ગયા. ત્યાં ઇન્ડો-જાપાન કાર્યક્રમમાં ભાગ લીધો અને અમદાવાદ પરત ફર્યા. બેંગકોક-જાપાનની ટ્રીપનો ખર્ચો થયો સાડા પાંચ લાખ, આ રૂપિયા ગુજરાત યુનિવર્સિટી હેઠળ ચાલતા સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના બેંક ખાતામાંથી ચૂકવાયા. ચોંકાવનારી વાત એ છે કે બે-બે દેશના પ્રવાસે જઇ આવેલા આ વ્યક્તિને ગુજરાત યુનિવર્સિટી સાથે સીધી રીતે કોઈ લેવા-દેવા નથી. તો સવાલ ઉઠે છે કે આ બધુ કોની મહેરબાનીથી થયું? પણ આ ઘટનાક્રમ આટલેથી પૂરો નથી થતો. જે યુનિવર્સિટીમાં ભણવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ AMTSની બસમાં લટકીને કે રિક્ષામાં સંકડાશ વેઠીને પહોંચતા હોય, એ યુનિવર્સિટીની મહત્વની પોસ્ટને મોજ માણવાનું માધ્યમ બનાવી દેવાનું આ એક શરમજનક પ્રકરણ છે. જે વ્યક્તિ યુનિવર્સિટીના ખર્ચે બેંગકોક અને જાપાન જઇ આવ્યા એમની ઓળખ એટલે જાણીતી જમનાદાસ પબ્લિકેશન હાઉસના CEO ધવલ રશ્મિકાંત શાહ. જ્યારે યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર ડો.નીરજા ગુપ્તા એક સહી કરીને તેમના આ પ્રવાસના સરકારી સ્પોન્સર બન્યા હતા. ધવલ શાહ માત્ર એક જ દાખલો છે. વર્ષ 2025-26માં નીરજા ગુપ્તાએ સરકારી ખર્ચે પોતે તો લેવિશ લાઇફ જીવ્યા જ, આ ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ પ્રવાસ કરાવ્યો. નિયમ મુજબ કુલપતિને ઈકોનોમી ક્લાસમાં જ ટ્રાવેલ કરવાનું હોય છે. છતાં નીરજા ગુપ્તા નિયમ મુજબ ઈકોનોમી ક્લાસમાં નહીં પરંતુ બિઝનેસ ક્લાસમાં જ પ્રવાસ કર્યા છે. જેના માટે એક-બે લાખ નહીં પરંતુ 28 લાખ રૂપિયાથી વધુના બિલ નીરજા ગુપ્તા અને રજીસ્ટ્રારની સહીથી પાસ કરાવ્યા છે. નીરજા ગુપ્તાએ વર્ષ 2025-26માં જે પ્રવાસ કર્યા હોય તે અંગેનું ટ્રાવેલ્સ એલાઉન્સની માહિતી માટે એક RTI કરવામાં આવી હતી, જેમાં માત્ર બે જ પ્રવાસ થયા હોવાની માહિતી અને તેની પાછળ 34,701 રૂપિયાનો ખર્ચ ગુજરાત યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં છે. પરંતુ દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઇ હતી કે નીરજા ગુપ્તાએ વર્ષ 2025-26માં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને પ્રવાસ કર્યા છે, તેઓ દિલ્હી, ઇન્દોર, બેંગલોર, જાપાનના પ્રવાસે ગયા હતા. જેના બિલ ગુજરાત યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં નથી ઉધાર્યા, પરંતુ નીરજા ગુપ્તાનો જે વિભાગ પર હોલ્ટ હતો તેવા IKSના SAP અને IIS વિભાગમાં ઉધારવામાં આવ્યા છે, જ્યાં કોઈની નજર જતી નથી. સરકારી સિસ્ટમને અંધારામાં રાખીને આપખુદશાહી ચલાવવાના સજ્જડ પુરાવા દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. દરેક પ્રવાસ અને એક-એક બીલ પદની ગરિમાને ઠેસ પહોંચાડે એવા છે. નીરજા ગુપ્તા જૂન 2025માં અમદાવાદથી દિલ્હીના પ્રવાસે ગયા હતા. આમ તો તેમને ઇકોનોમી ક્લાસમાં જ જવાનું હોય પણ વગ રાખીને ફલાઇટમાં બિઝનેસ ક્લાસની ટિકિટ કરાવી. એટલે ટિકિટનો ખર્ચ આવ્યો 23,477 રૂપિયા. જે SAPમાં બિલ મૂકીને પાસ કરાવ્યો. હદ તો એ વાતની છે કે 27 જૂન 2025ના રોજ ઓક્ટર્સ કંપનીના માલિક સમીર શુક્લા અમદાવાદથી દિલ્હી ગયા. યુનિવર્સિટીના વિવિધ કામના કોન્ટ્રાક્ટ મેળવતી આ કંપનીને ભૂતકાળમાં ગેરરીતિના કારણે યુનિવર્સિટીએ જ બ્લેકલિસ્ટ કરી હતી. સમીર શુક્લાને દિલ્હી જવા માટેની ટિકિટના 5,842 અને દિલ્હીથી એ જ દિવસે પરત આવ્યા હતા, જેની ટિકિટના 4,664 એમ 10 હજાર કરતા વધુનો ખર્ચ થયો. ન જાણે કેમ પણ આ ટિકિટનો ખર્ચ ગુજરાત યુનિવર્સિટીના SAPમાંથી પાસ કરાવવામાં આવ્યો. આ જ વ્યક્તિને નીરજા ગુપ્તાએ સરકારી ગ્રાન્ટ જે ખાતામાં આવે છે તેમાંથી 10 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. આવું વર્તન ઘણા પ્રશ્નો ઉભા કરે છે. કુલપતિ વિદેશ જાય તો રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે. 12થી 17 જાન્યુઆરી, 2026 દરમિયાન નીરજા ગુપ્તા જાપાનના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન 10 હજારના USDમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. એટલે કુલ 9.67 લાખ રૂપિયા ગુજરાત યુનિવર્સિટીના GUPIER તરફથી ચૂકવવામાં આવ્યા હતા. GUPIER એ સેક્શન 8 હેઠળની એક કંપની છે જેનું સીધું નિયંત્રણ નીરજા ગુપ્તા પાસે હતું, જેથી ત્યાંથી પણ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રવાસની 3,90,472 રૂપિયાની એર ટિકિટ, 24,997 દિલ્હીથી અમદાવાદની ટિકિટ અને 7,770 રૂપિયા વિઝા ફી એટલે કે કુલ 4,23,239 રૂપિયા USD સિવાયનો અન્ય ખર્ચ હતો. આમ, જાપાન પ્રવાસ દરમિયાન કુલ 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં એક નોંધવા જેવા પ્રવાસ નીરજા ગુપ્તાએ કર્યો. 25થી 28 તારીખ સુધી તેઓ બેંગલોર ગયા. તેમની સાથે શ્રીકાંત કુમાર નામની એક વ્યક્તિ પણ હતી. એક વ્યક્તિની અમદાવાદથી બેંગલોર જવા-આવવાની ટિકિટ તો ખરી જ. આ ઉપરાંત તાજ હોટેલમાં પ્રિમિયમ રૂમ બુક કરાવ્યું. બુકિંગ કરી આપનાર ટ્રાવેલ એજન્સીએ સૂચનામાં લખ્યું, મેડમ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોવાથી VIP ગેસ્ટ છે. તેમને એક્સલન્ટ સર્વિસ સાથે નીટ એન્ડ ક્લિન રૂમ આપશો. હજુ એક રસપ્રદ વાત. નીરજા ગુપ્તા માટે બેંગલોરથી 26થી 28 માર્ચ માટે એક AC ઇનોવો ક્રિસ્ટા કાર બુક કરવામાં આવી. જેમાં તેમણે મૈસુર-બેંગલોર-વાયનાડ–બેંગલોરનું ભ્રમણ કર્યું. છેલ્લે એરપોર્ટ સુધી તેમને ગાડી મુકી આવી. જેનું ભાડુ 31 હજાર રૂપિયા થયું. આમ, તેમના 3 દિવસના બેંગલોર પ્રવાસનો ખર્ચ 1 લાખ 7 હજાર રૂપિયા થયો, જે સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના બેંક ખાતામાંથી ઉધારાયું. આવી જ રીતે બીજા મહિને એટલે કે 13 એપ્રિલ, 2026ના રોજ નીરજા ગુપ્તા અમદાવાદથી દિલ્હી ગયા હતા, જેની બિઝનેસ ક્લાસની ટિકિટના 28,326 રૂપિયા થયા. દિલ્હીમાં તેઓ 10,513 રૂપિયા ખર્ચીને એમ્બેસેડર હોટલમાં રોકાયા હતા. ત્યાર બાદ દિલ્હીથી ઇન્દોરની ફ્લાઇટ લીધી, ટિકિટના 8,209 રૂપિયા થયા હતા. ઇન્દોરમાં રેડિસન બ્લુ હોટેલમાં 16,924 રૂપિયાના ખર્ચે રૂમ બુક કર્યો. આ હોટેલ પણ 5 સ્ટાર છે. શરૂઆતમાં ધવલ શાહના સરકારી સાડા પાંચ લાખના ખર્ચે બેંગકોક પછી જાપાન પ્રવાસની વાત અમે કરી હતી. એ સમયે ધવલ શાહ એકલા જાપાન નહોતા ગયા પણ નીરજા ગુપ્તા પણ સાથે હતા. આ પ્રવાસ માટે શિક્ષણ વિભાગના ઉપસચિવ આશિષ ચૌધરીએ પ્રવાસની લેખિત મંજૂરી તો આપી હતી, પરંતુ સ્પષ્ટ સૂચવ્યું હતું કે જાપાન પ્રવાસ દરમિયાનનો કોઈ પણ ખર્ચ ગુજરાત યુનિવર્સિટી કે રાજ્ય સરકાર ભોગવશે નહીં. સિસ્ટમને સારી રીતે સમજતા નીરજા ગુપ્તાએ શિક્ષણ વિભાગના આદેશનો તોડ કાઢ્યો. તેમણે પોતાના હસ્તકની સંસ્થામાંથી 4 લાખ 80 હજાર રૂપિયા ઉપાડ્યા અને અમેરિકન ડોલરમાં ટ્રાન્સફર કરાવ્યા. આ માટે તેમણે ફ્લોરા હોલિડે પ્રાઈવેટ લિમિટેડને પેમેન્ટ કર્યું હતું. આ જ પ્રવાસ દરમિયાન ધવલ શાહનો પણ ખર્ચ નીરજા ગુપ્તાના આદેશથી ગુજરાત યુનિવર્સિટી હસ્તકની સંસ્થાએ ઉઠાવ્યો હતો, એટલે કે મંજૂરી વિના 10 લાખનો ખર્ચ કર્યો હતો. સરકારી રૂપિયે પ્રવાસ કરનાર ધવલ શાહ અને સમીર શુક્લાનો પક્ષ જાણવા માટે ટેલિફોનિક સંપર્કનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બન્નેએ ફોનકોલ રિસિવ કર્યા નથી. નીરજા ગુપ્તાએ તેમના કાર્યકાળ દરમિયાન બેફામ ખર્ચ કર્યા છે, જે અંગે તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આ પ્રવાસના ખર્ચ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, કુલપતિએ બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ્સ કરીને ખર્ચના બિલ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની વિવિધ સંસ્થામાં ઉધાર્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ, PMJVK (Pradhan Mantri Jan Vikas Karyakram)ની ગ્રાન્ટના દુરુપયોગની ફરિયાદો ઉઠી છે. ત્યારે યુનિવર્સિટીએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. જે પૂર્વ કુલપતિ સામે થયેલા ગંભીર આક્ષેપોની તપાસ કરી યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કરશે. જેમાં વિદેશ પ્રવાસમાં થયેલી નાણાકીય ગેરરીતિનો મુદ્દો પણ સામેલ થઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    मौसम का हाल: साइक्लोन अर्नब का कहर जारी, दिल्ली, यूपी, बिहार समेत 12 राज्यों में आंधी-बारिश का अलर्ट
    Next Article
    Buy, Sell Or Hold: ICICI Bank, Hyundai Motor, Trent, L&T Finance - Ask Profit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment