Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપથ રંગોલી ક્લબ રોડ પર અર્બન ચોક ફૂડ બજારમાં આગ:ફાયરબ્રિગેડની ત્રણથી ચાર ગાડી ઉપર રવાના, ખાણીપીણીના ત્રણથી ચાર સ્ટોલ આગની ચપેટમાં

    8 hours ago

    અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની ત્રણથી ચાર ગાડી ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ખાણીપીણીના ત્રણથી ચાર સ્ટોલમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ હાલ સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન કરી રહી છે. બોપલ ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ખાણીપીણી માટે સૌથી પ્રખ્યાત રાજપથ રંગોલી ક્લબ રોડ ઉપર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આજે રાત્રે 8 વાગ્યાની આસપાસ ચાટના ફૂડ સ્ટોલમાં આગ લાગવાની ઘટના બની હતી. થોડા સમયમાં આખા આઉટલેટમાં લાગી ગઈ હતી અને બાજુના મોમોસના આઉટલેટ સુધી પહોંચી ગઈ હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા છે. કરવાચોથનું વ્રત હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને બુજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચાટ અને મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટમાં આગ લાગી છે. અર્બન ચોક ફૂડ બજારમાં લગભગ 50થી વધારે ફૂડ સ્ટોલ આવેલા છે આજે કરવા ચોથનું વ્રત હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાના કારણે અર્બન ચોક ફૂડ બજારમાં નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે ફૂડ બજારમાંથી લોકોને બહાર કાઢવા પડ્યા હતા. ફાયર વિભાગની ટીમે તમામ લોકોને બહાર સહી સલામત કાઢ્યા હતા. આ ઘટનામાં અત્યારે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે':યુસુફ પઠાણને મફતમાં પ્લોટ આપવાના નિર્ણય સામે વડોદરામાં કોંગ્રેસ લાલઘૂમ, દરખાસ્ત રદ કરવા મોરચો માંડ્યો
    Next Article
    ગાંધીનગરમાં PSIના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા:સંયુક્તમાં દિયર સાથે રહેવા બાબતે પત્નીને અણગમો હતો, છેલ્લા એક મહિનાથી દંપત્તી વચ્ચે ઝઘડા થતા હોવાની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment