Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર:મૌલાનાએ કહ્યું, 'મંદિરમાં પૂજા-પાઠ કરવા હરામ છે, ગુનેગાર એક્ટ્રેસ અલ્લાહ પાસે માફી માંગે'

    7 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, 'ઇસ્લામ અને શરીયત મુજબ કોઈ મુસ્લિમનું મંદિરમાં પૂજા-પાઠ કરવું અનૈતિક અને હરામ છે. તેમણે અલ્લાહ પાસે માફી માંગવી જોઈએ.' સારા અલી ખાન 25 ઑક્ટોબરે કેદારનાથ ધામ ગઈ હતી. ત્યાં તેણે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. 2017માં સારા અલી ખાન પોતાની ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન લગભગ 2 મહિના સુધી ત્યાં રહી હતી. અત્યાર સુધીમાં તે લગભગ 5 વખત કેદારનાથ અને ભગવાન તુંગનાથના મંદિરમાં પૂજા કરી ચૂકી છે. હવે મૌલાનાની સંપૂર્ણ વાત વાંચો… ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક્ટ્રેસ સારા અલી ખાનના કેદારનાથ મંદિરમાં પૂજા-પાઠ કરવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, ઘણા મુસ્લિમ યુવાનોએ તેમને પ્રશ્ન કર્યો હતો કે, 'શું શરીઅત-એ-ઈસ્લામિયા તેની મંજૂરી આપે છે?' આના જવાબમાં તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો. મૌલાનાએ કહ્યું, 'હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે શરીઅત-એ-ઈસ્લામિયા પોતાના અનુયાયીઓને શિર્ક કરવાની મંજૂરી આપતી નથી. એટલે કે અન્ય ધર્મની ધાર્મિક પરંપરાઓ અપનાવવાની અથવા મંદિરમાં પૂજા-પાઠ કરવાની મંજૂરી કોઈ પણ મુસ્લિમને, તે પુરુષ હોય કે મહિલા, નથી.' તેમણે કહ્યું કે, 'સારા અલી ખાન ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેમણે કેદારનાથ મંદિરમાં જઈને પૂજા-પાઠ અને દર્શન કર્યા તથા લગભગ અડધો કલાક સુધી કતારમાં ઊભી રહી. શરીઅતની દૃષ્ટિએ તેમનાં આ કૃત્યો નાજાયઝ (અનૈતિક) અને હરામ છે.' તેમણે સારાને શરીઅતની નજરે ગુનેગાર પણ ગણાવી. મૌલાનાએ કહ્યું કે, 'સારા અલી ખાને તૌબા (પશ્ચાતાપ) કરીને ખુદાની બારગાહમાં માફી માંગવી જોઈએ.' તેમના અનુસાર, 'આવું ન કરવાથી તેઓ શરીયતની નજરે મોટા ગુનાની દોષિત ગણાશે.' મૌલાના શહાબુદ્દીન રઝવીએ સ્પષ્ટ કર્યું કે, 'આ તેમનો વ્યક્તિગત ધાર્મિક મત અને નિવેદન છે. તેને તમામ મુસ્લિમ ધર્મગુરુઓ અથવા સમગ્ર ઇસ્લામિક સમુદાયનો સર્વસંમતિનો મત માનવો જોઈએ નહીં.' સારા અલી ખાન 3 દિવસ કેદારનાથમાં રહી, કહ્યું- 'બાબાનું ધામ મારું ઘર' સારા અલી ખાન 25થી 27 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડમાં રહી. તે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચી હતી. અહીં તે સાદા કપડાં અને ટોપીમાં જોવા મળી હતી, જેના કારણે ઘણા લોકો તેને ઓળખી શક્યા નહોતા. જે લોકો સારાને ઓળખી શક્યા, તેમણે તેમની સાથે ફોટો પણ પડાવ્યા. સારા પ્રથમ દિવસથી જ સવારે અને સાંજની આરતીમાં સામેલ થઈ રહી હતી. ત્યારબાદ તે મિત્રો સાથે આસપાસ ફરવા નીકળી જતી હતી. સારાએ સ્થાનિક લોકોને મળીને તેમના જીવન વિશે પૂછ્યું. આ દરમિયાન તેમણે કેદારઘાટીમાં 6થી 7 નવા મિત્રો પણ બનાવ્યા. તેમની પાસેથી આસપાસના ટ્રેકિંગ સ્થળો વિશે માહિતી મેળવી. સારા મંગળવારે મોડી સાંજે હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન પહોંચી અને અહીંથી મુંબઈ માટે રવાના થઈ ગઈ. તસવીરો જુઓ- કેદારનાથમાં લોકો સાથે ચા પણ પીધી કેદારનાથમાં ઘણા મહિનાઓથી રોકાયેલા અંકિત બાજપેયીને સારાએ જણાવ્યું કે, 'કેદારનાથ મારા ઘર જેવું છે. 2017થી હું દર વર્ષે પ્રયાસ કરું છું કે ધામમાં આવીને બાબાનાં દર્શન કરી શકું.' તેણે અંકિત બાજપાઈ સાથે ઘણી રીલ પણ બનાવી. સારાએ પોતાના ફોનથી કેદારનાથ ધામના ફોટો પણ પાડ્યા છે. રાત્રિના સમયે સારાએ લોકો સાથે મળીને ચા પણ પીધી. એક્ટ્રેસ તૃતીય કેદાર શ્રી તુંગનાથ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે. ગયા વર્ષે પણ 22 ઓક્ટોબરે સારાએ કેદારનાથ અને તુંગનાથ ધામનાં દર્શન કર્યાં હતાં અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં હતાં. સારા કેદારનાથના દર્શન માટે અડધો કલાક સુધી લાઇનમાં ઊભી રહી રવિવારે સારા લગભગ અડધો કલાક સુધી લાઇનમાં ઊભી રહી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકો તેને ઓળખી શક્યા નહોતા. સારાને ઠંડીથી ધ્રૂજતી જોઈને ત્યાં ઊભેલી મહિલાઓએ તેને શૉલ આપવાની ઑફર કરી, પરંતુ તેઓ પણ તેમને ઓળખી શક્યા નહોતા. સારા પોતાના મિત્રો સાથે ધામ પહોંચી હતી. તેણે કેદારનાથના રક્ષક બાબા ભુકુંટ ભૈરવના દર્શન પણ કર્યા. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ આ વર્ષે બિન-સનાતનીઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. સમિતિએ ત્યારે કહ્યું હતું કે, કેદારનાથમાં પ્રવેશ માટે સારા અલી ખાને પહેલાં એફિડેવિટ આપીને જણાવવું પડશે કે તેમની સનાતન ધર્મમાં આસ્થા છે. વિવાદ વધતાં BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ કહ્યું હતું કે સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે. ગયા વર્ષે પણ 22 ઑક્ટોબરે દર્શન કરવા આવી હતી સારા એક્ટ્રેસ સારા અલી ખાન 22 ઑક્ટોબર 2025ના રોજ પણ કેદારનાથનાં દર્શન કરવા પહોંચી હતી. તેણે પોતાની યાત્રાની અનેક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. મંદિરમાં દર્શન કરતી તસવીરો સાથે તેણે પોતાની એક સ્ટોરીમાં લખ્યું હતું, 'આવતા વર્ષે ફરી બોલાવજો.' કેદારનાથ ધામ પ્રત્યે પોતાની આસ્થા અને લાગણીઓ વ્યક્ત કરતાં સારાએ લખ્યું હતું, 'જય શ્રી કેદાર. દુનિયાનું એકમાત્ર એવું સ્થળ, જે સંપૂર્ણપણે જાણીતું લાગે છે અને આજે પણ દર વખતે મને આશ્ચર્યચકિત કરી દે છે. માત્ર આભાર. મારી પાસે જે કંઈ છે, તે બધું આપવા અને મને જે કંઈ છું તે બનાવવા બદલ આભાર.' 22 ઑક્ટોબર 2025ની તસવીરો- 2017થી કેદારનાથ સાથે ખાસ લાગણી સારાનો કેદારનાથ સાથેનો પહેલો આધ્યાત્મિક અને વ્યાવસાયિક સંબંધ 2017માં તેની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન થયો હતો. ત્યાર બાદ તે સતત અહીં આવતી રહી છે. ઓક્ટોબર 2024માં દિવાળી પહેલાં તેણે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને તસવીરો શેર કરી હતી. જ્યારે 2023માં તેણે બે વખત ધામની યાત્રા કરી હતી. 6 મે 2023ના રોજ તેણે કેદારનાથ અને તુંગનાથનાં દર્શન કર્યા હતા, જ્યારે લગભગ છ મહિના બાદ ઓક્ટોબર 2023માં તે ફરી કેદારનાથ પહોંચી હતી. આ ઉપરાંત નવેમ્બર 2021માં સારા અલી ખાન પોતાની મિત્ર અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે પણ કેદારનાથનાં દર્શન કરવા પહોંચી હતી. 6 વર્ષ પહેલાં સારાએ બાબા વિશ્વનાથનાં દર્શન કર્યા હતાં સારા અલી ખાને 2020માં કાશીમાં શ્રી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કરી હતી. તે દિવસોમાં તે માતા અમૃતા સિંહ સાથે વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. સારાએ તેના બે દિવસ પહેલાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને કાશી વિશ્વનાથ મંદિરમાં ષોડશોપચાર પૂજા-અર્ચના કરી હતી તેમજ શિવલિંગને સ્પર્શ કર્યો હતો. આ અંગે સંતો અને વિદ્વાનોએ વાંધો નોંધાવ્યો હતો. 3 વર્ષ પહેલાં મહાકાલની પૂજા કરી હતી સારા અલી ખાન 2022માં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થઈ હતી. ભસ્મ આરતી બાદ તે ગર્ભગૃહમાં જઈને શિવલિંગનાં દર્શન કર્યાં હતાં. તેણે નંદી હૉલમાં બેસીને લગભગ અડધા કલાક સુધી મંત્રોનો જાપ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Surat की Train में भी मज़दूरों को जगह नहीं? बाथरूम में सफर करने को मजबूर! Surat Gaon Chalo Andolan
    Next Article
    CJIએ કહ્યું- બેંકો ડિજિટલ અરેસ્ટની જવાબદારી કેમ લેતી નથી?:જો તેમની બેદરકારી હોય તો વળતર આપો; 2026માં ₹800 કરોડથી વધુની છેતરપિંડી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment