Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠીયા હોસ્પિટલે શ્વાસનળીના ગંભીર અવરોધ દૂર કર્યા:અત્યાધુનિક બ્રોન્કોસ્કોપીથી બે દર્દીઓને સર્જરી વગર નવી જિંદગી મળી

    3 days ago

    અમદાવાદની કોઠીયા હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગે બે દર્દીઓની ગંભીર રીતે સાંકડી શ્વાસનળીના અવરોધને સર્જરી વગર સફળતાપૂર્વક દૂર કર્યા. આ માટે આધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી ટેક્નિકનો ઉપયોગ કરાયો.પહેલા કિસ્સામાં, ૧૨ વર્ષના બાળકને ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) હતું. તેની શ્વાસનળી સાંકડી થઈ ગઈ. બાળક બે મહિનાથી ટ્રેકિયોસ્ટોમી દ્વારા શ્વાસ લેતું હતું. ડોકટરોએ બ્રોન્કોસ્કોપી, બલૂન ડાયલેટેશન અને સિલિકોન સ્ટેન્ટથી અવરોધ દૂર કર્યો. બીજા કિસ્સામાં, ડાયાબિટીસની તકલીફોને કારણે એક દર્દી એક મહિનાથી વધુ વેન્ટિલેટર પર હતો. લાંબા સપોર્ટથી તેની શ્વાસનળી સાંકડી થઈ. રિજિડ બ્રોન્કોસ્કોપી જેવી અદ્યતન એન્ડોસ્કોપિક પદ્ધતિથી સર્જરી વગર અવરોધ દૂર કરાયો.આ પ્રક્રિયાઓ કોઠીયા હોસ્પિટલના ડો. ધવલ દરજી, ડો. પ્રદીપ ડાભી, ડો. રોનક અને ડો. રૂપલ શાહની ટીમે કરી. તબીબોએ જણાવ્યું કે લાંબા વેન્ટિલેટર સપોર્ટથી શ્વાસનળી સાંકડી થવી સામાન્ય છે. હવે આધુનિક ટેક્નિકથી સર્જરી વગર પણ અસરકારક સારવાર શક્ય બની છે.
    Click here to Read More
    Previous Article
    Nanotyrannus Fossil Sells For $47 Million: Why This Rare Mini T. Rex Skeleton Is So Valuable
    Next Article
    રાજકોટની વિદ્યાર્થીનીએ લોન ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો:ઇનોવેટિવ સ્કૂલની સહ્યાદ્રી ચાવડાએ 70મી નેશનલ સ્કૂલ ગેમ્સની અંડર-14 સ્પર્ધામાં રનર-અપ સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment