Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો:અગાઉની ફરિયાદનો ખાર રાખી બે શખસોએ કારના કાચ તોડી ધમકી આપી

    18 hours ago

    મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં વાંકાનેરના યુવાનના ભાઈએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ લોખંડના પાઈપ વડે કારના કાચ તોડી તોડફોડ કરી હતી. આ સાથે જ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમજીનગર પાસે લોખંડના પાઈપ વડે હુમલો કરાયો વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા અજય સુમેસરાએ રોહિત ચાવડા અને અનુ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પ્રેમજીનગર પાસે પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ અચાનક આવી લોખંડના પાઈપ વડે કારના ડ્રાઈવર સાઈડના કાચ પર પ્રહાર કરી કાચ તોડી નાખ્યો હતો અને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. ગામમાં હેરાનગતિ અંગે અગાઉ કરાઈ હતી ફરિયાદ ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી રોહિત ચાવડા મૂળ મહિકાનો રહેવાસી છે અને તે વાંકાનેરના આંબેડકર વિસ્તારમાં આવીને લોકોને હેરાન કરતો હતો. આ અંગે ફરિયાદીના ભાઈ સહિતના લોકોએ અગાઉ પોલીસમાં રજૂઆત અને ફરિયાદ કરી હતી. આ જૂની બાબતની અદાવત રાખીને આરોપીઓએ કારમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી અકસ્માત અને હુમલાની આ ઘટના બાદ ભોગ બનનાર યુવાને તુરંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે વિગતવાર ગુનો નોંધાવ્યો હતો. પોલીસે અજય સુમેસરાની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે કાયદેસરની ગુનો નોંધી તેમની અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોતાના મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ:ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
    Next Article
    BJP Picks Hardeep Puri For Rajya Sabha Bypoll From Madhya Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment