Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહને રાહત:હાઇકોર્ટે આપેલા જામીન રદ કરાવવા મનીષ ખૂંટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી

    23 hours ago

    અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જૂન મહિનામાં રેગ્યુલર જામીન આપવામાં આવ્યા હતા. જેથી ફરિયાદી અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આ જામીન રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે આ અરજી નકારી નાખવામાં આવી છે. અનિરુદ્ધસિંહના એડવોકેટ કુલદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર મનીષ ખૂંટ તરફથી થયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અનિરૂદ્ધસિંહ સામે નોંધાયેલા પૂર્વ ગુનાને જોતા હાઇકોર્ટે તેમને જામીન આપવા જોઈતા નહોતા. જોકે સુપ્રીમે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવીને મનીષ ખૂંટની અરજી નકારી નાખી છે. ‘દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કર્યો’ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મે, 2025માં રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ અને વધુ બે આરોપીઓ સામે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને એક સગીરા સાથે દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. ‘આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો’ અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ખિસ્સામાંથી 4 ચિઠ્ઠી મળી આવી હતી. ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ મૃતકના ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતને લઈને અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતક ઉપર હુમલો કરેલો, જેને લઈને મૃતકે આરોપીઓ સામે કેસ પણ કરેલો. ‘અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા મૃતકે ગૃહ ખાતામાં અરજી કરેલી’ કેસ મુજબ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા સરકારે માફ કરતા તેની સજા માફી રદ કરવા મૃતકે ગૃહ ખાતામાં અરજી કરેલી, તેનું વેર લેવા આરોપી અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહે બે છોકરીઓને પૈસા આપીને અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. અમિત ખૂંટ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ખોટી ફરિયાદ કરાવીને તેને બદનામ કર્યો હતો. તેને અનેક વખત ધમકી મળતા છેવટે તેને આરોપીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    काशी रोपवे :वाराणसी कैंट से गोदौलिया तक सड़क के साथ हवा में भी होगा सफर, दिवाली पर मिल सकती है खुशखबरी
    Next Article
    ગાંધીનગરમાં PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી:મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં ફરજ બજાવતા, ઘર કંકાસમાં પગલું ભર્યું હોવાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment