Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસીરુદ્દીન શાહનો ભાજપ પર ફરી આકરો પ્રહાર:કહ્યું- 'ગર્વથી કહું છું, હું દિમાગી નક્સલ છું'; સરકારને ટુકડે ટુકડે ગેંગ ગણાવી બીજીવાર અપશબ્દો કહ્યા

    2 days ago

    બોલિવૂડના પીઢ એક્ટર નસીરુદ્દીન શાહે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું. સાથે જ તેમણે કહ્યું કે તેઓ ગર્વથી કહે છે કે તેઓ 'દિમાગી નક્સલ' છે. 'ચોકીદારે મને કેટકેટલાં ઉપનામો આપ્યા છે' નસીરુદ્દીન શાહે મંગળવારે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ કહે છે, 'હું ગર્વ સાથે કહું છું, હું દિમાગી નક્સલ છું. દિમાગી નક્સલ ઉપરાંત ખબર નથી ચોકીદારે મારા જેવા લોકોને કેટલાં-કેટલાં ઉપનામો આપ્યાં છે- એન્ટી-નેશનલ, ટુકડે-ટુકડે ગેંગ અને ખબર નથી શું-શું.' 'મૂર્ખો અને બેઈમાનોની ટોળકી ક્યાં સુધી જશો?' તેમણે આગળ કહ્યું, 'જો આ દેશમાં કોઈ ટુકડે-ટુકડે ગેંગ છે, તો એ આ નાજાયઝ હુકૂમત છે અને હું આ હુકૂમતને એક પ્રશ્ન પૂછવા માગું છું. તમે હજી શું-શું કરશો? આપણા દેશના યુવાનોની હિંમત તોડવા માટે, શૈક્ષણિક સંસ્થાઓને બરબાદ કરવા માટે અને આપણા લોકતંત્રને જોખમમાં મૂકવા માટે તમે કેટલું કરશો? તમે અને તમારા આસપાસ ભેગી કરેલી મૂર્ખો અને બેઈમાનોની ટોળકી ક્યાં સુધી જશો?' તેમણે એમ પણ કહ્યું કે, 'પહેલા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), પછી સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ અને હવે જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તે યાદ રાખવામાં આવશે. બધું યાદ રાખવામાં આવશે.' શાહ બોલ્યા- 'યુવાનોનો ઉત્સાહ ક્યારેય તૂટશે નહીં' નસીરુદ્દીન શાહે પોતાના વીડિયોમાં મીડિયા અને ભાજપ આઈટી સેલ માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, 'તમામ પ્રયાસો છતાં દેશના યુવાનોનો ઉત્સાહ તૂટશે નહીં, શિક્ષણ સંસ્થાઓ બરબાદ નહીં થાય અને લોકશાહી જોખમમાં નહીં મુકાય.' વીડિયોના અંતમાં તેમણે દેશના યુવાનોને સલામ કરી અને કહ્યું કે તેમની દુઆઓ તેમની સાથે છે. ભાજપ માટે અપશબ્દો કહ્યા હતા; ખોટી પાર્ટી ગણાવી હતી આ પહેલાં નસીરુદ્દીન શાહે શનિવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો. એક્ટરે આરોપ મૂક્યો હતો કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત બાદ ભાજપ એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે, જેઓ તેની વિચારધારા અને નીતિઓ સાથે સહમત નથી. તેમણે સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. શાહે વીડિયોમાં કહ્યું હતું કે, 'સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રશાસન પાસેથી જવાબ માંગી રહ્યા હતા. તેના બદલે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી, તેમને સર્વેલન્સમાં રાખવામાં આવ્યા અને ધમકીઓ આપવામાં આવી.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.' એક્ટરે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના પક્ષમાં પ્રચારને પ્રોત્સાહન આપી રહી છે અને અસહમત લોકોને ડરાવવાનો અથવા તેમની વિચારસરણી બદલવાનો પ્રયાસ કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    "There’s Going To Be A Parade": 11-Time NBA All-Star Makes Bold LeBron James’ Prediction In Philadelphia 76ers Hinting Big Dominance
    Next Article
    ઇઝરાયલમાં ગેમ ચેન્જ, વલણોમાં નેતન્યાહૂનું ગઠબંધન આગળ:ઓપિનિયન પોલમાં હારનું અનુમાન હતું; ટ્રમ્પ બોલ્યા- મારા સમર્થનથી વાતાવરણ બદલાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment