Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડમાં વૈભવ માટે 'બલિયા'નો પ્રેમ:મેચ જીત્યા પછી મહિલા ફેને વૈભવને લાડ લડાવ્યા, આપી ખાસ સલાહ; સાંભળીને ખડખડાટ હસી પડ્યો સૂર્યવંશી

    17 hours ago

    અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગના દમ પર ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સિરીઝ બે મેચ બાકી રહેતા જ જીતી લીધી છે. વૈભવ સૂર્યવંશીને ન્યૂઝીલેન્ડમાં મળ્યો બલિયા જેવો પ્રેમ દમદાર મેચ પૂરી થયા પછી વૈભવ સૂર્યવંશી ઓટોગ્રાફ આપવા પ્રેક્ષક ગેલેરીમાં પહોંચ્યો. આ દરમિયાન એક મહિલા પ્રશંસકે તેની સાથે વાત કરી. બંનેની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે વૈભવ ચાહકોને ઓટોગ્રાફ આપવા આવ્યો, ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી એક મહિલાએ તેને અવાજ પાડ્યો અને કહ્યું, 'વૈભવ, હેલો વૈભવ... અમે લોકો પણ બલિયાથી છીએ અને તમે ઠંડું પાણી ન પીતા, ગરમ કરીને જ પીજો.' આ વાત સાંભળીને વૈભવ સ્મિત કરવા લાગ્યો અને જવાબમાં કહ્યું, 'સારું જી, ઠીક છે.' નોંધનીય છે કે, વૈભવ સૂર્યવંશી બિહારના સમસ્તીપૂર જિલ્લાના તાજપુરનો વતની છે, જ્યારે કે ઉત્તરપ્રદેશનું બલિયા બિહારની નજીક આવેલું છે. તેવામાં પોતાના ગામના નજીકના ગામના વ્યક્તિને વિદેશમાં સ્નેહ વરસાવતા જોઈને વૈભવ પણ ગદગદ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ 'પૂર્વીય યુપી અને બિહાર'ના કનેક્શન પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. વૈભવ-અભિષેકની તોફાની બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ભારતી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું છે. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગની મદદથી ભારતે 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આખરે ઓપનિંગમાં ઉતાર્યો. તેણે અભિષેક શર્મા સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં જ 118 રન બનાવી લીધા, જે ટી-20ના ઇતિહાસમાં પાવર પ્લેમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. વૈભવે 19 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 4 સિક્સનો સમાવેશ થાય છે. તો અભિષેકે T20 ઇન્ટરનેશનલ કરિયરની ચોથી સેન્ચુરી ફટકારી. તેણે માત્ર 35 બોલમાં સેન્ચુરી પૂરી કરી લીધી. ભલે વૈભવ અર્ધસદી ચૂકી ગયો, પરંતુ તેની આ ઇનિંગે વિશ્વાસ અપાવી દીધો કે, તેનો અસલી બેટિંગ ઓર્ડર ઓપનિંગ જ છે. નોંધનીય છે કે, આ જીત સાથે ભારતીય ટીમ 3-0થી સિરીઝ જીતવામાં સફળ રહી છે. હવે સિરીઝની ચોથી મેચ 30 ઓક્ટોબર 2026ના રોજ ઑકલેન્ડમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    "This Is America. Back Up": US, Cuba Officials' Shouting Match At UN. Watch
    Next Article
    સેન્સેક્સમાં 700 અંકનો ઘટાડો:72,800 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 200 અંક નીચે આવ્યો; એનર્જી અને IT શેરોમાં વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment