Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજવા સરોવરની સપાટીમાં સતત ઘટાડો:અઢી-ત્રણ મહિના પાણી પુરવઠો પૂરો પાડી શકાય તેટલો જથ્થો, વડોદરાના માથે જળસંકટ ઉભું થવાના એંધાણ

    4 days ago

    વડોદરા શહેર ઉપર આગામી અઢી-ત્રણ મહિના બાદ જળ સંકટ ઉભું થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આજવા સરોવરની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલમાં આજવા સરોવરની સપાટી 208.25 ફૂટ છે એટલે એમ કહી શકાય કે આગામી અઢી-ત્રણ મહિના સુધી આજવા સરોવરમાંથી પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી શકશે. ત્યાર બાદ અન્ય વિકલ્પોની પસંદગી કરવી પડશે. 205 ફૂટ સુધી પૂરતા પ્રેશર અને પ્રમાણમાં પાણી મળી શકે પ્રવર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ નોંધાવાને કારણે આજવા સરોવરનું નિર્ધારિત 212 ફૂટનું વોટર લેવલ જળવાઈ શક્યું નથી. વર્તમાન સમયમાં આજવા સરોવરની પાણીની સપાટી 208.25 ફૂટે પહોંચી છે, જેના પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે સતર્ક બન્યું છે. પાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સરોવરની સપાટી 205 ફૂટ સુધી રહે ત્યાં સુધી વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આજવા સરોવરમાંથી 145 MLD પાણી સપ્લાય થાય છે અધિકારીના જણાવ્યા અનુસાર આ લેવલના કારણે આવનારા અઢી-ત્રણ મહિના સુધી શહેરીજનો માટે પાણીની કોઈ મોટી ચિંતા રહેતી નથી. હાલમાં આજવા સરોવરમાંથી શહેરના વિશાળ વિસ્તારને દૈનિક 145 MLD પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી નાગરિકોને જળ સંકટનો સામનો કરવો ન પડે. વીતેલા 28 દિવસમાં આજવા સરોવરની સપાટી સવા ફૂટ જેટલી ઘટી છે. જોકે હવે વરસાદે પણ વિદાય લઇ લીધી છે જેથી કુદરતી પાણીની આશા રાખી શકાય તેમ નથી. તંત્ર દ્વારા પાણી ખરીદવું પડે તેવી સ્થિતિ જોકે, આગામી સમયમાં સરોવરનું લેવલ વધુ ઘટે તો પણ સપ્લાય ખોરવાય નહીં તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે સરોવરની સપાટી ઘટે છે, ત્યારે ગ્રેવિટીથી પાણી મેળવવામાં ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ મુશ્કેલીના નિવારણ માટે અને ગ્રેવિટી ફ્લોથી રાઉન્ડ ધ ક્લોક યોગ્ય પ્રેશર સાથે પાણી મળતું રહે તે હેતુથી આવનારા દિવસોમાં પંપ તથા પોન્ટુન સિસ્ટમનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત SSNL પાસેથી પાણી ખરીદવું પડે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    'ફ્રી ફાયર' ગેમ રમી સગીરાનું અપહરણ કરી આસામ લઈ જવાઈ:જામનગર 'એ' ડિવિઝન પોલીસે લોકેશન ટ્રેસ કરી આરોપીને દબોચ્યો, અપહૃતને મુક્ત કરાવી, પોક્સો હેઠળ ગુનો
    Next Article
    Israel Election Results Live: Netanyahu, Rival Eisenkot Both Claim Mandate After Tight Israel Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment