Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપત્તિ જોખમ ઘટાડવા વૈશ્વિક સહયોગને મજબૂત કરવા ભારત પ્રતિબદ્ધ:ડૉ. પી. કે. મિશ્રાએ આપત્તિ જોખમ ઘટાડવા પર્ફોર્મન્સ-આધારિત ફાઇનાન્સિંગ પર ભાર મૂક્યો

    2 days ago

    પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ આજે આપત્તિ જોખમ ઘટાડવા માટે એક વ્યાપક અભિગમ અપનાવવા આહ્વાન કર્યું હતું, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી દાયકામાં જીવન બચાવવાની સાથે સાથે વિકાસનું રક્ષણ કરવા અને આર્થિક નુકસાન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR) દ્વારા આયોજિત અને ભારત તથા યુનાઇટેડ કિંગડમ (UK) દ્વારા સહ-અધ્યક્ષતા ધરાવતી 'આપત્તિ જોખમ ઘટાડવા પરના વરિષ્ઠ અધિકારીઓની બેઠક'ને સંબોધતા, તેમણે આબોહવા પરિવર્તન, શહેરીકરણ, માળખાકીય સુવિધાઓનો વિસ્તાર અને પર્યાવરણીય ક્ષતિ વચ્ચેના વધતા સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે પૂર્વ ચેતવણી, સજ્જતા અને કટોકટી પ્રતિસાદમાં સુધારાને કારણે જીવ બચાવવામાં મદદ મળી છે, તેમ છતાં આર્થિક નુકસાન ઊંચું રહ્યું છે. તેમણે વિભાગીય મર્યાદાઓથી ઉપર ઉઠીને જોખમો અને તેની બહુવિધ અસરોની સર્વગ્રાહી સમજ તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. આપત્તિ જોખમ ઘટાડવા સેન્ડાઈ ફ્રેમવર્કનો સંદર્ભ આપ્યો આપત્તિ જોખમ ઘટાડવા માટેના ‘સેન્ડાઈ ફ્રેમવર્ક’નો સંદર્ભ આપતા, ડૉ. મિશ્રાએ 2030 સુધી તેના ઝડપી અમલીકરણ અને નિવારણ, નાથવાના પ્રયાસો તથા સંસ્થાકીય ક્ષમતામાં વધુ રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં આપત્તિ જોખમ ઘટાડવા પરનો દસ-મુદ્દાનો એજન્ડા (2016) અને 2025 માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં કરાયેલા સુધારાઓનો સમાવેશ થાય છે. આપત્તિ ધિરાણે માપી શકાય તેવા પરિણામો આપવા જોઈએ તેના પર ભાર મૂકતા, તેમણે સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધાઓ, મજબૂત શહેરી સંસ્થાઓ અને વિકાસ આયોજનમાં પ્રકૃતિ-આધારિત ઉકેલોના વધુ એકીકરણ માટે આહ્વાન કર્યું હતું. AI, મશીન લર્નિંગ અને બહુ-જોખમી પૂર્વ ચેતવણી પ્રણાલીઓના મહત્વ પર ભાર મૂક્યો ડૉ. મિશ્રાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને બહુ-જોખમી પૂર્વ ચેતવણી પ્રણાલીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને રેખાંકિત કર્યું હતું કે ચેતવણીઓથી સમયસર કાર્યવાહી અને ધિરાણ શરૂ થવું જોઈએ. તેમણે પુનઃપ્રાપ્તિ પ્રણાલીઓના અગાઉથી આયોજન કરવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી પુનઃનિર્માણ પ્રક્રિયા હાલની સંવેદનશીલતાઓને પુનરાવર્તિત કરવાને બદલે તેને ઓછી કરે. આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા, તેમણે 2023 માં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન આપત્તિ જોખમ ઘટાડવા પર G20 વર્કિંગ ગ્રુપની સ્થાપના અને તેની BRICS અધ્યક્ષતા દરમિયાન આ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગને મજબૂત કરવાના સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. પોતાના સંબોધનના સમાપનમાં, ડૉ. મિશ્રાએ ત્રણ પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી: ઉભરતા અને પરસ્પર જોડાયેલા જોખમોની વધુ સારી સમજ; જાહેર નાણા, માળખાકીય સુવિધાઓ, શહેરો અને કુદરતી પ્રણાલીઓમાં સ્થિતિસ્થાપકતામાં વધુ અસરકારક રોકાણ; અને વ્યવહારુ આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સમર્થિત મજબૂત સંસ્થાઓ. તેમણે સેન્ડાઈ ફ્રેમવર્કની સિદ્ધિઓને એકીકૃત કરવા અને 2030 સુધી તેના અમલીકરણને ઝડપી બનાવવા આહ્વાન કર્યું હતું, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી દાયકામાં માત્ર જીવન જ નહીં પરંતુ સમુદાયો દ્વારા નિર્માણ કરવામાં આવતી અસ્કયામતો, માળખાકીય સુવિધાઓ અને વિકાસનું રક્ષણ કરવાની ક્ષમતા દર્શાવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલની ચૂંટણીમાં 10 કલાકમાં 74.3% મતદાન:3 એક્ઝિટ પોલમાં કોઈને બહુમતી નહીં; નેતન્યાહૂની પાર્ટી સૌથી મોટી, વિપક્ષી ગઠબંધનને વધુ સીટો
    Next Article
    How Africa Became The Poorest Continent In The World | Congo

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment