Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સિવિલ હોસ્પિટલે બ્લડ રિપોર્ટ વ્હોટસએપ પર આપવાનું શરૂ કર્યું:દર્દીઓને લાઈનમાં ઊભા રહેવામાંથી રાહત મળશે, સમય પણ બચશે

    12 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી GMERS સિવિલ હોસ્પિટલે દર્દીઓ માટે નવી સુવિધા શરૂ કરી છે. હવે દર્દીઓને લેબોરેટરીના બ્લડ રિપોર્ટ સીધા તેમના WhatsApp પર મળી જશે. આનાથી રિપોર્ટ લેવા માટે હોસ્પિટલમાં આવવાની કે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 400થી વધુ દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે. પહેલાં રિપોર્ટ મેળવવા માટે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડતી હતી. આ તકલીફ દૂર કરવા હોસ્પિટલ તંત્રએ આ વ્યવસ્થા શરૂ કરી છે. હોસ્પિટલના ડૉ. આશિષ ખરાડીએ જણાવ્યું કે, લેબોરેટરીમાં LIS સિસ્ટમ ચાલુ છે. આ સિસ્ટમને API દ્વારા WhatsApp સાથે જોડવામાં આવી છે. રિપોર્ટ તૈયાર થતાં જ તે દર્દીના નોંધાયેલા WhatsApp નંબર પર આપોઆપ મોકલી દેવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી દરરોજ 400થી વધુ OPD દર્દીઓને ફાયદો થશે. તેમનો સમય બચશે અને રિપોર્ટ મેળવવામાં થતી તકલીફ પણ ઓછી થશે. આનાથી દર્દીઓને વધુ સરળ આરોગ્ય સેવા મળશે.
    Click here to Read More
    Previous Article
    હવે E100થી દોડશે ગાડીઓ:મોદી સરકારે મોટો દાવ રમ્યો, તમારાં જૂનાં વાહનનું શું થશે? બગડવાના ચાન્સ કેટલા? 9 સવાલથી સમજો નફા-નુકસાનનું ગણિત
    Next Article
    Video: How Gujarat's Biggest Thepla Factory Makes The Gujarati Staple In Bulk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment