Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુનીતા તો મારા ઘરમાં પડી રહેતી હતી':ગોવિંદાએ કહ્યું- મારી માતાના નિધન પછી આઝાદી માંગી હતી, મેં કહેલું- 'તું પાછી ફરીશ ત્યારે હું પહેલા જેવો નહીં હોઉં'

    2 days ago

    બોલિવૂડના 'હીરો નંબર 1' ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ડિવોર્સની અફવાઓ અને તાજેતરના વિવાદો વચ્ચે ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કર્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા. ગોવિંદાના કહેવા મુજબ, તેમની માતાના નિધન બાદ સુનિતાએ તેમની પાસે પોતાના હિસાબે જીવન જીવવાની આઝાદી માગી હતી. 'તું પાછી આવીશ ત્યારે હું પહેલા જેવો નહીં રહું' ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ગોવિંદાને અફેર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: મેં કોઈ અફેર નથી કર્યું. જ્યારે મારી માતાનું નિધન થયું ત્યારે હું 37 વર્ષનો હતો અને મેં મહામૃત્યુંજય પાઠ પૂરા કર્યા હતા. એ સમયે સુનિતાએ મને કહ્યું કે, 'હું મારું જીવન ક્યારેય મારી રીતે જીવી શકી નથી. નાની ઉંમરમાં શાળા છોડીને તમારા ઘરે આવી ગઈ હતી ને માથે પલ્લુ રાખીને તમે (ગોવિંદા) કહ્યું તે રીતે જ જીવતી હતી.. એટલે હવે હું મારી રીતે જીવવા માગું છું, માટે મને આઝાદી આપો.' તે પોતાની ફ્રીડમમાં બહાર નીકળી ત્યારે મેં કહ્યું હતું કે, 'તું જ્યારે પાછી ફરીશ ત્યારે મને પહેલા જેવો નહીં જુએ, ચાલશે ને?' તો તેણે કહ્યું હતું, ‘હા, મને કોઈ વાંધો નથી. 'સુનિતા પોતાના હિસાબે જીવવા માગતી હતી' સુનિતા ભટકી ગઈ હતી કે કેમ તે અંગે સ્પષ્ટતા કરતા ગોવિંદાએ ઉમેર્યું કે, “તે ભટકી નહોતી ગઈ, પણ તેને પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવી હતી. તે કઈ રીતે જીવવા માગતી હતી એ પૂછવાનો હક મને કે બીજા કોઈને નથી. મારી સાથે લગ્ન કરીને તે નાની ઉંમરે મારા ઘરે આવી હતી અને હું જેવું ઈચ્છતો હતો તેમ જ રહેતી હતી. ‘ફ્રીડમ ટુ ધ નેક્સ્ટ લેવલ અને ખાવા-પીવાનો શોખ’ સુનિતાને કેવા પ્રકારની ફ્રીડમ જોઈતી હતી તે અંગે વાત કરતા ગોવિંદાએ જણાવ્યું, "મમ્મીના ગયા પછી તેણે મને કહ્યું કે તેને ફ્રીડમ જોઈએ છે, અને તે પણ 'ફ્રીડમ ટુ ધ નેક્સ્ટ લેવલ'. મેં કહ્યું કે સારું, તું જે રીતે જીવવા માંગો છો તે રીતે જીવી લે, મને કોઈ વાંધો નથી. દરેક મહિલાની અંદર આ ઈચ્છા હોય છે." વધુમાં કહ્યું, "હું એવું નહીં કહું કે મેં તેને ફ્રીડમ આપી. તેણે મારી પાસે આઝાદી માંગી તો મેં આપી દીધી. આટલા વર્ષો સુધી તે મારા ઘરે રહી, બાળકોને મોટા કર્યા, તેથી કદાચ તે ઘરમાં કંટાળી ગઈ હશે. તેને લાગતું હશે કે બહાર હું મારી રીતે રહીશ, ખાઈશ-પીઈશ. તેને ખાવા-પીવાનો ભારે શોખ છે અને એ મારા ઘરમાં શક્ય નહોતું." ગોવિંદા અને સુનિતા વચ્ચેનો વિવાદ 1987માં લગ્નગ્રંથિથી જોડાયેલા ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે: ડિસેમ્બર 2024માં છૂટાછેડાનો કેસ કર્યો હતો નોંધનીય છે કે, સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જ્યારે, આ સમાચાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સામે આવ્યા હતા, જ્યારે હોટરફ્લાઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. અરજીમાં તેણે ગોવિંદા પર ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    38 लोगों को मारकर खाने वाला सीरियल किलर, 15 साल के कत्लेआम के बाद पकड़ा गया, सेना बोली- अब उसे ऐसी मौत मारेंगे
    Next Article
    ઇઝરાઇલમાં ચૂંટણી, 5 કલાકમાં 32% મતદાન:PM નેતન્યાહૂ 4 ઓપિનિયન પોલમાં પાછળ, આઇઝનકોટ બની શકે છે નવા વડાપ્રધાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment