Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર મહિલાનું મોત:પતિ સાથે મજૂરી કામે જઈ રહી હતી, ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

    1 day ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મેધનુ ગામના પાટિયા પાસે સર પી.એન. રોડ પર અકસ્માત થયો. ટ્રકે બાઇકને ટક્કર મારતા 35 વર્ષીય મહિલા વસંતીબેનનું ઘટનાસ્થળે મોત થયું. તેમના પતિ ગુમાનસિંહને સામાન્ય ઈજાઓ થઈ હતી. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગુમાનસિંહ સોમલા ભાભોર હાલ લાલપુરના પીપળી ગામે મજૂરી કરે છે. તેઓ પત્ની વસંતીબેન સાથે બાઇક પર નવાગામ મજૂરી કામે જઈ રહ્યા હતા. મેધનુ ગામના પાટિયા પાસે પેટ્રોલ ભરાવી તેઓ રોડ પર આગળ વધ્યા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ટ્રકના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી. વસંતીબેન બાઇક પરથી નીચે પટકાતાં ટ્રકની અડફેટે આવી ગયાં અને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું. આ બનાવ અંગે ગુમાનસિંહની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે BNS અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મેઘપર (પડાણા) પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગેંગસ્ટર લૉરેન્સને સાબરમતી જેલના હાઈ-સિક્યોરિટી બ્લોકમાં ખસેડાયો હોવાનો દાવો:અહીં 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદીઓ સહિત 200 ખતરનાક કેદીઓ; લૉરેન્સ 2023થી આ જેલમાં
    Next Article
    અમદાવાદના નિકોલમાં શરદપૂર્ણિમા નવરાત્રિ મહોત્સવ:શરદપૂર્ણિમા નવરાત્રી મહોત્સવ 2026માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment