Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ડોર-ટુ-ડોર ગાડીએ યુવકને કચડ્યો:પાલિકાની કચરા ગાડીએ ઓટલા સાથે અથડાઈને પલટી મારી, યુવકનું ગંભીર ઈજાઓથી મોત; ડ્રાઈવર સામે ફરિયાદ

    1 day ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીના અકસ્માતમાં ઓટલા પર બેઠેલા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પૂરઝડપે આવેલી ગાડી ઘરના ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ જતાં યુવકને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતક બપોરે ઘરની બહાર ઓટલા પર બેઠો હતો વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં રહેતા અનિલ ઠાકોર મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા. તેમની બહેન ગર્ભવતી હોવાથી સોમવારે તેને ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાનું હતું. જોકે, અનિલભાઈ બહેન સાથે હોસ્પિટલ જઈ શક્યા નહોતા અને બપોરના સમયે ઘરે જ હતા. બપોરે ભોજન લીધા બાદ અનિલભાઈ અને તેમની માતા ઘરની બહાર ઓટલા પર બેઠાં હતાં. કચરા ગાડીએ ઓટલા સાથે અથડાઈને પલટી મારી તે દરમિયાન અચાનક ડોર-ટુ-ડોર કચરાની ગાડી પૂરઝડપે આવી હતી અને ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનિલભાઈને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ ગાડીના ચાલકને પકડી લીધો હતો. યુવકના મોતથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી. શહેરમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓથી થતા અકસ્માતો અંગે પણ ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ડ્રાઇવર ટેમ્પાવાળો નશાની હાલતમાં હતો: અનિલ ઠાકરો મૃતકના ભાઈએ જણાવ્યું કે તેમનો ભાઈ અનિલભાઈ સોમાભાઈ ઠાકોર ઘર પાસે આવેલા ઓટલા પર બેઠેલા હતા. તે સમયે VMCની કચરાની ગાડી પાછળથી આવી હતી. તે ગાડીનો ડ્રાઇવર ટેમ્પાવાળો નશાની હાલતમાં હતો અને તેની પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઓટલા પર બેઠેલા તેમના ભાઈ ઉપર ડ્રાઇવરે ગાડી ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં તેમના ભાઈની નાક પર, ગળા પર, છાતીના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું છે.
    Click here to Read More
    Previous Article
    Kashmiri Pandit Activist Arrested Over Cyber-Terror Threats To J&K Employees
    Next Article
    Varun Chakaravarthy Over Vaibhav Sooryavanshi? Former India Star Floats Unexpected India XI Idea For 3rd T20I vs New Zealand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment