Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવે પોલીસની મોટી કાર્યવાહી:નારકોટિક્સ પદાર્થની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝાપી પાડ્યા

    8 hours ago

    રાજકોટ રેલવે પોલીસે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી નાર્કોટિક્સ પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. પ્લેટફોર્મ નંબર 1/બી પર જામનગર તરફના છેડા પાસેથી પકડાયેલા શૈલેન્દ્રકુમાર કુશવાહા અને આરિફ આલમશા સાયદ પાસેથી 8.750 કિલોગ્રામ ગાંજો, બે મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. 4,77,040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂ. 4,37,500ની કિંમતનો 8.750 કિલો ગાંજો જપ્ત કર્યો બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપાયેલા આરોપીઓમાં શૈલેન્દ્રકુમાર કુશવાહા (ઉં.વ. 33, રહે. મોરબી, સિરામિક કંપનીમાં સુપરવાઈઝર) ગાંજો લઈને આવ્યો હતો અને આરિફ આલમશા સાયદ (ઉં.વ. 33, રહે. મોરબી, રિક્ષા ડ્રાઈવર) આ જથ્થાની ડિલિવરી લેવા આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4,37,500ની કિંમતનો 8.750 કિલો ગાંજો, રૂ.17,200ના 2 મોબાઈલ અને રૂ.32,450 રોકડા કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી આરિફ આલમશા સાયદ સામે અગાઉ જુનાગઢ અને મોરબી પોલીસ સ્ટેશનમાં હત્યા તેમજ એનડીપીએસ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે આગળની સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડ એક્ટર સલમાન ખાને વડોદરાની અમાયરાને ગળે લગાવી:બાળકીએ પોતાનું પિગી બેંક 'બીઈંગ હ્યુમન' માટે ભેટ આપ્યું, સલમાને ઓટોગ્રાફ આપી વહાલ કર્યું
    Next Article
    AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે:સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું, નાસ્ડેક પર 'ANT' નામથી લિસ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment