Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરકંકાસ અને ભણવાના દબાણથી કંટાળી ભાગી:સુરત રેલવે સ્ટેશન પરથી અપહરણ થયેલી સગીરા અને પરિણીતા હેમખેમ મળી આવી, ‘શી ટીમ’ની મદદથી રાજસ્થાન પોલીસને સોંપાઈ

    11 hours ago

    રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કેલવા પોલીસ મથકે નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર 14 વર્ષીય સગીરા અને 19 વર્ષીય યુવતીને સુરત રેલવે સ્ટેશન પરથી સુરત રેલવે પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા હેમખેમ શોધી કાઢવામાં આવી છે. ઘરકંકાસ અને ભણવાના દબાણથી કંટાળી બંને ઘરેથી ભાગી ગઈ હતી. સુરત રેલવે પોલીસે બંનેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપી ગુનો ઉકેલી કાઢ્યો છે. વોટ્સએપ ગ્રૂપમાં વિગતો આવતાં જ ‘શી ટીમ’ દોડતી થઈ સુરત રેલવે પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રૂપમાં રાજસ્થાનથી ગુમ થયેલી બે છોકરીઓના ફોટા અને વર્ણન સાથેનો મેસેજ આવ્યો હતો કે તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં હોવાની શક્યતા છે. હોલ્ડિંગ એરિયામાં બેઠેલી બંનેને ચાઈલ્ડ કોર્નરમાં લાવી પૂછપરછ કરાઈ મેસેજના આધારે શી ટીમના મહિલા એએસઆઈ મનિષા મધુકર અને મહિલા કોન્સ્ટેબલ શીતલબેન જગદીશભાઈએ રેલવે સ્ટેશન પર સઘન તપાસ શરૂ કરી હતી. દરમિયાન સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં બેઠેલી બે યુવતીઓ શંકાસ્પદ જણાતાં તેમને ફોટો બતાવી ખરાઈ કરવામાં આવી હતી. બંનેને સુરક્ષિત રીતે ‘ચાઈલ્ડ કોર્નર’ ખાતે લાવી પૂછપરછ કરતાં 19 વર્ષીય રાગીણી અને 14 વર્ષીય કાજલ (બંનેના નામ બદલ્યા છે) હોવાનું સામે આવ્યું હતું. કામ-ધંધો ન મળતાં મુંબઈથી સુરત આવી ગઈ હતી પૂછપરછમાં ખુલાસો થયો હતો કે બંને એક જ પરિવારની છે. પરિણીત રાગીણીને પતિ અને સાસુ સાથે ઘરકામ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા, જ્યારે 14 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતા ભણવા બાબતે ટોકતાં હતાં. જેથી કંટાળીને બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. 22 ઓક્ટોબરે પરિવાર બહારગામ ગયો ત્યારે બંને ઘરે કોઈને કહ્યા વગર નીકળી સીધી મુંબઈ પહોંચી ગઈ હતી. જોકે ત્યાં કામ ન મળતાં ગુજરાન ચલાવવા માટે સુરત આવી ગઈ હતી. કેલવા પોલીસે લોકેશન ટ્રેસ કરી સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો બીજી તરફ, પરિવારે શોધખોળ બાદ કેલવા પોલીસ સ્ટેશનમાં 24 ઓક્ટોબરે બીએનએસની કલમ 137(2) હેઠળ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. આ બંને અવારનવાર અલગ-અલગ ફોનથી પરિવારનો સંપર્ક કરતી હોવાથી પોલીસે લોકેશન ટ્રેસ કરતાં સુરતનું આવતું હતું. દરમિયાન સુરત રેલવે પોલીસે વોટ્સએપ મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં કેલવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ અને મહિલા કોન્સ્ટેબલ રેખાબેન સુરત આવી પહોંચ્યા હતા. સુરત રેલવે પોલીસે કાયદેસરના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા મેળવી બંને બાળકી-મહિલાનો કબજો રાજસ્થાન પોલીસને સોંપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આવક અને મુલાકાતીઓની સંખ્યાના નામે કામ રોક્યું:કાંકરિયા ટોય ટ્રેનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપવા ભાજપના નેતાઓએ દરખાસ્ત 15 દિવસ માટે બાકી રાખી
    Next Article
    Beparwah First Look: Ahaan Panday And Sharvari Tease An Epic Tale Of Love And Destruction

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment