Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘કૉફી વિથ કરણ' વિવાદ બાદ રશ્મિકાએ હેટર્સનું મોઢું તોડ્યું!:સોશિયલ મીડિયા પર લાંબી લચક પોસ્ટ લખી, કહ્યું- મુશ્કેલીમાં વિજય સાથે હતો, તમે નહીં

    20 hours ago

    સાઉથ સિનેમાનું ક્યુટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના તાજેતરમાં ચર્ચામાં છે. ‘કૉફી વિથ કરણ સીઝન 9’માં આ દંપતીના એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ એપિસોડમાં રશ્મિકાએ ખુલાસો કર્યો હતો કે તેણે વિજયને લગ્ન માટે મનાવવા એક વર્ષ સુધી પ્રયાસ કર્યા હતા અને લગભગ 100 વખત મેરેજ માટે પૂછ્યું હતું. આ વાત સામે આવ્યા બાદ નેટીઝન્સે વિજય દેવરકોંડાને 'રેડ ફ્લેગ' અને રિલેશનને 'ટોક્સિક' ગણાવી બંનેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે, ચારેય બાજુથી થઈ રહેલી ટીકાઓ વચ્ચે આખરે આ સુપરસ્ટાર જોડીએ મૌન તોડ્યું છે અને ટ્રોલર્સને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. રશ્મિકા મંદાનાએ 8 સ્લાઈડમાં લાંબી પોસ્ટ લખી રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર 8 સ્લાઈડની લાંબી પોસ્ટ શેર કરીને આ વિવાદ પર પોતાની વાત મૂકી છે. રશ્મિકાએ લખ્યું: હું સામાન્ય રીતે આવી બાબતો પર રિએક્શન આપતી નથી, કારણ કે દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો હક છે. પણ આ વખતે અમારા એપિસોડ પર જે બખેડો મચાવવામાં આવ્યો છે, તે અભિપ્રાય ઓછો અને પોતાના ગુસ્સાનો શિકાર બનાવવા નીકળેલી ભીડ વધુ લાગે છે. વિજયને 100 વખત લગ્ન માટે પૂછવા વાળી વાત પર સ્પષ્ટતા કરતાં રશ્મિકાએ ઉમેર્યું: આ વિષય ક્યારેય 100 વખત પૂછવા કે એક વર્ષનો હતો જ નહીં. લોકો એ એક જ વાત પર અટકી ગયા. વિજય બસ એટલું જ ઈચ્છતો હતો કે અમે બંને એકબીજાને સમજવા માટે પૂરો સમય અને સ્પેસ લઈએ, જેથી જીવનના ઉતાર-ચઢાવ અને તણાવ વચ્ચે પણ અમે એકબીજા માટે યોગ્ય છીએ કે નહીં તેની ખાતરી થઈ શકે. અને અમે એકબીજાને પસંદ કર્યા. જો હું પ્રેમમાં છું અને પોતાના પ્રેમ માટે 100 વાર નહીં પણ 1000 વાર પૂછવું પડે તો તેમાં ખોટું શું છે. રશ્મિકાએ વધુમાં ઉમેર્યું કે- તેના જીવનમાં જ્યારે જ્યારે હાડકાં તૂટ્યા કે એંગ્ઝાયટી થઈ ત્યારે વિજયે જ તેને સંભાળી છે. બહાર બેસીને સોશિયલ મીડિયા પર તેમના રિલેશનને જજ કરવું સરળ છે પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. ‘તમે બધા ભાડમાં જાવ...’ બીજી તરફ, વિજય દેવરકોંડાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. વિજયે લખ્યું- મારી સૌથી સારી મિત્ર, મારી પત્ની અને મારી જીવનસંગિની... મારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો, જેને મેં યોગ્ય રીતે પસંદ કરી છે. જે લોકો ખરેખર અમારી ચિંતા કરે છે તેમને કહેવા માગું છું કે અમે બંને ખૂબ ખુશ છીએ. જો આખી દુનિયા એક તરફ હોય અને અમે બંને બીજી તરફ, તો પણ અમને મંજૂર છે. અને બાકીના લોકો - જેઓ માત્ર નકારાત્મકતા જ ફેલાવે છે - તેઓ ભાડમાં જાય." શું હતો સમગ્ર વિવાદ? વિજય અને રશ્મિકાએ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તાજેતરમાં પોતાની ફિલ્મ ‘રાણાબાલી’ના પ્રોમોશન અને 'કૉફી વિથ કરણ 9' દરમિયાન તેણે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. જેમાં વિજયના એટીટ્યુડને નેટીઝન્સે પુરુષપ્રધાન માનસિકતા ગણાવી તેને ટ્રોલ કર્યો હતો. કેટલાક યુઝર્સે તો રશ્મિકાને છૂટાછેડા લેવાની પણ સલાહ આપી દીધી હતી. પરંતુ હવે બંને કલાકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેનો સંબંધ અરસપરસના પ્રેમ અને વિવેક પર આધારિત છે અને સોશિયલ મીડિયાની નકારાત્મકતાથી તેને કોઈ ફરક પડતો નથી.
    Click here to Read More
    Previous Article
    मर्सिडीज कांड में छूटा नाबालिग, मृतक का परिवार बोला- जिला जज का बेटा है, इसलिए छोड़ा गया
    Next Article
    પાવીજેતપુર APMCમાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ:વિરોધ પક્ષે ફોર્મ ન ભરતા તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment