Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ગ્રીન ફટાકડા સિવાયના વેચાણ પર પ્રતિબંધ:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે દિવાળીને પગલે જાહેરનામું બહાર પાડ્યું; પોલીસ કોન્સ્ટેબલ કાર્યવાહી નહીં કરી શકે

    13 hours ago

    દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન આગ કે અકસ્માતના બનાવો ન બને અને પર્યાવરણનું રક્ષણ થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 (BNSS)ની કલમ 163 અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમરેલી જિલ્લા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા મુજબ સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમયમર્યાદા અને મુખ્ય નિયમો ફટાકડા ફોડવાનો સમય: દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રિના 20:00થી 22:00 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રિના 23:55થી 00:30 કલાક સુધી જ ફટાકડા ફોડવાની છૂટ રહેશે. ગ્રીન ફટાકડા જ માન્ય: માત્ર સુપ્રીમ કોર્ટ અને NGT દ્વારા માન્ય તથા ઓછા એમિશન ઉત્પન્ન કરતા 'ગ્રીન ફટાકડા' ના ઉત્પાદન અને વેચાણને જ મંજૂરી આપવામાં આવી છે. બેરીયમ પર પ્રતિબંધ: ફટાકડાના ઉત્પાદનમાં બેરીયમનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લારીઓ અને સિરીઝ પર પ્રતિબંધ: વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા જોઇન્ટ ફાયરક્રૅકર્સ (સિરીઝ ક્રૅકર્સ અથવા લારીઓ) ના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. મહત્વની બાબતો ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ: તમામ ઇ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા ઓનલાઇન ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સાયલેન્ટ ઝોન: હોસ્પિટલ, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ પ્રતિબંધ: કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ કે આતિશબાજી બલૂન) ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને તેને આકાશમાં ઉડાડવા પર સખત પ્રતિબંધ છે. વેચાણ અંગેની માર્ગદર્શિકા ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. વેપારીઓએ માત્ર PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ્ઝ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચવાના રહેશે, જેના દરેક બોક્સ પર PESOનું માર્કિંગ હોવું અનિવાર્ય છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ કે વેચાણ કરવા પર સખત પ્રતિબંધ છે. પ્રતિબંધિત વિસ્તારો લોકોને અગવડ ન પડે અને ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોમાં બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસ સ્ટોરેજ, અન્ય જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન તેમજ હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સરકારની ₹2.12 લાખ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી:હેલિકોપ્ટર, ડ્રોન સિસ્ટમ અને હથિયારો ખરીદવામાં આવશે, જેમાંથી 82% ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે
    Next Article
    નિહારિકા બંગલોઝમાં શરદ પૂનમની ઉત્સાહભેર ઉજવણી:આંબાવાડીમાં સભ્યોએ ચાંદની રાતમાં દૂધપૌંઆ અને બટાકાવડાનો સ્વાદ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment