Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશન મામલે મનપા કમિશનરને પત્ર:રાજકુમાર બેનિવાલને ગેરમાર્ગે દોરાયા હોવાનો પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાના દાવો

    8 hours ago

    સુરત મહાનગરપાલિકાના કમિશનરને મનપાના અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણી અસ્લમ સાયકલવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં અસરગ્રસ્તોને આવાસ ફાળવણીના મુદ્દે ઊભી થયેલી અસમંજસતા વચ્ચે હાઈકોર્ટ દ્વારા પણ મનપાના કમિશનર અને શાસકોને ફટકાર લગાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડરના લાભાર્થે ડિમોલિશન કરનારા અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. 'અધિકારીઓ રાજકુમાર બેનિવાલને ગેરમાર્ગે દોરે છે' પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ વધુમાં કહ્યું કે, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલજીને આજે એક પત્ર લખીને એમનું ધ્યાન દોરવા માંગું છું. એ પત્રમાં મુખ્ય એ છે કે હાલના જે અધિકારીઓ છે એવા ઘણા અધિકારીઓ આજે પણ એમના રાજકીય અને આર્થિક આકાઓના ઇશારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 'નડતરરૂપ ઝૂંપડપટ્ટીઓને વૈકલ્પિક પ્લોટની ફાળવણી કરતી હતી' વધુમાં કહ્યું કે, રાજકુમાર બેનિવાલજી જ્યારે હાઈકોર્ટમાં ગત શુક્રવારે હાજર હતા અને એમને એવું કહ્યું કે રસ્તાના નડતરરૂપ ઝૂંપડપટ્ટીઓ માટે કોઈ પોલિસી નથી વૈકલ્પિક આવાસ આપવા માટેની, તો હું મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલનું ધ્યાન દોરવા માંગું છું કે 1975થી લઈને 1995 સુધી સુરત મહાનગરપાલિકાએ રસ્તા વચ્ચે નડતરરૂપ ઝૂંપડપટ્ટીઓને વૈકલ્પિક પ્લોટની ફાળવણી કરતી હતી. ખુલ્લા પ્લોટની, જે 10x10, 12x10, 12x15ના પ્લોટો રહેતા હતા અને એવા જે જૂનું રિંગરોડ છે એ વિસ્તારની અનેક ઝૂંપડપટ્ટીઓને ઘણી જગ્યાએ વૈકલ્પિક પ્લોટની ફાળવણી કરી છે. જેમાં લિંબાયત ઝોનમાં ટીપી-7 આંજણામાં, ટીપી-39માં, ટીપી-8માં, પાંડેસરા વગેરે વિસ્તારોમાં. વધુમાં જણાવ્યું હતું કે, 1995 પછી એટલે વર્ષ 2000થી લઈને આજ દીન સુધી સુરત મહાનગરપાલિકા જે રસ્તા વચ્ચે નડતરરૂપ કે અન્ય વિકાસ કામમાં નડતરરૂપ ઝૂંપડપટ્ટીઓ હતી એને વૈકલ્પિક ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરતી હતી અને આના માટે વર્ષ 2007ની અંદર સુરત મહાનગરપાલિકાએ અત્યારે 28 ફેબ્રુઆરી 2007ના રોજ સ્થાયી સમિતિના ઠરાવ નંબર 1838/2007થી એક ઠરાવ નક્કી કરી હતી, પોલિસી નક્કી કરી છે કે સુરત શહેરમાં નદી કિનારે, ખાડી કિનારે અને રસ્તા વચ્ચે નડતરરૂપ જો ઝૂંપડપટ્ટીઓ આવે, એ તમામ ઝૂંપડપટ્ટીઓને વૈકલ્પિક EWS આવાસ આપવાના થાય છે. 'સોપારીબાજ અધિકારીઓને બચાવવા કેટલાક અધિકારી સક્રિય' તેમણે અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારે મ્યુનિસિપલ કમિશનરને એક જ બાબત ધ્યાનમાં લાવવાની છે કે આપ આપના આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ કે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ, જે સોપારીબાજ અધિકારીઓએ 30 મે અને 1 જૂનના રોજ નાસિર નગર વસાહતના ગરીબ શ્રમિક પરિવારોને ઘર વિહોણા કર્યા હતા, એ સોપારીબાજ અધિકારીઓને બચાવવા માટે આજે પણ મહાનગરપાલિકાના ઘણા એવા અધિકારીઓ સક્રિય છે, એમની વાયદા ના લાગતા, એમણે બતાવેલા ગેરમાર્ગે ના દોડાવતા, સુરત મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈ લેજો, એની ઓફિશિયલી જે તમારી પાસે રેકોર્ડ છે એની ચકાસણી કરજો કે વૈકલ્પિક આવાસો કોને કઈ રીતે આપ્યા છે અને તમારા અધિકારીઓ ના બતાવે તો મારા જેવાને પૂછજો, હું ચોક્કસ તમને સાચી માહિતી આપીશ કે આ ઝૂંપડપટ્ટી હતી, આ વિસ્તારમાં હતી અને આ નડતરરૂપ અહીંયા હતી અને એને આ રીતે વૈકલ્પિક આવાસની ફાળવણી થઈ છે માનવતાના ધોરણે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, મારી એક જ વિનંતી છે કે જે સ્થાયી સમિતિનો ઠરાવ નંબર 1838/2007 છે એને વંચાણમાં લે, કમિશનર એને ધ્યાનમાં લે અને આવનારા દિવસોમાં પણ સુરત શહેરમાં જે કઈ આવા ઉદ્ભવતા પ્રશ્નો હોય એનું સાચી રીતે, ન્યાયિક રીતે નિરાકરણ કરે. આમ, નાસિર નગર પ્રકરણમાં સાચી નીતિ-નિયમો મુજબ અસરગ્રસ્તોને આવાસ ફાળવવામાં આવે તો જ આ સમગ્ર સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. કોંગ્રેસ અગ્રણી અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા વર્ષ 2007માં સ્થાયી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને જેના આધારે અસરગ્રસ્તોને મનપા નીતિ-નિયમોને આધીન આવાસ ફાળવણી કરી શકે છે. મનપા દ્વારા ભૂતકાળમાં 1975થી 1995 સુધી વિકાસ કામોમાં નડતરરૂપ મકાનના પરિવારોને પાંડેસરા સહિતના વિસ્તારોમાં ખુલ્લા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2000થી રસ્તા સહિતના વિકાસ કામોમાં નડતરરૂપ ઝૂંપડપટ્ટીઓને વૈકલ્પિક આવાસની ફાળવણી પણ કરવામાં આવી છે. આ સિવાય મહાનગરપાલિકાની જ સ્થાયી સમિતિ દ્વારા 28 ડિસેમ્બર 2007ના રોજ ઠરાવ કરીને શહેરના ગરીબ-શ્રમિક પરિવારને કોસાડ, ભેસ્તાન, ડિંડોલી, જહાંગીરપુરા અને રાંદેર સહિતના વિસ્તારોમાં આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સીટીએમ એક્સપ્રેસ હાઇવે પરથી મહારાષ્ટ્રનો કેરિયર હથિયાર સાથે ઝડપાયો:પોલીસે બે પિસ્તોલ-કારતૂસ જપ્ત કરી, સપ્લાયર-મંગાવનારના નામો ખુલતા ત્રણેય સામે ખુનો
    Next Article
    Glass Factory में मजदूरों की जिंदगी कितनी सुरक्षित? | Firozabad | Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment