Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોહિલવાડમાં શરદપૂર્ણિમાની ઉજવણી:ઊંધિયું અને ગુલાબજાંબુની જમાવટ, મોંઘવારી વચ્ચે પણ ભાવમાં કોઈ વધારો નહીં

    14 hours ago

    ભાવનગરમાં આજે આસોસુદ પૂનમ એટલે કે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. આધ્યાત્મિકતા અને સ્વાદોત્સવનો સમન્વય એટલે શરદપૂનમ. ભાવનગરવાસીઓએ ઊંધિયું, દહીંવડા અને ગુલાબજાંબુ સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ મનભરીને માણ્યો હતો. દર વર્ષે સ્વાદપ્રિય ભાવનગરવાસીઓ શરદપૂનમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે શહેર તથા જિલ્લામાં શરદપૂનમના એક દિવસ અગાઉથી જ ઉંધીયુ, દહીંવડા સહિતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. શહેરના નાના મોટા તમામ વિસ્તારમાં મિઠાઈ-ફરસાણના વેપારીઓથી લઈને દર વર્ષે જાહેર રસ્તાઓને અડીને મંડપ-શમીયાણાઓ ઉભા કરી ઊંધિયાનું વેચાણ કરતા હોય છે. આ વર્ષે ઊંધીયુ અને દહીવડા પ્રતિ કિલો રૂ. 320ના ભાવે અને ગુલાબજાંબુ રૂ. 200 પ્રતિ કિલો વહેચાય રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંધિયાના ભાવમાં કોઈ ફેરફાર નહીં આ અંગે દવે મીઠાઈવાળા કિશનભાઈએ જણાવ્યું હતું કે, આજે શરદ પૂનમ ઉજવાઈ રહી છે, ત્યારે ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ ખાવાની શરૂઆત ભાવનગરથી થઈ હતી. લોકો દૂધ અને પૌંઆ ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરતા હતા. સનાતન ધર્મની અંદર કોઈપણ તિથિ બે હોવાથી આ જ વખતે બે શરદ પૂનમ હતી. કાલે પણ શરદ પૂનમ હતી. અમારા મીઠાઈ એસોસિએશને સોમવારે શરદ પૂનમની ઉજવણી કરી છે. આજે બગદાણાની અંદર પણ શરદ પૂનમની ઉજવણી કરાઈ છે. ગુરુ પરંપરા જે ચાલી આવે છે એ મુજબ આજે લોકો ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ આરોગે છે. ગેસમાં ભાવવધારો, તેલમાં ભાવવધારો થયો છે પણ એની સામે શાક થોડુંક અત્યારે વ્યાજબી ભાવમાં છે. જેથી કરીને અમે ગયા વર્ષે જે ભાવે ઊંધિયું વહેંચ્યું હતું એ ભાવે આ વર્ષે પણ ઊંધિયું વેચી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર તૈયાર:પીએમ મોદી 30 ઓક્ટોબરે લોકાર્પણ કરાશે, ઉત્તમ નસ્લનાં પશુઓના સંવર્ધન થકી પશુપાલકોની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ
    Next Article
    Ahmedabad Health Department | દિવાળીના પર્વને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment