Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાં સૂતેલા આર્મી જવાનના પર્સની ચોરી:વટવામાં એપ ડાઉનલોડ કરાવી એક રૂપિયો પેમેન્ટ કરવાનું કહી ગઠિયાએ ફોન હેક કર્યો, યુવકનું એકાઉન્ટ સાફ કરી નાખ્યું

    7 hours ago

    ઉત્તરપ્રદેશમાં આર્મી જવાન તરીકે નોકરી કરતા અને જુનાગઢમાં રહેતા આર્મીમેન ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગયા હતા. ત્યારે ગઠિયો તેમના ગળામાં લટકાવેલો પર્સ ચોરી ફરાર થઇ ગયો હતો. પર્સમાં મોબાઇલ ફોન, આર્મીનું કાર્ડ સહિતના મહત્ત્વના દસ્તાવેજો હતા. આ અંગે આર્મી જવાને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે બીજા બનાવમાં વટવામાં ગઠિયાએ મેસેજમાં એપ્લિકેશન મોકલી યુવકને એક રૂપિયો ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી ફોન હેક કરી એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું. ઊંઘમાંથી જાગ્યા બાદ તપાસ કરતાં પર્સ ગાયબ હોવાની જાણ થઈ જુનાગઢમાં રહેતા કિશન રબારી ઉત્તરપ્રદેશમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલાં તેઓ રજા લઈને જુનાગઢ જવા નીકળ્યા હતા. જેથી પત્ની સાથે બનારસ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. કિશને પોતાના ગળામાં પર્સ લટકાવ્યું હતું. જેમાં મોબાઇલ ફોન, આર્મીનું ઓળખકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો રાખ્યા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કિશન ઊંઘી ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઈને તસ્કર તેમના ગળામાંથી પર્સ ચોરીને ફરાર થઈ ગયો હતો. ઊંઘમાંથી જાગ્યા બાદ તપાસ કરતાં પર્સ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આર્મી જવાને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેસેજમાં મોકલેલી એપ ડાઉનલોડ કરવી યુવકને ભારે પડી બીજા બનાવમાં વટવાના સવિતાનગર વિંઝોલ ક્રોસિંગ રોડ પર રહેતા દયારામ રાજકુમાર રાયે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત 22 ઓક્ટોબરે સાંજે અજાણી વ્યક્તિએ દયારામના મોબાઇલ ફોન પર મેસેન્જર એપ્લિકેશનમાં મેસેજ કર્યો હતો. આ મેસેજમાં એક એપ્લિકેશન મોકલવામાં આવી હતી. દયારામે આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં તેમાં એક રૂપિયાનું પેમેન્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, તેમણે કોઈ પેમેન્ટ કર્યું નહોતું. તેમ છતાં અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી કુલ રૂ. 85 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    'હાય રે મોદી, હાય રે અમિત શાહ, હાય રે ભાજપ':ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીએ બેરિકેડને ધક્કા માર્યાં, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
    Next Article
    Why China Wants Taiwan... And Why Invading It Is Almost Impossible | Xi Jinping

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment