Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનથી ભાજપ લાલઘૂમ:ગાંધીનગરમાં પ્રદેશ નેતાગીરીની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલય સુધી મહા વિરોધ પ્રદર્શન યોજાશે, દિગ્ગજ નેતાઓ હાજર રહેશે

    2 days ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અસભ્ય અને વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ આક્રમક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવશે આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તમામ મહાનગરો અને જિલ્લાના ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાંજે 4 કલાકે ગાંધીનગરના ઘ-5 સર્કલ ખાતે એકઠા થશે. જ્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી ગાંધીનગર શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. મલ્લિકાર્જુન ખડગેની અસભ્ય ટિપ્પણીથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ સમગ્ર વિવાદની શરૂઆત બિહારની રાજધાની પટના ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન થઈ હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતી વખતે પ્રેક્ષાગારમાંથી કોઈ વ્યક્તિએ નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર આવવાની વાત કરી હતી. જેના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિષ્ટાચારની તમામ મર્યાદાઓ વટાવીને જાહેરમાં કહ્યું હતું કે, મોદી શું, મોદીનો બાપ પણ જશે. વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા અંગે કરાયેલી આ અંગત અને અસભ્ય ટિપ્પણીથી રાજકીય વર્તુળોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મલ્લિકાર્જુન ખડગેના આ વિવાદિત નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યના નેતાઓએ પણ કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીમાં સતત પરાજય અને જનાધાર ગુમાવ્યા બાદ કોંગ્રેસ માનસિક રીતે ભાંગી પડી છે અને તેના કારણે દેશના પ્રધાનમંત્રીના દિવંગત પિતા માટે આવી ભાષાનો ઉપયોગ કરી રહી છે. ખડગે દેશવાસીઓ તેમજ વડાપ્રધાનની માફી માંગે તેવી માંગ ગુજરાત ભાજપના નેતાઓએ જણાવ્યું કે, વડાપ્રધાનના પરિવાર અને તેમના સ્વર્ગસ્થ પિતાનું અપમાન દેશ અને ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. ગાંધીનગરમાં યોજાનારા આ વિરોધ પ્રદર્શન દ્વારા ભાજપ કોંગ્રેસ સમક્ષ આકરી નારાજગી વ્યક્ત કરશે અને ખડગે દેશવાસીઓ તથા વડાપ્રધાનની બિનશરતી માફી માંગે તેવી માંગ કરશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સિંધી સમાજે હિંગળાજ માતાજીનો 8મો પાટોત્સવ ઉજવ્યો:ચાચરિયા ચોક ખાતે યજ્ઞ, કન્યા પૂજન, મહાપ્રસાદ અને રાસ-ગરબાના કાર્યક્રમો યોજાયા
    Next Article
    22-Year-Old Engineer Executed Attack On Tiger Shroff, Arranged Weapons

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment