Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના ગરબાનું ઉત્થાપન:શુભ મુહૂર્તમાં આરતી બાદ 'બોલ માડી અંબે'ના નાદ સાથે ગરબાનું વિસર્જન કરાયું, ભક્તોએ દૂધ પૌવાનો પ્રસાદ લીધો

    1 day ago

    હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે શરદ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શુભ મુહૂર્તમાં આરતી બાદ ગરબાનું ઉત્થાપન કરાયું હતું. આ મંદિરે આસો અને ચૈત્ર માસની નવરાત્રી યોજાય છે. આ વર્ષે આસોની નવરાત્રીનું આયોજન થયું હતું અને દશેરાએ માંડવીનું ઉત્થાપન કરાયું હતું. શરદ પૂર્ણિમાએ આરતી, ગરબા અને દૂધ પૌવાનું આયોજન કરાયું હતું. મંદિર પરિસરમાં ભક્તો અને ખેલૈયાઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ માતાજીના ગરબા અને ફોટો પ્રતિમાનું પૂજન-અર્ચન કરી આરતી કરવામાં આવી. 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદ સાથે મહિલાઓએ માથે ગરબા અને ફોટો પ્રતિમાનું ઉત્થાપન કર્યું. ગરબાનું મંદિરમાં વિસર્જન કરાયું અને હરસિદ્ધિ માતાજીની ફોટો પ્રતિમા મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. અંતે સૌને દૂધ પૌવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    સર્બિયામાં પુતિન સમર્થક રાષ્ટ્રપતિ વુચિચની હાર:વિદ્યાર્થી ગઠબંધને ચૂંટણી જીતી; તાનાશાહી વલણ સામે બે વર્ષથી પ્રદર્શન ચાલી રહ્યા હતા
    Next Article
    Travis Kelce's Fit Appearance Turns Heads Before Chiefs-Seahawks Showdown

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment