Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવિણભાઈ ભાલોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો:અજંતા ઓરેવા ગ્રુપના ઉદ્યોગપતિના પરિવારને મળી સાંત્વના પાઠવી, યોગદાનને બિરદાવ્યું

    1 day ago

    મોરબી આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે પ્રવિણભાઈના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને સદ્ગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ પ્રવિણભાઈના પુત્રો નેવિલભાઈ, હિમાંશુભાઈ અને ભાઈ જયસુખભાઈ સહિત પરિવારજનોને મળી સાંત્વના આપી. તેમણે મોરબીના ઔદ્યોગિક વિકાસ અને સામાજિક સેવાઓમાં સ્વ. પ્રવિણભાઈના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. આ મુલાકાત દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે ધર્મસભા મળશે:સત્ય સિદ્ધાંત સમિતિ કરશે મનોમંથન; 5000થી વધુ સંતો-હરિભક્તો મૂળ સિદ્ધાંતોના જતન કાજે એકઠા થશે
    Next Article
    બોટાદમાં સરકારી વકીલો, પોલીસને NDPS અને POCSO પર તાલીમ:ગૃહ વિભાગ દ્વારા ડાઇંગ ડિક્લેરેશન, ઓળખ પરેડ અને પંચનામા અંગે અપાઈ જાણકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment