Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બીજી મેચમાં પણ પાંખી હાજરી:કોટંબી સ્ટેડિયમમાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડેનો માહોલ ફિક્કો, પહેલી મેચની સરખામણીએ થોડા જ દર્શકો વધ્યા

    12 hours ago

    વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 વન-ડે સિરીઝની બીજી મેચ યોજાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત મેચની સરખામણીએ દર્શકોની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે, છતાં સ્ટેડિયમમાં મોટાભાગની બેઠકો ખાલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ હોવા છતાં સ્ટેડિયમમાં દર્શકો કરતાં પોલીસની હાજરી વધુ જોવા મળી હતી. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં પ્રથમ વન-ડે મેચમાં ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવીને ભારતીય ટીમે શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. આજે ભારતીય ટીમ બીજી મેચ પણ જીતીને શ્રેણી પર કબજો જમાવવાના ઇરાદા સાથે રમી રહી છે. બીજી તરફ, ઝિમ્બાબ્વેની ટીમ વળતો પ્રહાર કરીને સિરીઝ 1-1 થી બરાબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓની આશા પર પાણી આંતરરાષ્ટ્રીય મેચના આયોજનથી સારા વેપાર-ધંધાની આશા રાખીને બેઠેલા સ્થાનિક વેપારીઓને ભારે નિરાશા સાંપડી છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોની પાંખી હાજરીને કારણે આસપાસના વિસ્તારોમાં અપેક્ષિત ઘરાકી જોવા મળી નહોતી. ક્રિકેટ મેચથી વિસ્તારના વેપારને વેગ મળવાની મોટી અપેક્ષા હતી, પરંતુ ખાલી સ્ટેડિયમને કારણે વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. પ્રથમ વન-ડેમાં ભારતનો ભવ્ય વિજય શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 197 રન બનાવ્યા હતા. ભારતે પ્રતીકા રાવલની અણનમ સદી અને શેફાલી વર્માની આક્રમક બેટિંગથી 1 વિકેટ ગુમાવી 27.1 ઓવરમાં લક્ષ્ય હાસલ કર્યું હતું. ભારતીય બોલર ચરણીને આ મેચમાં 4 વિકેટ મળી હતી. સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ 28 ઑક્ટોબરે કોટંબીના BCA સ્ટેડિયમ ખાતે રમાશે.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાતમાં એક વર્ષની પાણીની અછત પૂરી થઈ જશે':સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધુ ફાઇનલ થઈ જશે; MP-રાજસ્થાન અને મહારાષ્ટ્રના CM સાથે બેઠક
    Next Article
    મોરબી BAPS મંદિરમાં મહંત સ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી:શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment