Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ઠેબી ડેમ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ અપાયો, મંત્રી કૌશિક વેકરીયા પણ જોડાયા

    3 days ago

    અમરેલી શહેરના ઠેબી ડેમ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવી વધુ વૃક્ષો વાવવા અપીલ કરી. ઇકો અર્થ ફાઉન્ડેશને 'ફ્રી ધ ટ્રી મુવમેન્ટ' શરૂ કરી છે. તેનો હેતુ વૃક્ષોને તાર, જાળી અને કોંક્રિટના બાંધકામોથી મુક્ત કરવાનો છે. 'પ્રોજેક્ટ નવજીવન' અંતર્ગત નવા છોડ રોપવાની સાથે જૂના વૃક્ષોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી પણ કરવામાં આવી રહી છે. જૂના વૃક્ષો વધુ ઓક્સિજન આપે છે, તેથી તેમની માવજત ક્લાઇમેટ ચેન્જ સામે લડવા મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી વેકરીયા સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું. આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી અને ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ હાજર રહ્યા હતા. તેમણે પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં UMAના રક્તદાન કેમ્પમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત:Sanabil Youth Foundation અને Sharp Enterpriseના સહયોગથી યોજાયો કેમ્પ; લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
    Next Article
    Narmada Sagbara Tribal Protest | સાગબારા જમીન વિવાદ મામલે મનસુખ વસાવાની CMને રજૂઆત | Land | CM Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment