Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમે હિંદુ છીએ, અમારી પાસે છૂટાછેડા શબ્દ નથી':સુનીતા સાથેના વિવાદ પર ગોવિંદાની પ્રતિક્રિયા, કહ્યું- 'હું પડદો ઉઠાવીશ તો લોકો શરમાઈ જશે'

    2 days ago

    એક્ટર ગોવિંદાએ પત્ની સુનીતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચવા સંબંધિત પ્રશ્ન પર પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, 'અમે હિંદુ છીએ અને અમારે ત્યાં છૂટાછેડા શબ્દ જ નથી.' ઉલ્લેખનીય છે કે, ગોવિંદા છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવન અને પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. 'ABP ન્યૂઝ' સાથેની વાતચીતમાં ગોવિંદાએ પોતાના સંબંધો અને પત્ની દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોને લઈને પ્રતિક્રિયા આપી. જોકે, તેણે ઘણા પ્રશ્નોના સીધા જવાબ આપવાને બદલે ઈશારામાં પોતાની વાત કહી. ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે, તે કોઈને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકવા માંગતો નથી. તેનું કહેવું છે કે, જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિઓ સર્જાય છે, જ્યારે વ્યક્તિએ પોતાના સંબંધો અને સંજોગોને સમજતાં ધીરજ રાખવી પડે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન ગોવિંદાને પૂછવામાં આવ્યું કે, સુનીતા આહુજા પહેલાં કહેતાં હતાં કે જો તેમના પતિના ચાર-પાંચ અફેર વધુ હોત તો સારું હોત, પરંતુ હવે તે તમારા પર ગંભીર આરોપો શા માટે લગાવી રહી છે? આ પ્રશ્નના જવાબમાં ગોવિંદાએ કહ્યું કે, તે આ મામલે કેટલીક વાતો ગુપ્ત રીતે કહેવા માગે છે, પરંતુ સંપૂર્ણ ખુલાસો કરશે નહીં. તેનું કારણ જણાવતાં તેણે કહ્યું કે, તેનો સ્વભાવ એવો છે કે તે જીવનના મંચનો પડદો એટલી હદ સુધી ઉઠાવતો નથી, જ્યાં કોઈ વ્યક્તિને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે અથવા સમાજ સામે તેના માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય. છૂટાછેડાના પ્રશ્ન પર શું કહ્યું? વાતચીત દરમિયાન ગોવિંદા અને સુનીતાના સંબંધોની કાનૂની સ્થિતિ અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ઇન્ટરવ્યૂમાં સુનીતા તરફથી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવામાં આવી હોવાનો ઉલ્લેખ થયો અને ગોવિંદાને પૂછવામાં આવ્યું કે, શું આવું કોઈ દબાણને કારણે થયું હતું કે પછી પરસ્પર સંમતિથી? આ પ્રશ્ન પર ગોવિંદાએ સીધી રીતે સમગ્ર ઘટનાની વિગતો આપી નહોતી. તેણે કહ્યું, "ના-ના, અમે હિંદુ માણસ છીએ અને અમારી પાસે છૂટાછેડા જેવો શબ્દ નથી. બધી વ્યવસ્થાઓ અમારી અંદર જ છે." ગોવિંદાએ કહ્યું, એક્ટ્રેસિસ સાથે માત્ર હેલો-હાય થઈ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સુનીતાજી કહે છે કે ગોવિંદા કોઈના રૂપ-સૌંદર્યમાં એટલા ખોવાઈ ગયા છે કે તેમને પોતાનું ઘર-પરિવાર પણ દેખાતું નથી? ત્યારે ગોવિંદાએ હસતાં-હસતાં પોતાના અંદાજમાં જવાબ આપ્યો. ગોવિંદાએ કહ્યું કે, તે એવા પ્રકારનો માણસ નથી, જેના વિશે સમજવામાં આવી રહ્યું છે. તેણે રમુજી અંદાજમાં કહ્યું કે, તેની સામે ચાર-ચાર મિસ યુનિવર્સ જેવી એક્ટ્રેસિસ આવી, પરંતુ તે તેમની સાથે ક્યારેય યોગ્ય રીતે મળી પણ શક્યો નહીં. એક્ટરે કહ્યું કે, 'આ એક્ટ્રેસિસ સાથે મારી વાતચીત માત્ર હેલો-હાય સુધી જ મર્યાદિત રહી.' 'તક મળે તો તેમની સાથે દાવ લગાવી દઉં' વાતચીત દરમિયાન જ્યારે તેને કહેવામાં આવ્યું કે, તેણે ક્યારેય પાર્ટી કરવા જેવી બાબતો કરી નથી અને હવે તેને તેનો અફસોસ થાય છે? ત્યારે ગોવિંદાએ રમુજી અંદાજમાં કહ્યું કે, તેને આ વાતનો ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે. તેણે હસતાં હસતાં કહ્યું, ‘ભયંકર રીતે અફસોસ થઈ રહ્યો છે. અત્યારે તક મળે તો હું તેમની સાથે દાવ લગાવી દઉં. સોરી, મજાક કરી રહ્યો છું.’ ગોવિંદાએ વાતચીતમાં કહ્યું કે, તેનું નામ અને બદનામી લાંબા સમયથી એકસાથે ચાલતા આવ્યા છે. તેના મતે, જ્યારે કોઈ વ્યક્તિને નામ અને પ્રસિદ્ધિ મળે છે, ત્યારે તેની સાથે શંકા અને ટીકાઓ પણ જોડાઈ જાય છે. તેણે કહ્યું કે એવું ક્યારેય થયું નથી કે તેમને બદનામીનો સામનો ન કરવો પડ્યો હોય. એક્ટરે એક જૂની વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, લગભગ આઠ-નવ વર્ષ પહેલાં તેણે કોઈને કહ્યું હતું કે આવનારા સમયમાં કેટલીક એવી પરિસ્થિતિઓ ઊભી થશે, જેનો પ્રભાવ તેના જીવન પર પડશે. ગોવિંદાના મતે, તે સમયે તેણે જે સમયગાળાની આશંકા વ્યક્ત કરી હતી, આજે તેને લાગે છે કે પરિસ્થિતિઓ એ જ દિશામાં આગળ વધી રહી છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું નથી કે તેનો ઈશારો કઈ વ્યક્તિ અથવા ઘટના તરફ હતો. તેણે કહ્યું કે તે દરેક વાત જાહેર કરવા માંગતો નથી, કારણ કે તેના માટે કોઈની પ્રતિષ્ઠા અને સન્માન પણ મહત્વપૂર્ણ છે. 'કડવાશથી ક્યારેય મીઠાશ નહીં આવે' ઇન્ટરવ્યુમાં ગોવિંદાને પૂછવામાં આવ્યું કે જ્યારે તેના વિશે સતત નકારાત્મક વાતો કરવામાં આવે છે, ત્યારે તે ખૂલીને જવાબ કેમ નથી આપતો? તેના પર એક્ટરે કહ્યું કે, તે વળતો જવાબ આપીને કોઈનું અપમાન કરવામાં માનતો નથી. ગોવિંદાએ કહ્યું, 'કડવાશથી ક્યારેય મીઠાશ નહીં આવે.' તેણે સમજાવ્યું કે સમય જતાં લોકોને પોતે જ સમજાઈ જાય છે કે કોણે કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કર્યું હતું. પત્નીને પણ પોતાની સફળતાનો શ્રેય આપ્યો સુનીતા આહૂજા સાથેના સંબંધો અંગેના પ્રશ્નો વચ્ચે ગોવિંદાએ પોતાની પત્ની વિશે સકારાત્મક વાતો પણ કરી. તેણે કહ્યું કે, જ્યારથી સુનીતા તેના ઘરે આવી છે, ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. એક્ટરે પોતાની સફળતા અને જીવનમાં મળેલી સિદ્ધિઓ માટે પોતાની માતાના આશીર્વાદનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેણે કહ્યું કે તેની પત્ની પણ તેના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો રહી છે. , ગોવિંદા સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'ગોવિંદા કોમલ સાથે બીજા લગ્ન કરવાનો હતો':છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા પર સુનીતાનો ખુલાસો; રાખી સાવંતે કહ્યું- '200 કરોડ પર ધ્યાન આપો, બીજી લઈ જશે' ગોવિંદા સાથેના ઝઘડા વચ્ચે પત્ની સુનીતાએ 19 ઓગસ્ટ 2026ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચીને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. હવે સુનીતાના કહેવા મુજબ, ગોવિંદા ગર્લફ્રેન્ડ કોમલ સાથે બીજા લગ્ન કરવાનું પ્લાન કરી રહ્યો હતો, આ જ કારણ છે કે સુનીતાએ વિરોધ કરતા છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    मक्का, मदीना पर हूतियों ने किया मिसाइल हमला, सऊदी ने दिखाए सबूत; हूती ने दावे पर क्या बोला
    Next Article
    ₹28 હજાર કરોડના સાઇબર ફ્રોડમાં એડવોકેટની ધરપકડ:₹2.60 કરોડ 400 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા; EDએ અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment