Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેડીલાબ્રિજ પર ડમ્પર પાછળ બસ ઘુસી જતાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત:ડમ્પર બંધ પડી જતાં રોડની વચ્ચે ઉભું હતું; બસ પાછળથી આવી ધડાકાભેર અથડાઈ

    6 hours ago

    ઈસનપુરથી જશોદાનગર તરફ જતા કેડિલા બ્રિજ પર ઉભા રહેલ ડમ્પર પાછળ બસ ઘુસી જતાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં ડમ્પર બંધ પડી જતાં રોડની વચ્ચે ઉભું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નરોડા આદિશ્વરનગર ખાતે રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાણંદની કંપનીમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. શુક્રવારે રાત્રે બસ લઈને કંપનીના કર્મચારીઓને ઉતારવા અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે કેડિલા બ્રિજ પર પહોંચ્યા ત્યારે કચરાનું ડમ્પર રોડની વચ્ચે ઊભું હતું. તે જ સમયે ખાલી સાઈડમાંથી એક કાર ડીપર લાઈટ મારીને નીકળતાં તેને બચાવવા જતાં બસ સીધી ઊભેલા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં નરેન્દ્રસિંહ અને દરવાજા પાસે ઊભેલા કંપનીના કર્મચારીઓ વિશાલસિંહ બારોટ અને અશોકકુમાર પરમારને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી 13મા દિવસે પણ ભૂખ હડતાળ પર:ક્લાસિસ ઓનલાઈન થયા; માંગ- વિદ્યાર્થી યુનિયન પુનઃસ્થાપિત થાય, અહીં 20 વર્ષથી ચૂંટણી થઈ નથી
    Next Article
    Man Shot Dead By Friends After Argument Over Parking In Amritsar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment