Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા પ્રોફેસર સાથે ઠગાઈ:સાયબર ફ્રોડ કેસની તપાસ માટે પોલીસ રાજસ્થાન જશે

    3 days ago

    નોબલ આયુર્વેદિક કોલેજના મહિલા પ્રોફેસર સાથેની ઠગાઈ અને અન્ય મહિલા સાથેના 1.50 લાખના સાયબર ફ્રોડની તપાસ માટે શહેર સી ડિવિઝન પોલીસ રાજસ્થાન જશે. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા કામનાનાથ નગર સોસાયટી, આંગન ટાઉનશીપમાં રહેતા નોબલ આયુર્વેદ કોલેજના પ્રોફેસર ડો. વિદ્યા જયપ્રકાશભાઈ નારાયણ સાથે તેમના ઘરનો સામાન તથા 2 કાર જૂનાગઢથી બેંગલુરુ શિફ્ટ કરવાના બહાને 'ફાસ્ટ પ્રોફેસનલ કાર્ગો મુવર્સ'ના માલિક સંદીપે 38.15 લાખની ઠગાઈ કરી હતી. જેની 12 ઓક્ટોબરે ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીઆઇ પી. પી. ઝાની ટીમે તપાસ કરત આરોપીનું લોકેશન રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. અન્ય એક કેસમાં રાયજીનગરમાં રહેતા પૂજાબેન હિરેનભાઈ વાઢેરનો મોબાઈલ ફોન હેક કરી તેના 2 બેંક ખાતામાંથી રૂપિયા 1.50 લાખ ટ્રાન્સફર કરી લઈ સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ થઈ હતી. જેમાં સી ડિવિઝન પોલીસે અમદાવાદથી બે શખ્સને ઝડપી લઇ રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા. આ કેસના મુખ્ય આરોપી રાજસ્થાન હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસે બંને કેસની તપાસઅતિ રાજસ્થાન જવાની તૈયારી શરૂ કરી છે. રાજસ્થાન ખાતે પહોંચી પોલીસ આરોપીની ભાળ મેળવવા ઉપરાંત ઠગાઇ અંગેના પુરાવા એકત્ર કરશે.
    Click here to Read More
    Previous Article
    યાત્રાધામ વિકાસ બોર્ડ પૂર્વ ડાયરેકટરે કલેકટરને 19 સુચનો કર્યા:"જીણાબાવાની મઢીથી માળવેલા સુધી હાર્ટએટેકના બનાવો વધારે : મેડિકલ, રેસ્ક્યુ ટીમ અહીં વધુ મુકો '
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પોરબંદરના વેટલેન્ડ્સ સુકાતા વિદેશી પક્ષીઓ રૂટ બદલીને અન્ય જિલ્લા તરફ ડાયવર્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment