Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં નકારાત્મક વલણ સાથે અસ્થિરતા:તેજી તરફી વલણ સાથે સુધારાની આશા પણ નફારૂપી વેચવાલીએ અસ્થિરતા વધારી

    7 hours ago

    ભારતીય શેરબજારમાં નકારાત્મક વલણ સાથે અસ્થિરતા જોવા મળી હતી. સતત ત્રીજા સત્રમાં ઘટાડો નોંધાવા પાછળ ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ, પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને મોંઘવારી અંગેની ચિંતાઓ મુખ્ય પરિબળો રહ્યા હતા. બજારમાં વેચવાલીનો વ્યાપ વધતાં મોટા શેરો ઉપરાંત નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. મોટાભાગનાં ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા હતા. વૈશ્વિક સંકેતો અને ઊંચા ઊર્જા ખર્ચને કારણે બજારમાં ખરીદી મર્યાદિત રહી હતી,જ્યારે નફારૂપી વેચવાલીએ અસ્થિરતા વધારી હતી. મંદીનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને પશ્ચિમ એશિયામાં વધતો તણાવ રહ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેતાં ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી ઉપર દબાણ વધવાની આશંકા ઊભી થઈ હતી. ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ અંગે વધુ વ્યાજવધારાની શક્યતા દર્શાવતા સંકેતોએ પણ રોકાણકારોને સાવચેત રાખ્યા હતા. આ ઉપરાંત, મોટા શેરોમાં ઘટાડો,વ્યાપક ક્ષેત્રોમાં વેચવાલી અને નાના-મધ્યમ કદની કંપનીઓમાં નબળાઈથી બજારની સ્થિતિ વધુ દબાણમાં રહી હતી. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાનો તણાવ બજાર માટે મુખ્ય જોખમ રહ્યો હતો. યમનના હૂથી જૂથના હુમલાઓ બાદ અમેરિકાએ સાઉદી અરેબિયામાં કેટલાક રાજદ્વારી કર્મચારીઓને સ્થળ છોડવાની સૂચના આપ્યાના અહેવાલથી ભૂરાજકીય ચિંતા વધી હતી. આ પરિસ્થિતિએ ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા ઊભી કરી અને ક્રૂડ ઓઈલના ભાવને ઊંચા રાખ્યા હતા. વૈશ્વિક વ્યાજદર, ડૉલરની ચાલ અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના સંકેતો પણ વિદેશી રોકાણકારોના નિર્ણયોને અસર કરી શકે છે. 22 ઓક્ટોબરના સંપૂર્ણ સંસ્થાકીય રોકાણકારોના આંકડા ઉપલબ્ધ ન હોવાથી 21 ઓક્ટોબરના છેલ્લાં ઉપલબ્ધ કામચલાઉ આંકડા ધ્યાનમાં લેવા યોગ્ય છે. તે મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹1,022 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹1,614 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જોકે, અગાઉના પાંચ સત્રોના સંચિત આંકડા મુજબ વિદેશી રોકાણકારો આશરે ₹6,103 કરોડના ચોખ્ખા વેચાણકર્તા અને સ્થાનિક રોકાણકારો આશરે ₹7,144 કરોડના ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. આ આંકડા કામચલાઉ છે અને સુધારાઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 110 ડૉલરથી ઉપર રહેતાં ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી અંગે ચિંતા વધી હતી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈના સંકેતો જોવા મળ્યા હતા. ઊંચા ક્રૂડ ઓઈલથી પરિવહન, ઉત્પાદન અને ઊર્જા ખર્ચ વધવાથી કંપનીઓના નફા ઉપર દબાણ આવી શકે છે. સોના-ચાંદીના ભાવમાં ફેરફાર વૈશ્વિક વ્યાજદર અને રોકાણકારોની સુરક્ષિત રોકાણ તરફની માંગથી પ્રભાવિત થઈ શકે છે. આગામી સત્રોમાં ક્રૂડ ઓઈલ અને ડૉલર સામે રૂપિયાની ચાલ ઉપર ખાસ નજર રાખવી જરૂરી રહેશે. ભાવિ દિશા :- આગામી સત્ર માટે મુખ્ય દૃષ્ટિકોણ મંદી સાથે અસ્થિરતાનો રહેશે, જ્યાં સુધી ક્રૂડ ઓઈલના ભાવમાં રાહત અને બજારમાં વ્યાપક ખરીદીના સ્પષ્ટ સંકેતો ન મળે. પશ્ચિમ એશિયાની સ્થિતિ વધુ વણસે અથવા મોંઘવારી અંગેની ચિંતા વધે તો વેચવાલીનું દબાણ ચાલુ રહી શકે છે. બીજી તરફ, વૈશ્વિક તણાવમાં ઘટાડો, ક્રૂડ ઓઈલમાં નરમાઈ અને કંપનીઓનાં મજબૂત પરિણામો બજારમાં સુધારાનો પ્રયાસ કરાવી શકે છે. હાલના તબક્કે એકતરફી તેજીની અપેક્ષા રાખવાને બદલે સાવચેતીપૂર્વક રોકાણ કરવું, નબળા નાણાકીય પરિણામો ધરાવતી કંપનીઓથી દૂર રહેવું અને જોખમ નિયંત્રણને પ્રાથમિકતા આપવી યોગ્ય રહેશે. તા. 23.10.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. Ø તા. 22.10.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 22723 પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઈન્ટના પ્રથમ અને 22474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 22770 પોઈન્ટ થી 22808 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 22880 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ Ø સન ફાર્મા ( 1755 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1725 નો પ્રથમ તેમજ રૂ. 1708 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1778 થી રૂ. 1790 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1803 ઉપર તેજી તરફી ધ્યાન...!! Ø પેટીએમ ( 1658 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1635 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1610 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1678 થી રૂ. 1695 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! Ø ઓબેરોય રિયલ્ટી ( 1622 ) :- રૂ. 1590 નો પ્રથમ તેમજ રૂ. 1572 ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1650 થી રૂ. 1670 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! Ø સિપ્લા ( 1329 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1347 થી રૂ. 1360 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1300 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! Ø રિલાયન્સ ( 1192 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા ઓઇલ અને ગેસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1170 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1210 થી રૂ. 1225 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Sam Hauser Makes Feelings Clear After Boston Celtics’ Embarrassing 22-Point Collapse Against Detroit Pistons
    Next Article
    Anahat Singh Fights Back To Secure Historic PSA Gold-Level Semi-Final Spot

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment